Recents in Beach

કથાગીત (બેલેડ)|Ballad

 

કથાગીતો 

લોકકથા લોકહૈયે જેવી હોય તે રૂપે જીભેથી નીસરે છે અને કાંઠોપકંઠ તે જળવાઈ રહે છે. કાંઠોપકંઠ આ કથાઓ અસ્તિત્વ ધરાવતી હોવાથી લોકગીતના સ્વરૂપે સવિશેષ તે ઢળી પડે તે સહજ છે, કારણ ગદ્યકથા કરતાં કથાગીત યાદ રાખવું સરળ છે. આથી લોકકથા મુખ્યત્વે પદ્યસ્વરૂપે વહી છે અને તે કથાગીત તરીકે આજેય જીવંત છે. આ કથાગીતમાં ગેયતા અને કથાતત્વ તો અનિવાર્ય છે જ, તેમાં મુખ્યત્વે પ્રેમ, વિરહની વેદના, સત્ય, બાળકથાઓ, શોર્યકથાઓ, આપણી વ્રતકથાઓ, રાસડા વગેરે પ્રકારોનો સમાવેશ થાય છે.

 


કથાગીત (બેલેડ)|Ballad


  કથાગીત (બેલેડ) વિશે કેટરીજ અને હેન્ડરસન નામના બે વિદ્વાનોએ લખ્યું છે તે મુજબ,

  કથાગીતમાં કથા કેન્દ્રમાં હોય છે.

પ્રાસાનુપ્રાસી રચના તરીકે એ નોંધપાત્ર લાગે છે.

એમાં દક્ષતાભરી વર્ણનકલા અને નાટ્યોચિત ઘટનાનિરૂપણ જોવામળે છે.

સરળ શૈલી અને કરુણોર્મિને લીધે એ ધ્યાનપાત્ર બની રહે છે.

 

પ્રો. કેટરિજ આ સંદર્ભમાં લખે છે,

  “કલ્પના કરો કે નાની શી લોકમંડળી દૂર દૂરના કોઈ ભૂતકાળમાં અથવા તો જીવનની અત્યંત સરળ અવસ્થા વચ્ચે, કોઈ સામુદાયિક રસનો અવસર ઊજવવા એકઠી મળી છે. એ અવસર કોઈ ધાન્યની લણણીની સમૃદ્ધિભરી સમાપ્તિનો હોય, અથવા તો ખૂની લુંટારાઓ સાથેના વિજયવંતી યુદ્ધનો હોય; એ રીતે એકત્ર મળવાનો આશય સહુને માલૂમ હોય, જે શોર્ય-ઘટના ગાવાની છે તે અને જે નૃત્ય તેની સાથે ચાલવાનું છે તે પણ આખા વૃંદને સુપરિચિત હોય; સાથોસાથ લાગણીને, મનોભાવની એકાત્મકતા હોય. સુધરેલા સમાજની નાનીશી મંડળીમાં રસની કે વિચારની ભિન્નતા રહે તેવી ભિન્નતા આ લોક્વૃંદમાં ન હોય; એવા લોક્વૃંદનું નામ જ ‘ધ ફોક અર્થાત એક ગાતું, નાચતું અને કવિતા સર્જવાને માટે- અનેક્માંથી એક જ પ્રાણરૂપે ધબકતું માનવમંડળ.”

 

 ટૂંકમાં ‘પિપલ એઝ અ હોલ કોમ્પોઝીસ પોએટ્રી, વિધાઉટ ધ એજન્સી ઓફ ધ ઇન્ડીવિડ્યુઅલ ઓથર એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની મદદ વગર લોકવૃંદે જ એકત્રિત થઈને આ ગીતોની રચના કરેલી હોય છે.

 

‘ધ બેલેડ ઇન લિટરેચર પુસ્તકમાં હેન્ડરસન લખે છે કે – “ અત્યારે જે બધાં લગ્નગીતો પ્રાસાનુપ્રાસો તેમજ ભાષા-પ્રયોગના છેક કંગાલિયતના નમૂના થઈ પડયા છે, તેમાંના ઘણાની અંદર દક્ષતાભરી વર્ણનકલા અને નાટ્યયોચિત ઘટનાનિરૂપણ ઝબકી રહેલાં છે. _ _ _ જે સરળ શૈલીના હિસાબે તથા કરુણોર્મિનાં હિસાબે અજોડ લાગે છે. આવાં ગીતો શું માત્ર અપવાદરૂપ જ છે ? શું એ કોઈ એવા ઉચ્ચકોટિના જથ્થાબંધ કથાગીતોનું અસલી અસ્તિત્વ હોવાની સાક્ષી આપે છે?...” કોઈ વિદ્યાપ્રવીણ માણસોના રચેલા બલકે કોઈ વાર તો પ્રતિભા સંપન્ન મનુષ્યોનાં રચેલાં હશે ?

 

ઝવેરચંદ મેઘાણી લખે છે:- “બેલેડ એટલે ગીતકથા- ‘અ ટેઈલ ટેલિંગ ઈટસેલ્ફ ઇન વર્સ”

‘ગીત વાટે પોતાને વર્ણવતી કોઈ લોકકથા

 

સીડની લખે છે: “એ પણ સુમધુર પ્રમાણમાં ગોઠવાયેલા શબ્દો અને જાદુભરી સંગીતકલાની સંગાથે તમારી સન્મુખ આવે છે અને એ તમારી પાસે કોઈ એક કથા લઈને આવે છે; બચ્ચાને રમતમાંથી રોકી રાખે તથા વૃદ્ધોને સીડી પરથી ખડા કરી મૂકે એવીકથા લઈને એ આવે છે.”

 

હસુ યાજ્ઞિક:- ગુજરાતી લોકસાહિત્યનાં કથાગીતો વિશે વાત કરતા –

 

દેવકથાઓ- શિવપાર્વતી, શંકર-ભીલડી કથા, હરિ-દાસની કથાને મૂકે છે.

ભક્તચરીતમાં- સત્યવાન-સાવિત્રી, હરિશ્ચન્દ્ર-તારામતી, ભરથરીની કથા, ગોપીચંદ-મેનાવતીની કથા, પ્રહલાદની કથા, મીરાંબાઈ અને કુંવરબાઈનાં માંમેરાની કથાને મૂકે છે.

 

લોક્દેવોમાં- અને વીરપૂજાનાં વિભાગમાં— ભાથીજી મહારાજ, આદિવાસી વીર સેન્દડો, રાણકદેવી- જસમા-ઓડણની કથા મૂકે છે.

 

વિવિધ સતીઓની કથાઓ: શિવબાઈ, મીઠીબાઈ, રૂપામાં, રાણીરૂપાંદે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ