ગુજરાતી સમાનર્થી શબ્દ આપો (એક શબ્દના બે સમાનર્થી શબ્દ આપો)
TAT મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા ધોરણ-૧૨ નાં
પુસ્તકમાંથી તૈયાર કરેલ 188 સમાનર્થી શબ્દો જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે
તેમ જ ટાટ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી થશે.
સમાનાર્થી
શબ્દો એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દોનો અર્થ સમાન જેવો
થાય છે. સમાનાર્થી શબ્દોનો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપયોગ વાક્યમાં
અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભાષાના વ્યાકરણના મહત્વના અંગ છે. વાક્યમાં સમાન
અર્થ વાળા શબ્દોને એક બીજાની જગ્યાએ અદલા-બદલી કરી શકાય છે.
GSEB Class 12 Gujarati Vyakaran Synonyms સમાનર્થી શબ્દ
૧.અખિલ- આખું –
સમસ્ત ૨. બ્રહ્માંડ – વિશ્વ – જગત
૩. ભૂમિ- જમીન –
ધરા ૪. કનક – સોનું – સુવર્ણ
૫. દેહ – શરીર –
કાયા ૬. તેજ – પ્રકાશ – અજવાશ
૭. પાણી – જળ – નીર ૮. ઘાટ – આકાર – દેખાવ
૯. ગ્રંથ –
પુસ્તક – ચોપડી ૧૦. પ્રીત – પ્રીતિ –
પ્રેમ
૧૧. આવરણ–આચ્છાદન-ઢાંકણ ૧૨. મહાવરો- અભ્યાસ- આદત
13. હતભાગી-
કમનસીબી- અભાગિયું ૧૪. સુભગ- સુંદર- રમણીય
૧૫. કમાડ-
દરવાજો- બારણું ૧૬. હાટ- દુકાન- પેઢી
૧૭. વેર- અદાવત-
દ્વેષ ૧૮. મહેરબાની- કૃપા- રહેમ
૧૯. રંજ- ખેદ-
દિલગીરી ૨૦. કપડું- લૂગડું-
વસ્ત્ર
૨૧. કૌતક-
આશ્ચર્ય- નવાઈ ૨૨. શ્વાન- કૂતરો-
ડાઘિયો
૨૩. નરેશ-
નરેન્દ્ર- નૃપતિ ૨૪. કરૂપ- બદસૂરત- બેડોળ
૨૫. ધવલ- શ્વેત-
સફેદ ૨૬. વહ્નિ- અગ્નિ- આતશ
૨૭. પહેરામણી-
કરિયાવર- દહેજ ૨૮.ભરથાર- પતિ- કંથ
૨૯. જરા-
વૃદ્ધત્વ- ઘડપણ ૩૦. વ્હાલ- હેત-
પ્રેમ
૩૧. સભ્ય-
વિવેકી- શિષ્ટ ૩૨. શંકા- સંશય- વહેમ
૩૩. સેવક- દાસ- નોકર ૩૪. અજ્ઞા- આદેશ- ફરમાન
૩૫. વિભૂતિ-
સંપત્તિ- ઐશ્વર્ય ૩૬. દોષ- વાંક- અપરાધ
૩૭. મિત્ર- સાથી-
ભેરુ ૩૮. પ્રવાસ- મુસાફરી- સફર
૩૯. શ્રમ- મહેનત-
પુરુષાર્થ ૪૦. ઇષ્ટ- યોગ્ય- હિતાવહ
૪૧. મૂરખ- ગમાર-
પામર ૪૨. મસ્તક- શિર- શીશ
૪૩. અમૃત- અમી-
સુધા ૪૪. બાણ- શર- તીર
૪૫. કાળ- સમય-
વખત ૪૬. વિષ- ઝેર- હળાહળ
૪૭. ક્રોધ- કોપ-
ગુસ્સો ૪૮. સંત- સાધુ- સંન્યાસી
૪૯. ઉર- હ્રદય-
હૈયું ૫૦. સૂરજ- ભાસ્કર-
સૂર્ય
૫૧. ધૃષ્ટ-
બેશરમ-ઉદ્વત ૫૨. અલબત્ત- ખચીત-બેશક
૫૩. ઈરાદો- આશય-
હેતુ ૫૪. કબજો- નિયંત્રણ- કાબૂ
૫૫. નિરર્થક-
વ્યર્થ- મિથ્યા ૫૬. ડોશી- માજી-
બુઢ્ઢી
૫૭. ભેટ- બક્ષિસ-
ઈનામ ૫૮. વિવેક- સભ્યતા- વિનય
૫૯. ઘી- ધૃત-
અમૃતસાર ૬૦. યાચક- માગણ- ભિખારી
૬૧. શ્યામ- કાળું-
કૃષ્ણ ૬૨. નીર- જળ- વારિ
૬૩. મેઘ- પયોધર-
નીરદ ૬૪. નીમ- સંકલ્પ- પ્રતિજ્ઞા
૬૫. ખાટલો- ખાટ-
ચારપાઈ ૬૬. સર્વ- બધું- સમગ્ર- સઘળું
૬૭. અંબર- આકાશ-
નભ ૬૮. આંખ- નેત્ર- નેણ- નયન
૬૯. નીલ- વાદળી-
આસમાની ૭૦. મુખ- મોં- ચહેરો
૭૧. મનોહર- રમ્ય-
સુંદર ૭૨. સાવ- તદ્દન- બિલકુલ
૭૩. હલવાઈ- સુખડિયો-
કંદોઈ ૭૪. કુદરત- નિસર્ગ- પ્રકૃતિ
૭૫. વિનંતી-
વિજ્ઞપ્તિ- અરજ ૭૬. શિખર-શૃંગ- ટોચ
૭૭. ફૂલ- પુષ્પ-
સુમન ૭૮. અલ્પ- થોડું- ઓછું
૭૯. શંકા- સંદેહ-
વહેમ ૮૦. પવિત્ર- પાવન- શુદ્ધ
૮૧. ડુંગર-
પર્વત- પહાડ ૮૨. સૈયરું- સહિયર-
સખી
૮૩. સમદર- સાગર-
દરિયો ૮૪. કરમ- નસીબ- પ્રારબ્ધ
૮૫. ખેદ- રંજ-
દિલગીરી ૮૬. સંદેશો- કહેણ- ખબર
૮૭. કોરવું-
વીંધવું- કોતરવું ૮૮. અબોલ-
મૂંગું- ચૂપ
૮૯. દૂધ- દુગ્ધ-
પય ૯૦. વેઠવું- ખમવું-
નિભાવવું
૯૧. પત્ર-
ચિઠ્ઠી- કાગળ ૯૨. પરાક્રમ-
બહાદુરી- શૂરાતન
૯૩. સંહાર- નાશ-
વિનાશ ૯૪. પથ- રસ્તો- માર્ગ
૯૫. દીપ- દીવડો-
દીપક ૯૬. આક્રંદ- વિલાપ- રુદન
૯૭. પ્રયાસ-
શ્રમ- મહેનત ૯૮. વન- અરણ્ય- કાનન
૯૯. હથિયાર-
શસ્ત્ર- આયુધ ૧૦૦. મંગલ- શુભ-
કલ્યાણ
ગુજરાતી પર્યાયવાચી શબ્દ
૧૦૧. વિવશ-
લાચાર- નિરુપાય ૧૦૨. બાણ- શર- તીર
૧૦૩. ધૈર્ય-
ધીરજ- ધૃતિ ૧૦૪. અનુજ્ઞા-
અજ્ઞા- રજા
૧૦૫. જેલ-
કેદખાનું- કારાગાર ૧૦૬. સંમતિ-
મંજુરી- પરવાનગી
૧૦૭. કર્તવ્ય-
ફરજ- ધર્મ ૧૦૮. વપુ- શરીર- તન
૧૦૯. અભિલાષા-
ઉમેદ- અરમાન ૧૧૦. સાક્ષી- શાહેદી- સાખ
૧૧૧. મંજૂરી-
સંમતિ- બહાલી ૧૧૨. સૌજન્ય-
સુજનતા- ભલાઈ
૧૧૩. રિપુ-
શત્રુ- વેરી ૧૧૪. મનસ્વી-
સ્વચ્છંદી- તરંગી
૧૧૫. અવહેલના-
અનાદર- અવગણના ૧૧૬. ફેંસલો- ચુકાદો- નિકાલ
૧૧૭. દંભ- ડોળ-
પાખંડ ૧૧૮. ભૂલ- ખામી- કચાશ
૧૧૯. માફી-
દરગુજર- ક્ષમા ૧૨૦. કેફ- નશો-
ઘેન
૧૨૧. તાસીર-
પ્રકૃતિ- સ્વભાવ ૧૨૨. ખેવના-
ઈચ્છા- આશા
૧૨૩. દીપ- દીવડો-
દીપક ૧૨૪. મંગલ- શુભ- કલ્યાણ
૧૨૫. પવિત્ર-
પાવન- શુદ્ધ ૧૨૬. સમીપ- નજીક-
પાસે
૧૨૭. ઘટના- બનાવ-
પ્રસંગ ૧૨૮. પથ્થર- પાષાણ- પહાણો
૧૨૯. બાળક- બાળ-
શિશુ ૧૩૦. આયનો- અરીસો- દર્પણ
૧૩૧. પવન- સમીર-
અનિલ ૧૩૨. શરીર- કાયા- દેહ
૧૩૩. કુટિર- ઝૂંપડી-
મઢૂલી ૧૩૪. મહેમાન- અતિથિ-
પરોણો
૧૩૫. એષણા-
ઈચ્છા- અરમાન ૧૩૬. ગોત્ર- વંશ- કુળ
૧૩૭. કમળ- પંકજ-
નીરજ ૧૩૮. ભોજન- ખાણું- જમણ
૧૩૯. ઊંઘ-
નિદ્રા- નીંદર ૧૪૦. કમનીય-
રમ્ય- સુંદર
ધોરણ-૧૨ ગુજરાતી સમાનર્થી શબ્દ
૧૪૧. કલ્પના-
ધારણા- ખ્યાલ ૧૪૨. ઓલિયો- સંત-
ફકીર
૧૪૩. ચુકાદો-
ફેંસલો- ન્યાય ૧૪૪. શાણા-
ડાહ્યા- સમજુ
૧૪૫. અલોપ- ગાયબ-
અદ્રશ્ય ૧૪૬. દૂઝે- ઝમે- ટપકે
૧૪૭. હાથ- કર-
હસ્ત ૧૪૮. ઉચાટ- ચિંતા-
ફિકર
૧૪૯. ફળિયું-
મહોલ્લો- શેરી ૧૫૦. ચોકીદાર-
પહેરો- રખેવાળી
૧૫૧. ધરતી- અવનિ-
પૃથ્વી- વસુધા ૧૫૨. સરખામણી- તુલના-
ઉપમા
૧૫૩. સૂગ-અણગમો-
ઘૃણા ૧૫૪. ઢબ- રીત- પદ્ધતિ
૧૫૫. નેત્ર- નયન-
દગ ૧૫૬. સમજ- અક્કલ-
ડહાપણ
૧૫૭. બુદ્ધિ-
મતિ- પ્રજ્ઞા ૧૫૮. કોમળ-
નરમ- મૃદુ
૧૫૯. ઘરેણું-
અલંકાર- આભૂષણ ૧૬૦. મીઠું- લવણ-
સબરસ
ગુજરાતી સમાનાર્થી શબ્દો std 12
૧૬૧. સાકર-
શર્કરા- મોરસ ૧૬૨. એષણા-
ઈચ્છા- અરમાન
૧૬૩. કાળ- સમય-
વખત ૧૬૪. સૂનકાર- ઉજ્જડ- વેરાન
૧૬૫. ગોઠિયો-
મિત્ર- સખા ૧૬૬. સુંવાળપ-
નાજુકતા- કોમળતા
૧૬૭. ગોષ્ઠિ-
વાતચીત- ગોઠડી ૧૬૮. મૂડી- પૂંજી-
દોલત
૧૬૯. અનુમતિ-
સંમતિ- અનુમોદન ૧૭૦. રસોડું-
પાકશાળા- રાધણીયું
૧૭૧. વેળુ-
વેકૂર- રેતી ૧૭૨. ગુનો-
અપરાધ- વાંક
૧૭૩. રાત- નિશા-
રજની ૧૭૪. રાંક- દિન-
ગરીબ
૧૭૫.દારૂણ-
ભયંકર- ભીષણ ૧૭૬. અનુકંપા-
દયા- કૃપા
૧૭૭. દેદીપ્યમાન-
ઝગમગતું- ઝળહળતું ૧૭૮. પ્રદાન- યોગદાન-
ફાળો
૧૭૯. અભાગિયો-
દુર્ભાગી- કમનસીબી ૧૮૦. મામૂલી- તુચ્છ-
સામાન્ય
૧૮૧. બંધુતા-
ભાઈચારો- મૈત્રી ૧૮૨. ઊંઘ-
નિદ્રા- નીંદર
૧૮૩. અભિપ્રાય-
મત- રાય ૧૮૪. સજા- દંડ-
શિક્ષા
૧૮૫. નિર્ણય-
ફેંસલો- નિશ્ચય ૧૮૬. રહેઠાણ-
આવાસ- નિવાસ
૧૮૭. આશય- હેતુ-
ઈરાદો ૧૮૮. પૈસાદાર-
ધનિક- શ્રીમંત
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈