Recents in Beach

ફેક્સ એટલે શું? એનું કાર્ય|Fax Aetle su?

 ફેક્સફેકસીમાઈલ:-

 

 ઘણી ઔદ્યોગિક સંસ્થાઓ પાસે આ પ્રકારની સુવિધાઓ પણ હોય છે. ફેક્સ(Fax) મશીન દ્વારા સંદેશાની સાથે ડાયાગ્રામ્સ, ફોટોગ્રાફ્સ પણ મોકલી શકાય છે. જે ટેલેક્ષમાં શક્ય નથી. ફેક્સ મશીનનું જોડાણ ટેલીફોન સાથે જોડાયેલું હોય છે. જે દસ્તાવેજો મોકલવાના હોય તે દસ્તાવેજોને મશીનમાં ફીડ કરવાના હોય છે. તે ઇલેક્ટ્રોનીકલી સ્કેન થાય છે, અને સંજ્ઞારૂપે સંદેશો મેળવનારને પહોંચે છે. રીશીવિંગ મશીન ઉપર સમાંતરે એવી જ કૉપી નીકળે છે.

 


  ફેક્સ અને ટેલેક્ષ મશીનમાં સંદેશો ખુબ ઝડપી પહોંચે છે, મોકલ્યો અને મળ્યો. બસ, સેકન્ડો- મિનિટોમાં જ આ પ્રક્રિયા પૂરી થાય છે. પરંતુ ટેલેક્ષમાં એક છેડે, એક બાજુથી ટાઈપ થાય એ લખાણ બીજે છેડે ટાઈપ થઈને નીકળે છે. એટલે જેટલી વાર ટાઈપ કરતાં લાગે એટલી જ વાર ટાઈપ થઈને સામે છેડે નીકળવામાં લાગે છે. ફેક્સમાં નંબર ડાયલ કર્યો દસ્તાવેજો યંત્રમાં ગોઠવ્યા કે તરત જ બીજે છેડે એની કૉપી નીકળવા માંડે છે.

 


 ચાર્ટ્સ, ગ્રાફ્સ, બીજી દ્ર્શ્યાત્મક સામગ્રી ટેલેક્ષમાં ન મોકલી શકાય. ફેક્સ આવી સામગ્રી પણ સામે પહોંચાડે છે. ફેક્સમાં તરત જ સામે છેડે દસ્તાવેજોની ફોટો કૉપી નીકળે છે, એટલે આજના યુગમાં ટેલેક્ષ કરતાં ફેક્સનું મહત્ત્વ વધારે છે એ સહજ સ્વાભાવિક છે. ફેક્સમાં પ્રમાણપત્રો, ડીગ્રી સર્ટિફિકેટ, ટેસ્ટી મોનીયલ્સ, એગ્રીમેન્ટ, કોન્ટ્રકટ ફોર્મ, આવેદનપત્ર આ બધું જ મોકલી શકાય છે.

 


ફેક્સ – ફેકસીમાઈલ

 


ફેક્સ- ઓન ડિમાન્ડ (FOC):-

 

  ફેક્સ-ઓન ડિમાન્ડ ઓટોમેટીક રીતે ચાલતું ફેક્સ મશીન છે. જે આ છેડેથી થતી વિનંતી કે જરૂરિયાત પ્રમાણે ચોવીસ કલાક અથવા અઠવાડિયાનાં સાત દિવસ સુધી કીબોર્ડને અડક્યા વગર સંદેશા પહોંચાડી કે આપી શકે છે. પરંતુ એ માટે ફેક્સ મશીન સાથે સેટેલાઈટની લીંક હોવી જરૂરી બને છે. સંસ્થા એના થકી કોર્પોરેટ પ્રોફાઈલ, ઉત્પાદનો અંગેની જાણકારી, લેટેસ્ટ સૂચિપત્ર, ભાવપત્રક મોકલી શકે છે. આ દસ્તાવેજો ચોક્કસ કોડનંબર ઉપર સામે છેડેથી મેળવવા યોગ્ય માહિતી મેળવી શકે છે. આ માહિતી તેને ફેક્સમાં ફોટોકૉપી રૂપે મળી જાય છે. આ રીતે ઓર્ડરો આપી શકાય છે- મેળવી શકાય છે. ખરીદી થઈ શકે. અને ઓર્ડર સાથે ક્રેડિટ કાર્ડ માહિતી મોકલે તો સંસ્થાને ફેક્સ દ્વારા પેમેન્ટ પણ ચૂકવી શકાય છે. દુનિયાના એક છેડેથી બીજા છેડા સુધી આ રીતે સંદેશાની આપ-લે થઈ શકે છે.   



ટેલેક્ષ એટલે શું? જાણવા અહીં Click કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ