Recents in Beach

‘લોક’ શબ્દનો અર્થ અને પરિભાષા|Meaning and definition of the word ‘folk’ in Gujarati

 

લોક શબ્દની પ્રાચીનતા

 

 લોક શબ્દ સંસ્કૃતના ‘લોકૃ દર્શને ધાતુથી ‘ધમ’ પ્રત્યય લગાવવાથી બન્યો છે. આ ધાતુનો અર્થ ‘જોવું એવો થાય છે. જેના ‘લટ લકારમાં અન્ય પુરુષ એકવચનનું રૂપ ‘લોક્તે છે. આમ, ‘લોક શબ્દનો અર્થ- ‘જોવા વાળો તેમ થયો. આ પ્રમાણે તે સમસ્ત જનસમુદાય જે કાર્ય કરે છે તે ‘લોક કહેવાય. ‘લોક શબ્દ અત્યંત પ્રાચીન છે.

 

 ‘લોક શબ્દનો અર્થ:-

  શબ્દકોશમાં ‘લોક શબ્દના અનેક અર્થો મળે છે, જેમાંથી સાધારણ સ્વરૂપે બે અર્થો વિશેષ રૂપે પ્રચલિત છે. (૧) જેના દ્વારા ઈહલોક, પરલોક અથવા ત્રિલોકનું જ્ઞાન થાય છે. અને (૨) બીજો અર્થ થાય છે- જન સામાન્ય.

  આ જ અર્થનો વાચક ‘લોક શબ્દ સાહિત્યનુ વિશેષણ છે, પરંતુ આટલાથી ‘લોક નો તે અભિપ્રાય સ્પષ્ટ નથી થતો જે સાહિત્યને વિશેષણનાં રૂપમાં પ્રદાન થાય છે.


 

Meaning and definition of the word ‘folk’


‘લોક શબ્દની પરિભાષા:

  ડૉ. હજારી પ્રસાદ દ્વિવેદીએ ‘લોક શબ્દ સબંધમાં પોતાના વિચારો પ્રગટ કરતા લખ્યું છે કે, “લોક” શબ્દનો અર્થ ‘જન-પદ અથવા ‘ગ્રામ્ય નથી, પરંતુ નગરો અને ગામડાંઓમાં વસેલી એ સમગ્ર જનતા છે જેના વ્યાવહારિક જ્ઞાનનો આધાર પુસ્તકો કે ગ્રંથો નથી ! આ લોકો નગરના સુધરેલા, રુચિસંપન્ન તથા સુસંસ્કૃત કહી શકાય તેવા લોકોની સરખામણીએ અધિક સરળ અને પ્રાકૃતિક જીવન જીવવાવાળા હોય છે અને સુધરેલી રુચિવાળા લોકોની સમગ્ર વિલાસિતા તથા સુકુમારિતાને જીવિત રાખવા માટે જે ચીજ-વસ્તુઓ આવશ્યક છે, તેને ઉત્પન્ન કરે છે.

 

 ડૉ. કૃષ્ણદેવ ઉપાધ્યાયનાં મતાનુસાર ‘લોકની પરિભાષા આ પ્રમાણે છે કે, “જે લોકો સંસ્કૃત અને સાધન સંપન્ન લોકોના પ્રભાવથી બહાર રહીને પોતાની પ્રાચીન સ્થિતિમાં જીવે છે તેને ‘લોક કહે છે.”

 

 ડૉ. સત્યેન્દ્રનાં માટે, “ લોકસાહિત્યમાં લોક શબ્દથી સમાજનો એક એવો વર્ગ નિર્દિષ્ટ છે કે જે અભિજાત સંસ્કાર, શાસ્ત્રીયતા અને પાંડિત્ય પ્રભાવથી દૂર છે. અને જે એક પરંપરાના પ્રવાહમાં જીવિત રહે છે. આવા લોકોની અભિવ્યક્તિમાં જે તત્વ મળે છે તે લોકતત્ત્વ કહેવાય છે.”

 


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ