અક્ષરમેળ (ગણમેળ) અને માત્રામેળ અક્ષરોની ચોક્કસ
સંખ્યા કે માપમાં ગોઠવાયેલી, લયબદ્ધ
રચનાને ‘છંદ કે વૃત્ત’ કહે છે. છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને
‘પાદ’, ‘ચરણ કે કડી’ કહે છે. બે-ચાર ચરણના જૂથને ‘ટૂક’ કહે છે. કવિ પોતાની જરૂરિયાત
પ્રમાણે ટૂક રચવાની સ્વતંત્રતા ધરાવે છે.
ચરણનાં લઘુ-ગુરુ અક્ષરોનાં સ્થાન અને સંખ્યાને
આધારે તેમજ લઘુની એક અને ગુરુની બે માત્ર-સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે
છે: (૧) અક્ષરમેળ અને (૨) માત્રામેળ.
અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે
છે. તેમાં લઘુ-ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
અક્ષરમેળ છંદોમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા તો નક્કી
હોય જ છે પણ તે ઉપરાંત તેમાં દરેક અક્ષરનું લઘુ-ગુરુ સ્થાન પણ નિશ્ચિત હોય છે. લઘુ
માટે ‘લ’ અને ગુરુ માટે ‘ગા’ સંજ્ઞા
વપરાય છે. વળી આ પ્રકારના છંદોમાં અમુક અક્ષર પછી વિરામસ્થાન આવતાં હોય છે. આ
વિરામસ્થાનને ‘યતિ’ કહેવામાં આવે છે. આવા છંદ વર્ણમેળ છંદ તરીકે પણ
ઓળખાય છે.
શિખરિણી, પૃથ્થી, મંદાક્રાન્તા, શાર્દુલવિક્રીડિત, મનહર, અનુષ્ટુપ, સ્ત્રગ્ધરા, વસંતતિલકા, માલિની, હરિણી, ઇન્દ્રવજ્રા વગેરે.
લઘુ-ગુરુની વ્યવસ્થા યાદ રાખવા માટે ‘યમાતારાજભાનસલગા’ સૂત્ર
ખુબજ ઉપયોગી થાય છે.
ક્રમ |
ગણ |
સ્વરૂપ |
લક્ષણ |
ઉદાહરણ |
૧. |
ય ગણ |
U - - |
લ ગા ગા |
ય શો દા |
૨. |
મ ગણ |
- - - |
ગા ગા ગા |
મા તા જી |
૩. |
ત ગણ |
- - U |
ગા ગા લ |
તા રા જ |
૪. |
ર ગણ |
- U- |
ગા લ ગા |
રા મ જી |
૫. |
જ ગણ |
U - U |
લ ગા લ |
જ કા ત |
૬. |
ભ ગણ |
- U U |
ગા લ લ |
ભા ર ત |
૭. |
ન ગણ |
U U U |
લ લ લ |
નયન |
૮. |
સ ગણ |
U U - |
લ લ ગા |
સમતા |
અક્ષરમેળ છંદોમાં આવી ગણરચના ઉપયોગી બને છે. પરંતુ માત્રામેળ છંદમાં
ગણરચના જોવામાં આવતી નથી. ત્યાં અક્ષરોની લઘુ-ગુરુ માત્રા જોઇને છંદ ઓળખવામાં આવે
છે.
અક્ષરમેળ છંદ
૧. શિખરિણી છંદ
અક્ષર: ૧૭
બંધારણ/ગણ: ય મ ન સ ભ લ ગા
યતિ: ૬ અને ૧૨ અક્ષરે.
ઉદાહરણ:
ર હી જે | ને ભા ગ્યે | અ નુ પ | મ સુ ધા | આ અ ધ | ર ની,
U - - -
- - U
U U U
U - - U U U -
અન્ય ઉદાહરણ:
ઉનાળાનો લાંબો દિવસ વહતો
મંથર ગતિ.
બપોરી વેળાનું હરિતવરણું
ખેતર ચડયું.
ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર
મનીષા દરશની.
૨. મંદાક્રાન્તા
અક્ષર: ૧૭
યતિ: ૪ અને પછી ૧૦ અક્ષરે
બંધારણ/ગણ: મ ભ ન ત ત ગા ગા
ઉદાહરણ
બે સી ખા | ટે પિ ય | ર ઘ ર | માં જિં દ | ગી
જો ઈ | સા રી.
- - - | - U U | U
U U | - -
U | -
- U | -
-
૧) રે પંખીડાં ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.
૨) ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં
એકથી એક શૃંગ;
વર્ષાકાલે જલધિજલના હોય જાણે
તરંગ !
૩) કાપી કાપી ફરી ફરી અરે!
કાતળી શેલડીની.
૪) દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી.
૩. પૃથ્વી
અક્ષર: ૧૭
બંધારણ/ગણ: જ સ જ સ ય લ ગા
યતિ: ૮ કે ૯ અક્ષરે
ઉદાહરણ
૧) ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી
વળી.
૨) નહીં સ્વજન તે બધાં, સ્વજન એકલી તું હતી.
૩) ખુમારી નયનો તણી, ગરવ ઉચ્ચતા ડોકની.
૪. અનુષ્ટુપ
અક્ષર: ચાર પંક્તિમાં કુલ ૮, ૮, ૮, ૮ અક્ષરો
બંધારણ: ૮,૮ અક્ષરના
ચાર ચરણ; પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ.
બીજા અને ચોથા ચરણમાં પાંચમો
લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ.
પહેલું- ત્રીજું ચરણ -> ૫
– ૬- ૭ = ય ગણ= U - - (યમાતા)
બીજું- ચોથું ચરણ -> ૫-
૬- ૭ = U – U (જભાન)
૧) બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલાનું,
સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
૨) જલાવી જાતને ધૂપ સુવાસિત
બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને
સુખિયાં કરે.
૩) આશા નામે મનુષ્યોની બેડી
આશ્ચર્યની કહી;
જેથી બંધાયેલા દોડે, છૂટા રહે પાંગળા જ્યમ!
૫. મનહર
અક્ષર: ૩૧
પંક્તિઓ ચાર: ૮, ૮, ૮, ૭
યતિ: ૮, ૧૬ અને ૨૪
અક્ષરે.
બીજા ચરણનો છેલ્લો અક્ષર
ગુરુ.
ચાર ચરણની ટૂક અને પ્રત્યેક
ચરણમાં એક જ પ્રાસ અને ૩૧ અક્ષર હોય છે.
ચરણ- ૧ અક્ષર ૮, ચરણ- ૨ અક્ષર ૮
ચરણ- ૩ અક્ષર ૮, ચરણ- ૪ અક્ષર ૭.
ઉદાહરણ
૧) ઊંટ કહે આ સભામાં વાંકા
અંગવાળા ભૂંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર
છે.
૨) આંધળી દળેને આટો ચાર
શ્વાન ચાટી જાય,
એ આટો ક્યારેય એને આવશે
આહારમાં.
૩) ‘ગુસ્સો શું કરે છે ઘેલી? ગરમ માથે તપેલી
મૂકી પાણી ઉકાળવા કોલસા
બચાવિયા.’
૬. વસંતતિલકા
અક્ષર: ૧૪
બંધારણ/ગણ: ત ભ જ જ ગા ગા
ઉદાહરણ
૧) વિશ્વંભરી અખિલ વિશ્વતણી
જનેતા
૨) એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
૩) છે માનવજીવનની ઘટમાળ એવી,
દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.
૭. સ્ત્રગ્ધરા
અક્ષર: ૨૧
બંધારણ/ગણ: મ ર ભ ન ય ય ય
યતિ: ૭, 14 અને ૨૧
અક્ષરે
ઉદાહરણ
૧) ચોપાસે વલ્લિઓથી પરિમલ
પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય.
૨) આનંદોલ્લાસ રેલે નવરસલહરે
સ્ત્રગ્ધરા શ્રી-સુહાગી.
૩) એણે નક્ષત્ર કેરા, ઉડુગણ
સહુના પંથ છોડયા પુરાણા.
૮. માલિની
અક્ષર: ૧૫
બંધારણ/ગણ: ન ન મ ય ય
ઉદાહરણ
૧) સરલ હ્રદય ઈચ્છે પાપીને
પ્રેમ પાવા.
૯. હરિણી
અક્ષર: ૧૭
બંધારણ/ગણ: ન સ મ ર સ લ ગા
ઉદાહરણ
૧) દિન દિન જતાં માસો વીત્યા
અને વરસો વહ્યાં,
નગરજનને સંબંધીએ વ્યથા વીસરી
શક્યા.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈