Recents in Beach

TAT Mains Exam Patrlekhan|ટાટ મુખ્ય પરીક્ષા માટે પત્ર લેખન

એક પ્રતિષ્ઠિત ઉચ્ચ માધ્યમિક શાળાને એક ગુજરાતી શિક્ષકની જરૂર છે, એ માટે તમારે અરજી કરતો પત્ર લખવો છે.

 

                                                                                                    સરનામું-૧,

તારીખ:-૦૫-૦૯-૨૦૨૩.

પ્રતિ,

આચાર્યશ્રી,

ઉચ્ચ માધ્યમિક શાળા,

સરનામું-૨.

        વિષય:- ગુજરાતી વિષયના શિક્ષકની નીમણુંક બાબતે

માનનીય આચાર્યશ્રી,

       સાદર નમસ્કાર.

       આપની શાળામાં ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા પૂરવાની છે એ બાબતની જાહેરાત તારીખ ૩૦-૦૮-૨૦૨૩નાં ‘સંદેશ દૈનિકમાં વાંચી. એ સંદર્ભમાં હું ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા માટે અરજી કરું છું.

મારું નામ ABC છે. હું ૨૪ વર્ષનો યુવક શિક્ષિત પરિવારમાંથી આવું છું.

     મેં બી.એ ની ડીગ્રી ૨૦૧૬માં અને બી.એડ.ની ડીગ્રી ૨૦૧૮માં ગુજરાત યુનીવર્સીટીમાંથી મેળવી છે. બી.એ.માં મારા મુખ્ય વિષય ગુજરાતી અને ગોણ વિષય હિન્દી હતા. મેં ૬૫% ગુણાંક મેળવ્યા છે. મને બી.એડ.ની પરીક્ષામાં પણ ૮૫% ગુણાંક મળ્યા છે.

   મને અમદાવાદની નામાંકિત શાળામાં ભણાવવાનો અનુભવ છે. મને લાગે છે કે આપની પ્રતિષ્ઠિત શાળામાં મારી કારકિર્દી ઉજ્જવળ બનશે. મને ખાતરી છે કે હું થોડા જ સમયમાં વિદ્યાર્થીઓમાં એક લોકપ્રિય શિક્ષક તરીકેની ચાહના મેળવી શકીશ અને આપની પ્રતિષ્ઠિત શાળાની એક સંનિષ્ઠ સભ્ય તરીકે મારી જાતને પુરવાર કરીશ.

  મને વાંચવાનો, ગાવાનો તેમજ અન્ય કેટલીય શિક્ષણેતર પ્રવૃત્તિઓનો શોખ છે. હું કેટલીય સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવી છું. આ સાથે હું મારી ડીગ્રીના પ્રમાણપત્રો તથા કેટલાંક શિક્ષણેતર પ્રમાણપત્રોની યાદી બીડું છું.

  ટૂંક સમયમાં જ અમે આપની શાળાના નજીક સ્થાયી થવાના છીએ. એટલે આ શાળામાં ભણાવવાની તક આપશો તો મને ઘણું અનુકૂળ પડશે.

   પ્રત્યુત્તરની અપેક્ષા સાથે વિરમું છું.

   આભાર.

                                                                              લી.

                                                                                              આપનો વિશ્વાસુ

                                                                                 (ABC)

 

બીડાણ:

૧. બી.એ.નું પ્રમાણ પત્ર તથા ગુણાંકનપત્ર

૨. બી.એડ.નું પ્રમાણપત્ર તથા ગુણાંકનપત્ર

૩. આંતરરાષ્ટ્રીય શાળાની ગાયન-સ્પર્ધાનું પ્રમાણપત્ર

૪. આંતર કૉલેજની અંતાક્ષરી સ્પર્ધાનું પ્રમાણપત્ર

૫. આંતરકૉલેજ વકૃત્ત્વ-સ્પર્ધાનું પ્રમાણપત્ર

૬. આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું પ્રમાણપત્ર.


 



  ચર્ચાપત્ર માટે અંહી Click કરો 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ