Recents in Beach

રૂઢિપ્રયોગ અને તેનો અર્થ|Gujarati Rudhi Pryog

ગુજરાતી રૂઢીપ્રયોગ અને તેના અર્થ


ભારે હ્રદયે- દુ:ખી હ્રદયે

આંખ ભીની થવી- લાગણીસભર થવું

મોંમાં ઘી-સાકર- સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણવવું- સંમતિ આપવી

નામ ને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું

તુરિયાનો તાર જાગી ઊઠવો- સમજણ શક્તિનો ઉદય થવો

આઠે પહોર આનંદ- હંમેશા પ્રસન્ન રહેવું

હ્રદય છલકાઈ જવું- આનંદિત થઈ ઊઠવું

શિખરો સર કરવાં – સફળતા પ્રાપ્ત કરવી

ધ્વજ ફરકાવવો- વિજય મેળવવો


 ગુજરાતી રૂઢીપ્રયોગ 


માથે હાથ ફેરવવો- આશિષ આપવા, કાળજી લેવી

હાથ દેવો- સહારો આપવો, હુંફ આપવી

સૂગ હોવી- ચીતરી ચડવી

મનના મેલા હોવું- ખરાબ દાનતના હોવું

આચરણમાં મૂકવું- પાલન કરવું, અમલમાં મૂકવું

કદર કરવી- લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો

ફાંફા મારવા- વ્યર્થ પ્રયત્ન કરવો

ઘી કેળાં હોવાં- પૈસાદાર હોવું, માલામાલ હોવું

અરેરાટી અનુભવવી- ત્રાસી જવું, દુ:ખ અનુભવવું

પેટે પાટા બાંધવા- આર્થિક સંકડામણ હોવી, ગરીબ સ્થિતિ હોવી

 

ગુજરાતી રૂઢીપ્રયોગ અને તેના અર્થ 


નવે નેજા પડવા- ખૂબ તકલીફ પડવી

હ્રદય દ્રવી ઊઠવું- ખૂબજ દુ:ખી થવું

સત્તર પંચા પંચાણુ- અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત

ચાલતા થવું- મૃત્યુ પામવું

પગ જડાઈ જવા- સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું

આંખો ભીની થવી- લાગણીશીલ થઈ જવું

દાઝ ચઢવી – ગુસ્સો આવવો

ચકિત થઈ જવું- આશ્ચર્ય પામવું

થાકીને લોથ થઈ જવું- અતિશય થાકી જવું

કંઠે પ્રાણ આવવા- ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું

હાજાં ગગડી જવાં- ખૂબ ગભરાઈ જવું

ઘોડા ઘડવા- આયોજન કરવું

અડધી ઉંમરે પહોંચેલું- આધેડ

 

સોંસરવું નીકળવું- મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું

આંખો ફાટી જવી- આશ્ચર્યચક્તિ થઈ જવું

પેટ દેવું- મનની વાત કહેવી

હડી કાઢવી- દોટ મૂકવી

એકના બે ન થવું- વાત પર મક્કમ રહેવું

બે ઘોડે વાટ જોવી- આતુરતાથી રાહ જોવી

જીવતરના દાન દેવાં- કુરબાન થઈ જવું

મોળું ઓહાણ આપવું- માણસની હિંમત તૂટે એવું કહેવું

મઊ થઈ જવું- પૂરી તાકાત અજમાવવી


ગણિત અને વિજ્ઞાનની ભાષામાં રુઢિપ્રયોગો 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ