પદક્રમ
કોઈ પણ શબ્દ જ્યારે વાક્યમાં
પ્રયોજાય, તેને વિભક્તિના પ્રત્યયો લાગે ત્યારે તે
‘પદ’ કહેવાય છે. વિભક્તિના પ્રત્યયો એક પદનો બીજા પદ સાથે
સબંધ મેળવી આપે છે. અમુક શબ્દને પ્રત્યય ન લાગે ત્યારે આપણે તેને શૂન્ય પ્રત્યય
લાગ્યો છે એ રીતે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ
અને ક્રિયાપદ એવો ક્રમ સામાન્ય રીતે હોય છે. વિશેષ ચમત્કૃતિ,
લય, પ્રાસ વગેરે લાવવા ક્યારેક આ ક્રમમાં થોડો ફેરફાર થાય
છે. મોટેભાગે કવિતામાં એવું થતું હોય છે:
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે!
જૂનું તો થયું રે દેવળ જૂનું
તો થયું....
આ કાવ્યપંક્તિઓમાં તમે જુઓ છો કે ક્રિયાપદ
વાક્યના અંતે નથી, પણ વચ્ચે
મૂક્યું છે.
ભાષામાં પદો હોય છે. એ બધા
પદોના કંઈક ને કંઈક નામ છે. તેના અર્થ અનુસાર – નામ, સર્વનામ. વિશેષણ, ક્રિયાવિશેષણ, સંયોજક, નિપાત વગેરેથી તે પદો ઓળખાય છે.
નામની વિશેષતા બતાવનાર પદ તે વિશેષણ અને વિશેષણ
જે પદને લાગે તે પદ એટલે વિશેષ્ય. મોટાભાગે વિશેષણ વિશેષ્યની પહેલાં મુકાય છે.
એકના એક નામનો વારંવાર ઉલ્લેખ કરવાનો થાય ત્યારે પ્રથમ સિવાયનાં નામો માટે આપણે
યોગ્ય સર્વનામ વાપરીએ છીએ.
સામાન્ય રીતે વાક્યનો ક્રમ આ
મુજબ રહેતો હોય છે;
વિશેષણ, વિશેષ્ય (કર્તા) વિશેષણ, વિશેષ્ય (કર્મ), ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ.
કોઈ વાક્યમાં એકથી વધારે કર્મ
હોય તો પહેલાં ગોણ કર્મ અને તે પછી મુખ્ય કર્મ મુકાય છે.
è પદોના ક્રમમાં ગમે તેમ ફેરફાર કરવાથી વાક્યનો અર્થ પામી
શકાતો નથી. જો કે આપણે તેને વાક્ય તરીકે ઓળખતાં જ નથી.
ઉદાહરણ:-
સ્ટેશન
ઉપર બસની રાહ જોઇને ઊભેલા પેસેન્જરની સંખ્યા ઘણી હતી.
હવે
આ વાક્યમાંના પદોને ગમે તેમ મૂકવાથી.....
હતી
બસની રાહ સ્ટેશન ઉપર રાહ જોઇને ઊભેલાં જોઇને પેસેન્જરની. અંહી કશો જ અર્થ સ્પષ્ટ
થતો નથી.
è ‘જ’ નિપાતના
સ્થાનમાં ફેરફાર કરવાથી પણ ભાર અપાનાર પદ બદલાઈ જાય છે. એટલે કે અર્થમાં ફેરફાર
થાય છે.
ઉદાહરણ;
તમે
જ આજે અમદાવાદ જશો? (તમે જ કે
બીજા કોઈ?)
તમે
આજે જ અમદાવાદ જશો? (આજે જ કે
પછીના દિવસે?)
તમે
આજે અમદાવાદ જ જશો? (અમદાવાદ જ
કે બીજે ક્યાંય?)
તમે
આજે અમદાવાદ જશો જ ? (ચોક્કસ જશો?)
અંહી ‘જ’ ની પૂર્વે મુકાયેલ પદ પર ભાર મુકાય છે. એટલે દર વખતે પૂછનારનો સ્વરભાર
અલગ-અલગ પદો પર રહે છે. પરિણામે પૂછનારનો ઈરાદો સ્પષ્ટ કરી શકાય છે. ગમે ત્યાં ‘જ’ મૂકવાથી કહેવાનો ઈરાદો કંઈક હોય અને વાંચનથી તેનો અર્થ જુદો જ સમજાય છે.
ઉદાહરણ;
શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. ❎
ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. ✅
બિલાડી
ખાવા માટે દીવાલ ઉપર ચડી.
ખાવા માટે બિલાડી દીવાલ ઉપર ચડી.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈