Recents in Beach

ચિત્ર સ્પર્ધા -સહ અભ્યાસિક પ્રવૃત્તિ|Drawing competition in gujarati

 

ચિત્ર સ્પર્ધા


ઈંટરશિપ દરમિયાન તાલીમાર્થી મિત્રો અથવા શિક્ષક મિત્રો શાળા શિક્ષણ દરમિયાન પ્રવૃત્તિના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા તમે વિદ્યાર્થીઓ માટે યોજી શકો. જેથી વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થાય અને વિદ્યાર્થીનું મન શિક્ષણમાં જળવાય રહે.

 

સર્વ પ્રથમ તાલીમાર્થીએ શાળાના આચાર્ય પાસેથી ચિત્ર સ્પર્ધા માટે પૂર્વ મંજૂરી મેળવી લેવી. અને ત્યાર બાદ કોઈ એક દિવસ શાળાના ટાઈમ ટેબલ પ્રમાણે ફાળવી લેવો.  

અથવા તો કોઈ ટોપિક ઉપર વિદ્યાર્થીઓને ઘેરથી ચિત્ર બનાવી લાવવા માટે પણ કહી શકાય.

 

કેટલાક વિષયો જેના ઉપર ચિત્ર સ્પર્ધા યોજી શકાય.

દા.ત.

જળ એજ જીવન

જળ બચાવો જીવન બચાવો

ધ્વનિ પ્રદૂષણ

પર્યાવરણ પ્રદૂષણ

જળ પ્રદૂષણ

સ્વચ્છતા અભિયાન 


 

ચિત્ર સ્પર્ધાની પૂર્વ તૈયારી:-

 

ચિત્ર સ્પર્ધા યોજતાં પહેલા કેટલીક પૂર્વ તૈયારી કરી લેવી જરૂરી બને.

A4 સાઇઝના વાઇટ પેપર તેમજ કલર, રંગ ભરવાં માટે પીછી અથવા તો વિદ્યાર્થીઓ પાસે હોય તો એમને લાવવા માટે પણ કહી શકાય.

શાળાનાં સમગ્ર વિદ્યાર્થીઓ માટે યોજવી હોય તો પહેલાં વર્ગ અને રોલનબરં નામ સાથે નોંધી લેવા.

કોઈ એક ખાલી વર્ગની વ્યવસ્થા કરી લેવી જેમાં સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને બેસાડી શકાય.

કોઈ એક જ વર્ગ માટે સ્પર્ધા યોજવી હોય તો બીજા વર્ગની વ્યવસ્થા કરવી જરૂરી બને નહીં.

વિદ્યાર્થીઓને બે દિવસ પહેલાં વિચારવા માટે બે થી ત્રણ ટોપિક આપવા જેના પર વિદ્યાર્થીઓ ચિત્ર બનાવી શકે.

 

તમે ઇચ્છો તો વિદ્યાર્થીઓ માટે ઇનામની વ્યવસ્થા પણ કરી શકો, ધ્યાનમાં એ રાખવું કે ખૂબ જ મોંઘા દાટ ઈનામ હોવા જોઈએ નહીં, ઈનામ એવ જોઈએ જે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન ઉપયોગી થઈ શકે. દા.ત. બોલ પેન, કલર બોક્સ, નોટ બૂક, જનરલ નોલેજની બૂક, અંગ્રેજી ડિક્શનરીબૂક વગેરે જેવા આપી શકાય.

 

ચિત્ર સ્પર્ધાથી વિદ્યાર્થીઓને થનારા ફાયદા:-

 

ઈનામ આપવાથી વિદ્યાર્થીને  પ્રોત્સાહન મળશે અને આગળ એવી સ્પર્ધાઓમા ભાગ લેવા માટે પ્રેરણા મળશે.

વિદ્યાર્થીઓમાં રહેલી કળા એમનાં વિચારો થકી બહાર આવશે.

વિદ્યાર્થીઓ એક બીજાના ચિત્રો જોઈને એમને પ્રેરણા મળશે.

વિદ્યાર્થીઓની અંદર જે રહેલ વિચારો અને સમજણ એ કાગળ પર આવશે અને એણે એક દિશા મળશે.

વિદ્યાર્થી ચિત્ર સારું બનાવી શકે તો એમાં આગળ વધવા માટે અને એમાં કેરિયર બનાવવા માટે એમને પ્રેરણા પણ આપી શકાય.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ