આપણે કિંમતમાં વધારો કે ઘટાડો કરતાં કેટલાંક પરિબળો જોઈશું, તેઓ બજારમાં હલચલ મચાવે છે અને કિંમત ઊંચે કે નીચે લઈ જાય છે. કેટલીકવાર એક કરતા વધુ પરિબળ કામ કરે છે. આવા સંજોગોમાં જે પરિબળ વધુ શક્તિશાળી હોય છે અથવા અસરની બાબતમાં તદ્દન નજીક હોય છે તે બીજા પરિબળ કે પરિબળોની અસરને દૂર કરે છે. દા.ત. સરકાર કરવેરામાં રાહતની જાહેરાત કરે છે. જે ઉદ્યોગને આનો લાભ મળશે તેના શેરની કિંમત ઊંચી જશે. પરંતુ કોઈ એક કંપનીને ભારે ખોટ જાય છે અને આ હકીકતની જાણ થાય તો તે કંપનીના શેરને ભારે ખોટ જાય છે કારણકે તેમની કિંમત ઘટી જાય છે.
૧. બજારમાં તેજીનું વલણ પેદા કરતાં પરિબળો:-
નીચેના પરિબળોને
કારણે બજારમાં તેજીનું વલણ કે વાતાવરણ પેદા થાય છે.
૧) મંદીવાળા
વેપારીઓ દ્વારા ખોટથી ખરીદી.
૨) બેંકના
વ્યાજના દરમાં ઘટાડો.
૩) રાજકીય
સ્થિરતા.
૪) બહારના દેશો
તરફથી વધારે પૂછપરછ.
૫) તેજીવાળાઓ
દ્વારા ખરીદી.
૬) સારાં
ડિવિડન્ટની જાહેરાત અથવા તેના સંજોગો.
૭) મૂડીવાદી તરફી
પક્ષ સત્તાસ્થાને આવે ત્યારે.
૮) કોઈ ઉદ્યોગને
સરકાર તરફથી રક્ષણ મળે ત્યારે.
૯) કરવેરા
વિનાનું બજેટ.
૧૦) સારી આર્થિક
પરિસ્થિતિ.
૧૧) મોટા પાયા
પરની ખરીદી.
૧૨) યુદ્ધ વિરામ.
૧૩) દુનિયાની
પરિસ્થિતિમાં સુધારો.
૧૪) પરદેશ અથવા
વિશ્વબેંક તરફથી નાણાંકીય સહાય પ્રાપ્ત થાય ત્યારે.
૧૫) મોટા પાયા પર
નિકાસ.
૨. બજારમાં મંદીનું વાતાવરણ પેદા કરે તેવાં પરિબળો:-
નીચેની
પરિસ્થિતિને કારણે બજારમાં મંદીનું વાતાવરણ સર્જાય છે:
૧) તેજીવાળા
વેપારીઓ દ્વારા શેરોનું વેચાણ.
૨) મંદીવાળા
વેપારીઓ દ્વારા શેરોનું વેચાણ.
૩) દેશાવરની
માંગનો અભાવ.
૪) બેંકના વ્યાજ
દરમાં વધારો.
૫) લડાઈ કે
હુલ્લડ ફાટી નીકળે.
૬) દુકાળ.
૭) દુનિયામાં
કટોકટીની પરિસ્થિતિ.
૮) મોટા પાયા પર
શેરોનું વેચાણ.
૯) હડતાળ.
૧૦) સામ્યવાદ
તરફી પક્ષ સત્તાસ્થાને હોય.
૧૧) રાજકીય
અસ્થિરતા.
૧૨) ભારે
કરવેરાવાળું બજેટ.
૧૩) જાહેર કરેલું
ઓછું ડિવિડન્ટ.
૧૪) સરકારની
દખલગીરી.
૧૫) કસ્ટમ કે
ઇન્કમટેક્ષ ખાતાના દરોડા પડે ત્યારે.
૧૬) નિકાસમાં
ઘટાડો.
Upstox તમારું Free ડીમેન્ટ એકાઉન્ટ ખોલો અને ટ્રેડ કરો ઇન્વેસ્ટ કરો Upstoxની સાથે હમણાં જ ક્લિક કરો અહીં
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈