નિપાત એટલે અવ્યય. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર
ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. જુદા- જુદા અર્થમાં એ પડે છે. (નિ+પત=પડવું)
તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે.
સંજ્ઞા, સર્વનામ, વિશેષણ,
ક્રિયાવિશેષણ, ક્રિયાપદ વગેરે પદો સાથે મુકાઈ વિશેષ અર્થનો
કે ભારનો બોધ કરાવનાર ઘટક નિપાત તરીકે ઓળખાય છે.
નિપાત ઘણાં બધા છે, જેમ કે- જ, અને, જો, તો, ને, ય-યે, યા, કે, વા, જી, પણ, ફક્ત, કેવળ, માત્ર, ખરું, તથા, હવે, પરંતુ વગેરે...
નિપાતના મુખ્ય ચાર પ્રકાર છે:
૧. ભારવાચક
૨. સીમાવાચક
૩. વિનયવાચક
૪. પ્રકીર્ણ નિપાત
દરેક નિપાતને આપણે યોગ્ય ઉદાહરણ
દ્વારા સમજીએ.
૧. ભારવાચક નિપાત
ભારવાળો અર્થ બનાવે તે
ભારવાચક નિપાત. જ્યારે વાક્યના કોઈ શબ્દ-પદ ઉપર ભાર મુકવામાં આવતો હોય ત્યારે
વપરાતો નિપાત એટલે ભારવાચક નિપાત.
જ, તો, ય, પણ, સુધ્ધાં, વગેરે ભારવાચક
નિપાતો છે.
દા.ત.
વસ્તુ ખૂબ જ
સસ્તી છે.
ભણેલાં સુદ્ધાં
આવી ભૂલ કરે છે.
આ ખોરાક પણ
ખાસ્સો અમીર છે.
તમે તો ખૂબ
ભાગ્ય શાળી છો!
અમેય આજે
અમદાવાદ જવાના.
૨. સીમાવાચક નિપાત
જ્યારે સીમા કે મર્યાદા રજૂ થતી હોય, અથવા સીમા-મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો
હોય ત્યારે સીમાવાચક નિપાત કહેવાય.
કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક વગેરે
સીમાવાચક નિપાત છે.
દા.ત.
કેવળ તમારા માન ખાતર હું આવ્યો.
તદ્દન સામાન્ય બાબતમાં ઝગડો થયો.
જીવનમાં સાવ
એકલો પડી ગયો.
છેક અમદાવાદ સુધી જવું છે.
૩. વિનયવાચક નિપાત
જ્યારે વિનય, વિવેક, માન, મોભો કે આદરનો
અર્થ કે ભાવ દર્શાવવામાં આવતો હોય તેવા નીપાતને વિનયવાચક નિપાત કહે છે.
‘જી’ વિનય વાચક નિપાત
છે.
દા.ત.
ગુરુજીએ
ભગવાનનાં દર્શન કરાવ્યા.
૪. પ્રકીર્ણ નિપાત
વાક્યના અંતે વિનંતી, અનુમતિ કે આગ્રહ વગેરે જેવા અર્થમાં
નિરુપાય તે નિપાત ને પ્રકીર્ણ નિપાત તરીકે ઓળખવામાં આવે છે.
કોઈ ફરિયાદ તો નથી ને
?
એમને મળવાનું કેજો તો
!
મને તમારી પેન આપશો કે
?
અંહી કેટલાંક અન્ય ઉદાહરણો
જોઈએ.
- તું પ્રવાસે જઈશ જ
? (જવાની ક્રિયા પર ભાર અપાયો છે.)
- તમે જ મારી
સાથે આવશો. (તમારા સિવાય બીજું કોઈ નહિ આવે.)
- આપણે જવું જ છે ને
? (વાતને દ્રઢ કરવાનો પ્રયત્ન છે.)
- ઓહો ! ક્યાં ચાલ્યા જી
? (આદર, વિવેક બતાવવા માટે.)
- તે તદ્દન નકામી
વ્યક્તિ છે. (‘બિલકુલ’નાં અર્થમાં,
સીમા નક્કી કરવા માટે)
- આજે વરસાદ પડવો જ
જોઈએ. ( પડવાની ક્રિયા પર ભાર મુક્યો છે.)
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈