રૂઢિપ્રયોગ અર્થ અને એનો વાક્ય પ્રયોગ જે આવનારી ટાટ મુખ્ય પરીક્ષા પેપર-1 માટે ખૂબ જ ઉપયોગી થનાર છે.
રૂઢિપ્રયોગ અર્થ અને એનો વાક્ય પ્રયોગ
૧. વેર
વાળવું- શત્રુતા (અદાવત)નો બદલો લેવો
વાક્ય: આજે નકસલવાદીઓ વેર વાળવા નિર્દોષ
જવાનોને મારી નાખે છે.
૨. રવાડે
ચડવું- ખોટો માર્ગ લેવો
વાક્ય: એક વાર વ્યસનના રવાડે ચડી જાઓ પછી
જિંદગી બરબાદ થઇ જાય.
૩. ચોર-નજરે
નોંધી લેવું- ચોરી કરવાની દ્રષ્ટિથી મનમાં ટપકાવી લેવું
વાક્ય: આતંકવાદીઓ જ્યાં આંતક કરવો હોય તે જગ્યા ચોર-નજરે
નોંધી લેતા હોય છે.
૪. સગડ કાઢવો-
બાતમી મેળવવી
વાક્ય: પોલીસે ચોરને સગડ કાઢીને તેમને પકડી
લીધા.
૫. હાથફેરો
કરવો- ઉચાપત કરવી, ચોરી કરીને બધી જ વસ્તુઓ લઇ જવી
વાક્ય: ઝવેરીના દુકાનમાં ચોર હાથફેરો કરીને
દસ લાખના ઘરેણા ઉપાડી ગયા.
૬. સરવાળા-બાદબાકી
ન કરવી- કરવું કે ન કરવું એવી મથામણ ન કરવી
વાક્ય: આતંકવાદીઓને પોતાનું આતંકી કૃત્ય સારું કે
નહિ તેની સરવાળા-બાદબાકી કરવાની આદત નથી હોતી.
૭. ડઘાઈ જવું-
ગભરાઈને ચોંકી જવું
વાક્ય: ઘરમાં ઓચિંતા ઘુસેલા ચોરને જોઇને એકલા રહેતા
ઘરડા માજી ડઘાઈ ગયા.
૮. ક્ષોભીલા
બનવું- ભોંઠપ અનુભવવી, ઝંખવાણા પડી
જવું
વાક્ય: પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ જતાં નીલેશ ક્ષોભીલો
બની ગયો.
૯. હવાલે કરી
દેવું- સોંપી દેવું
વાક્ય: ચોરીનો મુદ્દામાલ પકડી પાડીને, તે તેના માલિકને હવાલે કરી દીધો.
૧૦. અરધી અરધી
થઈ જવી- હરખઘેલી થઈ જવી, આનંદવિભોર થઈ
જવી
વાક્ય: પુત્રવધૂ આરતીને ઘેર ઘણાં વર્ષે પુત્રનો જન્મ
થતાં દાદીમાં અરધા અરધા થઈ ગયાં.
૧૧.માન
મુકાવવું- અભિમાન છોડાવવું
વાક્ય: સંદીપભાઈએ માન મૂકીને ભાગીદાર સાથે સમાધાન
કરી લીધું.
૧૨. કર ઘસવું-
હારી જવું, નાસીપાસ થઈ જવું
વાક્ય: ઘણાં પ્રયત્ન કરવા છતાં દાગીના પાછા ન મળતાં
કરસન કર ઘસતો રહી ગયો.
૧૩. જોખી
જોખીને બોલવું- ખૂબ વિચારીને બોલવું
વાક્ય: વિદ્વાનોની સામે ભાષણ આપવાનું આવે ત્યારે
પૂનમ હંમેશા જોખીજોખીને બોલે છે.
૧૪. કામે લાગી
જવું- કામમાં મંડી પડવું
વાક્ય: બહુ હસીમજાક ચાલ્યા પછી શિક્ષકે
વિદ્યાર્થીઓને કામે લાગી જવા કહ્યું.
૧૫. રાવ ખાવી-
ફરિયાદ કરવી
વાક્ય: દિનેશે ગુસ્સામાં આવી દુર્ગેશને લાફો મારી
દીધો એટલે દુર્ગેશે તેના પિતા આગળ રાવ ખાધી.
૧૬. ઊણા ઊતરવું- નાના દેખાવું, નબળા પડવું
વાક્ય: અનુભવી
શિલ્પીની કારીગરી પાસે બિનઅનુભવી શિલ્પીની કારીગરી ઘણી ઊણી ઊતરે.
૧૭. લોભ થવો- ઈચ્છા થવી
વાક્ય: સાડીની દુકાનમાં અનોખી ચંદેરી જોઇને દીપિકાને
એ સાડી ખરીદવાનો લોભ થયો.
૧૮. ઠરી-ઠામ
બેસવું- સ્થિર થઈ રહેવું
વાક્ય: જીવનમાં ખૂબ ઉધામ કર્યા પછી હવે શંકરલાલ ઠરી-ઠામ
બેઠા છે.
૧૯. હરી
લેવું- મોહી લેવું
વાક્ય: શ્રીકૃષ્ણે ગોકુળમાં ગોપીઓના મન હરી લીધાં
હતાં.
૨૦. રોડવી
લેવું- ચલાવી લેવું
વાક્ય: ઘરમાં ગોળ ખલાસ થઈ જતા મમ્મીએ કહ્યું કે આજે
ગોળ વિના રોડવી લેશું.
૨૧. ઠઠયા
રહેવું- લાચારી ભોગવવી, સમસમી જવું
વાક્ય: ખરે સમયે કિરીટે ઉછીના લીધેલા પૈસા પાછા ન
આપતાં કેતનને પૈસા વિના ઠઠયા રહેવું પડયું.
૨૨. ભોંઠા
પડવું- ક્ષોભીલા પડવું, શરમાવા જેવું
થવું
વાક્ય: વિદ્યાર્થી
વર્ગમાં સૌની હાજરીમાં ખોટું બોલતાં પકડાઈ જતાં તે ક્ષોભીલો પડી ગયો.
૨૩. ખોટી ઠરવી- જુઠા પડવું, જુઠા પુરવાર
થવું
વાક્ય: સાસુએ દીકરાની હાજરીમાં વહુને ખોટી ઠરાવી.
૨૪. ચોર
કોટવાળને દંડે- પોતે ગુનેગાર છતાં સામાને ગળે પડવું, તેના પર આરોપ મૂકવો
વાક્ય: પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતાં સુરેશે ચોર
કોટવાળને દંડે તેવું તેણે રમેશ સાથે કર્યું.
૨૫. ઘર
ભાંગતું બચી જવું- ગૃહસ્થજીવન/ઘરસંસાર બરબાદ થતાં બચી ગયો
વાક્ય: વડીલે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવતાં તેમનું
ઘર ભાંગતા બચી ગયું.
રૂઢિપ્રયોગનો અર્થ
૨૬. મરણપથારીએ
પડવું- જીવનની અંતિમ અવસ્થાવાળી માંદગી આવવી
વાક્ય: ડોશી
મરણપથારીએ પડતાં તેમણે સંસારમાંથી વૃત્તિ વાળી લીધી.
૨૭. ઉલાળઘરાળ
ન હોવું- આગળ- પાછળની ચિંતા ન હોવી
વાક્ય: ધારાબેન પરણ્યા નહોતા એટલે તેમને ઉલાળઘરાળ
જેવું કાંઈ નહોતું.
૨૮. વળતાં
પાણી થવાં- (અંહી) રોગમાં સુધારો થવો
વાક્ય: રીનાબહેને પોતાની તબિયતનું સતત ધ્યાન રાખ્યું
એનાથી તેમના વળતાં પાણી થયાં.
૨૯. અધીરા બની
જવું- ઉતાવળા થઈ જવું
વાક્ય: મીના તેની પરીક્ષાનું પરિણામ જાણવા અધીરી
બની ગઈ.
૩૦. વરદી આપી
દેવી- સૂચના આપી દેવી, કામકાજ અંગેની ખબર આપવી
વાક્ય: શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી
કરવાની વરદી આપી દીધી.
૩૧. રટણ કરવા
મંડી પડવું- એકની એક વાતનું સતત રટણ કર્યા કરવું.
વાક્ય: મંદિરમાં ભક્તો ભજનનું રટણ કરવામાં મંડી
પડયા.
૩૨. આડે
આવવું- વચ્ચે આવવું, અવરોધરૂપ થવું
વાક્ય: ભિખારીઓ રસ્તામાં આડે આવી અમને પરેશાન
કરતા હતા.
૩૩. સંકેત
કરવો- ઈશારો કરવો
વાક્ય: છગનભાઈએ વાતવાતમાં મગનભાઈને ધંધામાં જોડાવાનો
સંકેત કર્યો.
૩૪. હવાઈ
કિલ્લા બાંધવા- અસંભવ કે અશક્ય મનોરથ સેવવા
વાક્ય: શેખચલ્લી હંમેશાં હવાઈ કિલ્લા બાંધવામાં
હોશિયાર રહેતો.
૩૫. જીવ બળવો-
સંતાપ થવો, દુઃખ થવું
વાક્ય: મમ્મી સામે બોલતાં તો બોલી ગઈ, પણ પાછળથી દીકરીનો જીવ બળ્યો.
૩૬. દિંગ
થવું- આશ્ચર્યચકિત થઈ જવું
વાક્ય: કોરવની સૈના જોઈ અર્જુન દિંગ થઈ ગયા.
૩૭. આડું જોઈ
સ્મિત કરવું- કોઈને ન દેખાય એ રીતે વાત પર હસવું
વાક્ય: અર્જુન યુદ્ધ કરવા નાં પાડતા દુર્યોધન આડું
જોઈ સ્મિત કરવા લાગ્યા.
૩૮. શરીરમાં
કાંટા ઘર કરી વસવા- શત્રુભાવ કાયમી થવો
વાક્ય: દુર્યોધન પાંડવો વિરુદ્ધ શરીરમાં કાંટા ઘર
કરીને વસ્યો હતો.
૩૯. લોહીના
ડાઘ ન જવા- કલંક દૂર ન થવું
વાક્ય: મહાભારતનું યુદ્ધ પૂરું થયાને ઘણો સમય થયો પણ
અર્જુન પરથી લોહીના ડાઘ હજુ પણ ન ગયા.
૪૦. લોહીનાં
આંધણ મુકાવા- અનેકના મૃત્યુ થવાં
વાક્ય: મહાભારતની યુદ્ધમાં લોહીનાં આંધણ મુકાયા
હતા.
૪૧. દાવ ખેલાઈ
જવો- યુદ્ધ પૂરું થવું
વાક્ય: કૃષ્ણનાં સમજાવ્યા પછી મહાભારના યુદ્ધનો
દાવ ખેલાઈ ગયો.
૪૨. કાન
બુઠ્ઠા હોવા- સંવેદના વિનાનું હોવું.
વાક્ય: અર્જુન મહાભારતની યુદ્ધમાં કાન બુઠ્ઠા
કરીને લડયા હતા.
૪૩. લડાઈનો
રંગ ચડાવવો- લડવા માટે પ્રોત્સાહિત કરવા કે ઉશ્કેરવા
વાક્ય: કૃષ્ણએ અર્જુનને સમજાવીને લડાઈનો રંગ
ચડાવ્યો.
૪૪. શાંતિનો
દાવ ખેલવો- શાંતિ માટે પ્રયત્ન કરવા
વાક્ય: મહાભારતના યુદ્ધ પહેલાં કૃષ્ણએ શાંતિનો
દાવ ખેલ્યો.
૪૫. ખાંડ
ખાવી- ભૂલ કરવી
વાક્ય: મહાભારતનું યુદ્ધ કરીને દુર્યોધનને ખાંડ
ખાવી પડી.
૪૬. રાતી આંખે
જોઈ રહેવું- ગુસ્સો દર્શાવવો
વાક્ય: દુર્યોધન પાંડવોને રાતી આંખે જોઈ રહ્યો
હતો.
૪૭. ઝૂરી
મરવું- વિયોગમાં ટળવળવું
વાક્ય: પ્રેમિકા પ્રેમીના યાદમાં ઝૂરી મરે છે.
૪૮. મુખ
વાંચવું- મુખના હાવભાવ જાણવા
વાક્ય: પોલીસ ગુનેગારનું મુખ વાંચન કરવા
લાગી.
૪૯. દેવ થવું-
અવસાન થવું, મૃત્યુ થવું
વાક્ય: બા અચાનક દેવ થયાં એટલે પ્રવાસનો
કાર્યક્રમ રદ કર્યો.
૫૦. વાત દાબી
દેવી- વાત સમેટી લેવી
વાક્ય: વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કર્યા બદલ
પસ્તાવો થતાં શિક્ષકે તેને માફ કરીને વાત ત્યાં જ દાબી દિધી.
૫૧. ગાળ ખાઈ
લેવી- અપશબ્દો સહન કરી લેવા
વાક્ય: સંજયની ભૂલ ન હોવા છતાં ગાળ ખાઈ લીધી.
૫૨. સુખ
ઉપજવું- સારું લાગવું
વાક્ય: બીમાર પડેલી માં એ જયારે વિદેશથી આવેલા
દીકરાનો ચેહરો જોયો ત્યારે થોડું સુખ ઉપજ્યું.
૫૩. મન ન થવું-
ઈચ્છા ન થવી
વાક્ય: એકવાર તો માં ને દીકરાથી છુટું પડવા મન ન
થયું.
૫૪. વાત પતાવી
નાખવી- વાતનો અંત લાવવો
વાક્ય: સમયના અભાવે મગને વાત પતાવી નાખી.
૫૫. ચોંકી
ઉઠવું- ચેતી જવું, નવાઈ પામવું
વાક્ય: મસ્તી કરતા વિદ્યાર્થીઓ શિક્ષકને સામે જોઇને ચોંકી
ઉઠયા.
૫૬. મન ઢીલું
પડવું- મનથી નિર્બળ થઈ જવું
વાક્ય: પિતાના અવસાન પછી માનું મન ઢીલું પડી ગયું હતું.
રૂઢિપ્રયોગ અર્થ વધુ માટે અંહી Click કરો
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈