Recents in Beach

ઈ-મેઈલ એટલે શું? એનું કાર્ય જણાવો|E-mail nu kary

-મેઈલ:-

 

 ઈ-મેઈલનું જાણીતું નામ ઈલેક્ટ્રોનિક મેઈલ છે. ઈ-મેઈલ વાયા ટેલીકોમ્યુનિકેશનની સાથે જોડાઈને સંદેશાઓ આપે છે. જો બે કોમ્પ્યુટર ટર્મિનલ્સ, એકબીજાથી દૂર હોય પણ નેટવર્ક સાથે જોડાયેલાં હોય તો બંને એકબીજાને સંદેશાઓ મોકલી શકે છે. સંદેશો કોમ્પ્યુટરના પડદા ઉપર ટાઈપ થાય છે, અને ઇલેક્ટ્રિક ઈમ્પલ્સથી બીજા છેડે સંદેશો પહોંચે છે. જે માણસ કોમ્પ્યુટરને ઓપરેટ કરે અને એ માણસ સંદેશો મેળવનાર હોય તો સંદેશો મોકલનારનો સંદેશો સિગ્નલ દ્વારા સંદેશો મેળવનારને પહોંચે છે. આ સંદેશો તેના મેઈલ બોક્સમાંથી નીકળે છે અથવા એ માણસ ક્યારેક ક્યારેક સંદેશાઓ જોવા જ મેઈલ બોક્સ ખોલે છે, અને આવેલાં સંદેશાઓ વાંચી તેને ટેલીપ્રિન્ટર ઉપર ઉતારી શકે છે, આ સંદેશો તે કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકે છે. જો કોમ્પ્યુટર પાસે ફેક્સ હોય, ટેલીફોન કે ટેલેક્ષની સુવિધા તેના કોમ્પ્યુટર સાથે જોડાયેલી હોય તો ઈ-મેઈલ દ્વારા ટેલીફોનીક સંદેશો ટ્રાન્સમીટ કરી શકાય છે, અથવા ફેક્સરૂપે અગત્યના દસ્તાવેજો પણ મેળવી શકે છે, કોમ્પ્યુટરમાં ફેક્સ, ટેલીફોન અથવા ટેલેક્ષની સુવિધાઓનું જોડાણ કરી શકાય છે. ઈ-મેઈલનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. જો કે એનો ઉપયોગ કરનારે સમગ્ર રીતે કોમ્પ્યુટરની જાણકારી મેળવવી જ પડે એવું નથી. ઘણી દૂરની જગ્યાએ ઈ-મેઈલ કરવામાં ખર્ચ પણ ઘણો જ ઓછો થાય છે. ઈ-મેઈલ જ્યાં મોકલવાનો છે, તેનો નંબર હોવો જરૂરી છે, એમાં જરા પણ ભૂલ થાય તો ઈ-મેઈલ પહોંચતો નથી.

 

 

ફાયદા:-

 

   પ્રત્યાયનનું આ એક અતિઝડપી માધ્યમ છે. સામાન્ય ટપાલ દ્વારા સંદેશો મોકલવામાં ઘણી વાર ખૂબ મોડું થઈ જાય છે. ટપાલ સેવા કરતાં તો આજે કુરિયર સેવા ઉપર લોકોને વધારે શ્રદ્ધા છે. કુરિયર સેચાઓની મર્યાદાઓ પણ છે જ. ટેલીફોન સેવાની પણ ઘણી મર્યાદાઓ છે. ટેલેક્ષ, ફેક્સનો વિકલ્પ ઈ-મેઈલ બની શકે. ઈ-મેઈલનો વિકલ્પ નથી. આધુનિક ઈ-મેઈલ સિસ્ટમ ટેલીકોમ ચેનલો દ્વારા સંદેશાનું પ્રત્યાયન કરે છે. લાંબા અંતરે આ સંદેશો મોકલવો હોય તો પણ તેમાં ખર્ચ એકંદરે ઓછો આવે છે.

 

  ઈ-મેઈલ એની જાતે રીસીવર પાસે પહોંચી જતું નથી. ફોન ઉપર વાત કરવામાં ઘણી વાર ટેકનીકલ વ્યવધાનો નડે છે. ઈ-મેઈલનું આમ બનતું નથી. તમે તમારું મેઈલ બોક્સ ઉઘાડો છો અને સંદેશો પ્રાપ્ત કરી શકો છો. સંદેશો મેળવનાર હાજર હોય કે નાં હોય ઈ-મેઈલ સંદેશો પહોંચી જ જાય છે. રોજબરોજ ઈ-મેઈલ બોક્સ જોતાં રહીએ તો કોઈ ને કોઈ સંદેશો એમાં પેલો જ હોય છે. ઈ-મેઈલ, ટેલેક્ષ, ફેક્સ નંબરો ધરાવતી સંસ્થાઓ, વ્યક્તિઓ કોઈ ને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કોઈ કોન્ફરન્સ યોજવાની હોય ત્યારે આયોજકો આવો ઈ-મેઈલ નંબર મેળવી લેતા હોય છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માગતી વ્યક્તિ એ નંબર ઉપર પોતાનું એબ્સ્ટ્રેકટ મોકલી શકે છે. આવેદનપત્ર મોકલી શકે છે.

 

 એકસાથે ઘણી બધી વ્યક્તિઓને અથવા સંસ્થાઓને ઈ-મેઈલ કરી શકાય છે. ઈ-મેઈલમાં બંને વ્યક્તિઓ ટર્મિનલ્સ ઉપર બેઠાં હોય તો સુધારા-વધારા, ફેરફાર, સ્પષ્ટતા પણ થઇ શકે છે, અને ખૂટતી માહિતી તરત મેળવી કે પહોંચાડી શકાય છે.

 

 ઈ-મેઈલ સંદેશો એકદમ વધુ ખાનગી છે. સલામત છે, અને વિશ્વાસપાત્ર છે, એમાં સંદેશો પહોંચે છે, અને તે પણ બિલકુલ સલામત રીતે. સંદેશો મોકલનાર જ કોડનંબર જાણે છે એટલે બીજા કોઈની ખલેલ પહોંચવાનો એમાં સવાલ જ ઉભો થતો નથી.


 

 

ઈ-મેઈલ


વોઈસ મેઈલ:-

  વોઈસ મેઈલમાં સંદેશો મોખિક રૂપે પહોંચે છે. ઈ-મેઈલ નંબર પ્રમાણે તમે જે તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો.


દા.ત. ગુગલની જીમેલ (google - G-mail) સેવાઓનો આમાં સમાવેશ કરી શકાય છે. અન્ય કેટલાંક પલેટ  ફોર્મ પણ ઈ-મેલની સેવાઓ પૂરી પાડે છે.



    ફેક્સ એટલે શું? જાણવા Click Her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ