Recents in Beach

20++ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । NEW GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI

Gujarati ukhanawith answer : નમસ્કાર મિત્રો, આ લેખમાં અમે ગુજરાતીમાં કેટલાક કોયડાઓ મુક્યા છે.  ગુજરાતી ઉખાણાં અને પહેલીયા વાંચન મન ને ગતિ આપે છે. તમે આ ગુજરાતી ઉખાણા વાંચીને જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો. તમે તમારા મિત્રોને પણ આ કોયડો પૂછી શકો છો અને તેમની બુદ્ધિ ચકાસી શકો છો. તો ચાલો riddles ingujarati (gujarati ukhana) શરૂ કરીએ.


ગુજરાતી ઉખાણાં  New Gujarati ukhana


૧) ધેનુ ચરૈયા, બંસી બજૈયા
રાસ રચૈયા,
 કાલી નથૈયા ….

 

૨) નારાયણ નારાયણ કરતાં જગ આખામાં ફરતા
વાત કઢાવતા,
 દેવ દાનવોને લડાવતા 

 

૩) મોટા થઈને ફરતા, રૂવાબ બતાવતા
હળ ખભે રાખતા,
 સંકર્ષણ કહેવાતા 

 

૪) માતા રોહિણી સંગે સહેલી બનતા
મહીં મથવતા,
 ગોપીઓને ખીજાતા 

 

૫) કાન્હના બાબા, ગૌધન સાચવતાને
ગોકુળ ગામના મુખીયા કહેવાતા
 

 


 

ઉખાણાં અને જવાબ

 

૬) ખિલે એક ફૂલ
થાય અંધારું ડૂલ
 

 

૭) હાથી ઘોડા ફર્યા કરે પણ, પગ એમના ચાલે ના
સવાર પીઠે ઘૂમ્યા કરે,
 ને ફરવાની મજા લીધા કરે 

 

૮) પીધા કરે પણ શરમ નથી
ચિતર્યા કરે પણ કલમ નથી
 

 

૯) કાગળની છે કાયા, અક્ષરની છે આંખ
અલકમલકની સહેલ કરાવે,
 ખૂલે છે જ્યારે પાંખ 

૧૦) પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ ઘટતો જાય
સૂરજની તો લઈને સહાય,
 રાત્રીભર પ્રકાશ પાથરતો જાય 

 

૧૧) રંગે બહુ રૂપાળો છું
થોડું ખાઉં તો ધરાઇ જાઉં
વધુ ખાઉં તો ફાટી જાઉં
 

 

૧૨) પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં જ રહીને ફરું છું
પાણીના તરંગોમાં નાચું છું,
 પાણીમાં જ તરવું મારૂ કામ છે 

 

૧૩) અબૂકલું ઢબૂકલું, પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે,
 નાના મોટાઓનો આનંદ મારી સાથે છે 

 

૧૪) અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું
અંદર લાલમ લાલ,
 કાપીને બહેનીને આપ 

 

૧૫) લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ
 

 

૧૬) આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી
 

 

૧૭) બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય,
 પણ મોતી તેમાંથી એકપણ ન પડે 

 

૧૮) વડ જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી
 

 

૧૯) ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી
ખવાય છે પણ ખૂટતો નથી,
 બેઠક છે પણ બાજઠ નથી 

 

૨૦) ધોળું ખેતરને કાળા ચણા
હાથે વાવ્યાં ને મોં એ લણ્યા
 

 

૨૧) પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો પણ ચોર નહિ
ચતુર હોય તેઓ ચેતજો,
 મધુરો પણ મોર નહિ 

 

૨૨) સૂરજ સામે મન ભરીને જોયા કરે
સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને
 

 

૨૩) ધોમધખતો તડકો તાતો,
પાંદડીઑ પર ઝીલી
ઘર પાસે કેવો રહેતો ખિલી
 

 

૨૪) તડકો તાતો ચોમેર તપતો રહેતો
જામે ખરો ઉનાળો ત્યારે
પીળો પચરક વનવગડે ખિલતો રહેતો
 

 

૨૫) વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,
સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો
એના ફૂલની માળા પહેરી હનુમાનજી
 મલકાતા રહેતા .

 

૨૬) સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય
રાત જતી ને સુવાસ લઈને નવી સવાર
 આવતી જાય 

 

૨૭) ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય
જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય
 

 

૨૮) ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય
દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય.

 

જવાબ:

૧] ભગવાન શ્રીકૃષ્ણ, ૨] મહર્ષિ નારદજી, ૩] બલરામજી, ૪] માતા યશોદાજી, ૫]નંદબાબા,

૬] દીવો, ૭] ચકડોળ (મેરી ગો રાઉન્ડ), ૮] પીંછી, ૯] પુસ્તક, ૧૦] ચંદ્ર, ૧૧] ફૂગ્ગો, ૧૨] માછલી,

૧૩]પતંગ, ૧૪] કલિંગર – (તડબુચ), ૧૫] કલિંગર – (તડબુચ), ૧૬] તારા, ૧૭] તારા, ૧૮]આંકડો,

૧૯]હિંચકો, ૨૦] અક્ષર, ૨૧] પોપટ, ૨૨] સુરજમુખી, ૨૩] ગુલમહોર, ૨૪] ગરમાળો, ૨૫]આંકડો,

૨૬] પારીજાત, ૨૭] કેસૂડો, ૨૮] ટેલિવિઝન – (ટીવી).

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ