ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે.
ભવાઇ’ શબ્દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.
ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.
ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.
અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.
ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.
ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઇના મુખ્ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.
અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.
કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે.
શાસ્ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.
ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.
ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર
અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા
ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.
ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.
ભવાઈનાં મુખ્ય અંગો
ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર
ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન
ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી
ભવાઈ એ ગુજરાતની આશરે ૭૦૦ વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભાવાઈને 'ભાવપ્રધાન નાટકો' કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકીયુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈