Recents in Beach

ટેલેક્ષ એટલે શું? એનું કાર્ય જણાવો તથા એના ફાયદા|Telex Mashin nu kary


  પોસ્ટ ઓફિસના ટેલીપ્રિન્ટરનું નામ ટેલેક્ષ આપવામાં આવ્યું છે, જેમાં લેખિત સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.

 

ટેલીપ્રિન્ટરમાં (૧) કી બોર્ડ ટ્રાન્સમીટર (૨) રિસીવર- કે જે કોડેડ સિગ્નલ્સને ઝીલી તેને સંદેશારૂપે છાપે છે. સંદેશો મોકલવાનો હોય ત્યારે ટાઈપીસ્ટ બટન દબાવી ડાયલટોનની રાહ જુએ છે. જરૂરી નંબર ડાયલ કરે છે, અને નંબર લાગતાં જ સંદેશો ટાઈપ કરવા માંડે છે. સંદેશ મોકલવા માગતી સંસ્થાના ટેલેક્ષ મશીન ઉપર આ સંદેશો ટાઈપ થાય છે, અને સંદેશો મેળવનાર ટેલેક્ષ મશીનમાંથી આ સંદેશો બહાર નીકળે છે. લેખિત સંદેશાની આપ-લે કરવા માટેની આ સૌથી ઝડપી સુવિધા છે, બંને બાજુના ટેલેક્ષ નંબર હોવા અનિવાર્ય છે.

 





ફાયદા:-

 

(૧) ટેલેક્ષ સર્વિસથી ડાયરેક્ટ ડાયલિંગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલી શકાય છે.

 

(૨) ટેલેક્ષ સર્વિસમાં ટેલેક્ષ મશીનમાંથી જ્યારે સંદેશો બહાર નીકળે છે, ત્યારે સાથે સાથે એ સંદેશો સાંભળી પણ શકાય છે. આ ટપાલ સેવા અને ટૂંકા કૉલ સેવા કરતાં પણ સૌથી વધુ ઝડપી પ્રક્રિયા છે.

 

(૩) માનો કે તમે જે સંદેશો મોકલ્યો હોય એ વ્યક્તિ ટેલેક્ષ મશીન પાસે હાજર ન હોય તો પણ સંદેશો એના ટેલેક્ષ મશીન ઉપર નીકળે જ છે. સવાલ એ છે કે એનું ટેલેક્ષ મશીન ચાલુ હોવું જોઈએ. એ વ્યક્તિ આવે ત્યારે એના ટેલેક્ષ મશીનમાંથી તે જે તે સંદેશો પ્રાપ્ત કરી શકે છે.

 

(૪) ટેલિગ્રાફ ઓફીસ સાથેના જોડાણની ટેલેક્ષ ઉપર ટેલીગ્રામ પણ મોકલી શકાય છે.

 

(૫) મોટી ઔદ્યોગિક સંસ્થાઓમાં હવે ટેલેક્ષ જરૂરી બન્યું છે. તેના દ્વારા ગણે ત્યારે, ગમે તે જગ્યાએ સંદેશો આપી- મેળવી શકાય છે.

 

  ટેલેક્ષ મશીન દ્વારા મોકલવામાં આવતો સંદેશો પણ ઓછામાં ઓછા શબ્દોમાં જ હોવો જોઈએ. ટેલીગ્રામની માફક જ આ સંદેશો લખવાનો હોય છે.

   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ