દૈનિક જીવનમાં આપણે ઘણા બધા રુઢિપ્રયોગો વાપરીએ છીએ. આ રુઢિપ્રયોગો આપણી વાતને વધુ સ્પષ્ટ અને રસપ્રદ બનાવે છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ આપણે ઘણા રુઢિપ્રયોગોનો ઉપયોગ કરીએ છીએ. આવા રુઢિપ્રયોગો આપણને વિચારોને સરળ અને સચોટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે.
રૂઢિપ્રયોગ-અર્થ |
|
ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ |
૧. અવળા પાસા પડવા |
✔ગણતરી ઊંધી પડવી |
૨. એકના બે ન થવું |
✔મક્કમ રહેવું, હઠ ન છોડવી |
૩. એક
લેવું ને બે મેલવું |
✔ખૂબ વઢવું |
૪. એકડા
વગરના મીંડા |
✔તદ્દન વ્યર્થ, મૂલ્યહીન |
૫. એકડો
કાઢી નાખવો |
✔અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન
લેવું |
6.
નવ ગજના નમસ્કાર |
✔દૂર રહેવું |
૭. નવ
ગજની જીભ હોવી |
✔બહુ બોલ બોલ કરવું |
૮. બત્રીશીએ ચઢવું |
✔વગોવાવું, લોકચર્ચાનો વિષય
બનવું |
૯. બારમો ચંદ્રમા હોવો |
✔અણબનાવ હોવો |
૧૦.
બાર વાગી જવા |
✔આફત આવી પડવી |
૧૧.
બારનું ચોથ કરવું |
✔અણઘડપણામાંથી કામ ઊંધું મારવું |
૧૨.
બે પાંદડે થવું |
✔ઠરી ઠામ થવું |
૧૩.
બે પૈસાનો જીવ થવો |
✔શ્રીમંત થવું |
૧૪.
ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું |
✔નવી શરૂઆત, પાછલું ભૂલવું |
૧૫.
સોળ આની |
✔પૂરેપૂરું |
૧૬.
ઇકોતેર પેઢી તારવી |
✔બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો |
૧૭.
ખાતું સરભર કરવું |
✔બદલો લેવો |
૧૮.
ત્રિરાશિ માંડવી |
✔ગણતરી કરવી |
૧૯. ધકેલ પંચા દોઢસો કરવું |
✔ખોટી રીતે વિલંબ કરવો |
વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ |
૧.
અન્નપાણી ઝેર થઈ જવા |
✔ અતિશય
દુઃખમાં હોવું |
૨.
અબખે પડવું |
✔ અરૂચિ થવી |
૩.
આકડે મધ |
✔ સહેલાઇથી
દુર્લભ વસ્તુ મળવી |
૪.
આગમાં ઘી નાખવું |
✔ પરિસ્થિતિને
વધારે ખરાબ કરવી |
૫. આદુમાં સૂંઠ થવી |
✔અતિશય ક્ષય થવો |
૬.
ઓરડે તાળા દેવા |
✔ વંશવેલો
અટકાવવો, નિઃસંતાન થવું |
૭.
કસ કાઢવો |
✔ સખત મહેનત
કરાવવી |
૮.
કાંચીડાની માફક રંગ બદલવો |
✔જલદી વિચાર બદલાવા |
૯.
ખાટું મોળું થઈ જવું |
✔બગડી જવું |
૧૦.
ખારી દાઢ થવી |
✔ લાલચ થવી |
૧૧.
ગગનમાં ઉડવું |
✔મિથ્યાભિમાન દાખવવું |
૧૨.
ચકલા ચૂંથવા |
✔ નજીવા
કામમાં ખાલી માથું મારવું |
૧૩.
છાશમાં પાણી ઉમેરવું |
✔ વાત વધારીને
કહેવી |
૧૪.
ગ્રહણ વખતે સાપ કાઢવો |
✔ અણીને સમયે
નડતર ઊભું કરવું |
૧૫.
દાળ ગળવી |
✔મતલબ પાર પડવો |
૧૬.
નખ જેવું હોવું |
✔વિસાત વિનાનું હોવું |
૧૭.
મગજમાં રાઈ ભરાવી |
✔ અભિમાન થવું |
૧૮.
ભેજાનું દહીં થવું |
✔ સખત શ્રમથી
મગજ થાકી જવું |
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈