Gujarati ukhanawith answer : નમસ્કાર મિત્રો,
આ લેખમાં અમે ગુજરાતીમાં કેટલાક કોયડાઓ મુક્યા છે. ગુજરાતી ઉખાણાં અને પહેલીયા વાંચન મન ને ગતિ આપે છે.
તમે આ ગુજરાતી ઉખાણા વાંચીને જવાબ આપવાનો
પ્રયત્ન કરી શકો છો. તમે તમારા મિત્રોને પણ આ કોયડો પૂછી શકો છો અને તેમની બુદ્ધિ
ચકાસી શકો છો. તો ચાલો riddles ingujarati (gujarati ukhana) શરૂ કરીએ.
ગુજરાતી ઉખાણાં – New Gujarati ukhana
૧) ધેનુ
ચરૈયા, બંસી
બજૈયા
રાસ રચૈયા, કાલી
નથૈયા ….
૨)
નારાયણ નારાયણ કરતાં જગ આખામાં
ફરતા
વાત કઢાવતા, દેવ
દાનવોને લડાવતા …
૩) મોટા
થઈને ફરતા, રૂવાબ
બતાવતા
હળ ખભે રાખતા, સંકર્ષણ
કહેવાતા …
૪) માતા
રોહિણી સંગે સહેલી બનતા
મહીં મથવતા, ગોપીઓને
ખીજાતા …
૫)
કાન્હના બાબા, ગૌધન સાચવતાને
ગોકુળ ગામના મુખીયા કહેવાતા …
૬) ખિલે
એક ફૂલ
થાય અંધારું ડૂલ …
૭) હાથી
ઘોડા ફર્યા કરે પણ, પગ એમના
ચાલે ના
સવાર પીઠે ઘૂમ્યા કરે, ને
ફરવાની મજા
લીધા કરે …
૮) પીધા
કરે પણ શરમ નથી
ચિતર્યા કરે પણ કલમ નથી …
૯)
કાગળની છે કાયા, અક્ષરની
છે આંખ
અલકમલકની સહેલ કરાવે, ખૂલે છે જ્યારે
પાંખ …
૧૦)
પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ
ઘટતો જાય
સૂરજની તો લઈને સહાય, રાત્રીભર પ્રકાશ
પાથરતો જાય …
૧૧)
રંગે બહુ રૂપાળો છું
થોડું ખાઉં તો ધરાઇ જાઉં
વધુ ખાઉં તો ફાટી જાઉં …
૧૨)
પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં
જ રહીને ફરું છું
પાણીના તરંગોમાં નાચું છું, પાણીમાં જ તરવું
મારૂ કામ છે …
૧૩)
અબૂકલું ઢબૂકલું, પવનથી
હલકો થઈને
આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે, નાના
મોટાઓનો આનંદ
મારી સાથે છે …
૧૪)
અબૂકલું ઢબૂકલું, લીલું લીલું
માટલું
અંદર લાલમ લાલ, કાપીને
બહેનીને આપ …
૧૫) લાલ
કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ …
૧૬)
આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી …
૧૭)
બહેનીના માથેથી મોતી ભર્યો થાળ
વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય, પણ મોતી તેમાંથી
એકપણ ન પડે …
૧૮) વડ
જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી …
૧૯)
ચાલે છે પણ જીવ નથી, હલે
છે પણ
પગ નથી
ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે
પણ બાજઠ
નથી …
૨૦)
ધોળું ખેતરને કાળા ચણા
હાથે વાવ્યાં ને મોં એ લણ્યા …
૨૧)
પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો
પણ ચોર નહિ
ચતુર હોય તેઓ ચેતજો, મધુરો
પણ મોર નહિ …
૨૨)
સૂરજ સામે મન ભરીને જોયા કરે
સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને …
૨૩)
ધોમધખતો તડકો તાતો,
પાંદડીઑ પર ઝીલી
ઘર પાસે કેવો રહેતો ખિલી …
૨૪)
તડકો તાતો ચોમેર તપતો રહેતો
જામે ખરો ઉનાળો ત્યારે
પીળો પચરક વનવગડે ખિલતો રહેતો …
૨૫)
વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,
સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો
એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા
રહેતા .
૨૬)
સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને
મહેકાવતા જાય
રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી
જાય …
૨૭)
ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક
ખિલતો જાય
જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય …
૨૮)
ઘરના ખૂણે એકલું બેસીને બોલતું
જાય
દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય.
જવાબ:
૧]
ભગવાન શ્રીકૃષ્ણ, ૨] મહર્ષિ
નારદજી, ૩] બલરામજી, ૪] માતા
યશોદાજી, ૫]નંદબાબા,
૬] દીવો, ૭]
ચકડોળ (મેરી ગો રાઉન્ડ), ૮]
પીંછી, ૯]
પુસ્તક, ૧૦]
ચંદ્ર, ૧૧] ફૂગ્ગો, ૧૨]
માછલી,
૧૩]પતંગ, ૧૪]
કલિંગર – (તડબુચ), ૧૫]
કલિંગર – (તડબુચ), ૧૬]
તારા, ૧૭]
તારા, ૧૮]આંકડો,
૧૯]હિંચકો, ૨૦]
અક્ષર, ૨૧]
પોપટ, ૨૨]
સુરજમુખી, ૨૩] ગુલમહોર, ૨૪]
ગરમાળો, ૨૫]આંકડો,
૨૬]
પારીજાત, ૨૭]
કેસૂડો, ૨૮]
ટેલિવિઝન – (ટીવી).
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈