પદોની યોગ્ય ગોઠવણીથી વાક્યનો અર્થ સારી રીતે
અને સ્પષ્ટ મેળવી શકાય છે. એ જ રીતે પદો વચ્ચેના આંતરસંબંધોથી જ વાક્ય સ્પષ્ટ અને
સંવાદી બને છે. પદો વચ્ચે લિંગ, વચન
અને પ્રત્યયોનો સુમેળ હોય તેનું નામ જ પદસંવાદ.
વાક્યમાં જે પદ વિશેષણ તરીકે ભૂમિકા ભજવતું હોય
તેને તેના વિશેષ્યના લિંગ-વચન અનુસાર પ્રત્યયો લાગે છે.
ઉદાહરણ;
સારું પુસ્તક (અહીં પુસ્તક એકવચન છે અને નપુંસકલિંગ
છે.)
સારી ચોપડી (અહીં ચોપડી એક
વચન છે અને સ્ત્રીલિંગ છે.)
સારો ઘોડો (અહીં ઘોડો એકવચન
છે અને પુંલ્લિંગ છે.)
સારાં પુસ્તકો (અહીં પુસ્તકો
બહુવચન છે અને નપુંસક્લિંગ છે.)
અહીં ‘સારા’ વિશેષણને તેના વિશેષ્યનાં લિંગ-વચન અનુસાર
બદલવું પડે છે.
૧. ગુરુજીએ એક ભજન ગાઈ અને
પછી ધૂન ગાયું. ❎
ગુરુજીએ એક ભજન ગાયું અને
પછી ધૂન ગાયું. ✅
૨. રીતાએ રાતાં ફૂલ લીધું. ❎
રીતાએ રાતા ફૂલ લીધાં. ✅
૩. મેં મગફળી
અને ગોળ ખાધો. ❎
મેં મગફળી અને ગોળ ખાધાં. ✅
જુદાં જુદાં
લિંગના બે નામો હોય ત્યારે ક્રિયાપદ બહુવચનમાં મુકાય છે.
કોકિલા, કરણ અને
અર્જુન ગયા. ❎
કોકિલા, કરણ અને
અર્જુન ગયાં. ✅
પુંલ્લિંગ અને
સ્ત્રીલિંગ માટેનું સંયુક્ત ક્રિયાપદ અનુસ્વાર સાથે બહુવચનમાં હોય છે.
મોટા ભાઈ આવ્યા
અને મોટા બહેન ગયા. ❎
મોટા ભાઈ આવ્યા
અને મોટાં બહેન ગયાં. ✅
સ્ત્રી જાતિ
માનાર્થે બહુવચનમાં વિશેષણ-ક્રિયાપદ અનુસ્વાર સાથે બહુવચનમાં હોય છે.
ડેરીમાં શુદ્ધ
ગાયનું ઘી મળે છે. ❎
ડેરીમાં ગાયનું
શુદ્ધ ઘી મળે છે. ✅
શુદ્ધ એ ગાયનું
વિશેષણ નથી,
ઘીનું વિશેષણ છે.
મગનલાલ શું
વસ્તુ લઈ જશે ? ❎
મગનલાલ શી વસ્તુ
લઈ જશે ? ✅
વસ્તુ એ
સ્ત્રીલિંગ શબ્દ છે,
માટે તેની આગળ ‘શી’ મુકાય છે.
તમે ઘરમાં શું
ફેરફાર કર્યો ? ❎
તમે ઘરમાં શો
ફેરફાર કર્યો ? ✅
ફેરફાર એ પુંલ્લિંગ
શબ્દ છે, માટે તેની
આગળ ‘શો’ મુકાય છે. એ જ રીતે નપુંસક્લિંગ આગળ ‘શું’ મુકાય છે.
બા અમદાવાદ ગયા.
❎
બા અમદાવાદ ગયાં.
✅
સ્ત્રી જાતિ
માનાર્થે બહુવચનમાં વિશેષણ-ક્રિયાપદ સાનુસ્વાર બહુવચન હોય છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈