Recents in Beach

કઈ સાલમાં પંચાયતી રાજનો આરંભ થયો ?|Panchayati raj

પંચાયત રાજ - બધીજ પરીક્ષા માટે ખુબજ મહત્વની માહિતી.

gujarat Panchayti Raj


પંચાયત રાજ



પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.

અહીં ત્રણ સ્તરો છે
ગામ,તાલુકો અને
જિલ્લો

પંચાયતી રાજ નો ઇતિહાસ
પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.
૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.

૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
આંધ્ર પ્રદેશ,
ગુજરાત,
હિમાચલ પ્રદેશ,
મહારાષ્ટ્ર,
મધ્ય પ્રદેશ,
ઓરિસ્સા અને
રાજસ્થાન.

હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
નાગાલેન્ડ,
 મેઘાલય,

 મિઝોરમ અને,

બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
(૧) ગ્રામ પંચાયત,

(૨) તાલુકા પંચાયત, અને

(૩) જિલ્લા પંચાયત.



 ગ્રામ પંચાયત


ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.
અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.
ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

માળખું 


સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.
 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.

ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

કાર્યો 

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.
ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

જેવી કે:
સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
ખાસ રોજગાર યોજના
ઇન્દિરા આવાસ યોજના
ગ્રામીણ સ્વચ્છતા યોજના
ગોકુળ ગ્રામ યોજના
સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ