Recents in Beach

બજાર અહેવાલમાં વપરાતા પારિભાષિક શબ્દો|Terminology in Stock market


  બજારોએ પોતાની એક આગવી ભાષા વિકસાવી છે. બજારમાં વપરાતા શબ્દોને પોતાના અર્થ હોય છે, ડિક્ષનરીનાં અર્થ કરતાં જુદા હોય છે. આ શબ્દોનો ઉપયોગ બજાર અહેવાલમાં ઘણીવાર જોવા મળે છે. આ શબ્દોને સમજ્યા વિના આપણે બજાર અહેવાલ લખીં કે સમજી શકીએ નહિ. આધુનિક સમયના પત્રવ્યવહારમાંથી આવા શબ્દો દૂર કરાયા છે, છતાં બજારોએ આ પારિભાષિક શબ્દો જાળવી રાખ્યા છે. ક્યારેક બજારની વિશિષ્ટ બોલીને સંપૂર્ણ અને યોગ્ય રીતે સાદી ભાષામાં સમજવી મુશ્કેલી બની જાય છે. આ પારિભાષિક શબ્દોને કારણે જ બજાર-અહેવાલ એક ખાસ પ્રકારનો રિપોર્ટ બની રહે છે. જ્યાં સુધી આ પારિભાષિક શબ્દોને પૂરતા પ્રમાણમાં ઓળખી ન શકીએ તો બજાર અહેવાલને બરાબર સમજી શકતા નથી અથવા તો ક્યારેક ખોટી રીતે સમજીએ છીએ.

 

  કેટલાંક પારિભાષિક શબ્દો નીચે પ્રમાણે છે:

 

૧) Account અથવા Account Day- ચુકવણીનો દિવસ:-

  આ દિવસે બધા જ દલાલો એકબીજા સાથે પોતાના હિસાબો સમજી લે છે. શેરબજાર આવા ૨૪ દિવસ નક્કી કરે છે. સામાન્ય રીતે આ દિવસે બજારનું વલણ સ્થિર હોય છે.

 

 

૨) Advice- માહિતી સમાચાર:-

  આનો અર્થ ‘લેખિત માહિતી થાય છે. અન્ય બજારોમાંથી ભાવો વિશે મળેલી માહિતીની અસર સ્થાનિક બજારો પર થાય છે.

 

૩) Upcountry Advice:-

  એનો અર્થ છે કે અન્ય શેરબજારોમાંથી થયેલી પૂછપરછ.

 

૪) All in- ભાવમાં ગાબડું:-

  શેરોની કિમત ખૂબ ઝડપથી નીચે જાય છે, ત્યારે ગાબડું પડ્યું કહેવાય છે.

 

૫) All out- ભાવમાં ઉછાળો:-

  એમાં શેરો અથવા વસ્તુના ભાવ ઊંચે જાય છે, ત્યારે ભાવમાં ઉછાળો આવ્યો એમ કહેવાય છે.

 

૬) Badla-બદલા અથવા સોદા માટેનો વાયદો:-

  સામાન્ય રીતે વાયદો પૂરો થતાં વાયદાની ચુકવણી કરી દેવી પડે છે, પરંતુ તેને બદલે બીજા વાયદા સુધી ચુકવણી મુલતવી રાખવામાં આવે છે તેને ‘બદલા કહેવામાં આવે છે, આ માટે અપાતા ખર્ચ ને ‘બદલા ખર્ચ કહેવામાં આવે છે.

 

૭) At Par:-

  શેરની નોમિનેલ કિંમત જેટલી જ કિંમત હોય તેને  At par કહેવામાં આવે છે.

 

૮) Below Par:-

   જ્યારે શેરની નોમિનલ જેટલી જ કિંમત હોય ત્યારે તેને Below Par કહેવામાં આવે છે.

 

૯) Above Par:-

  જ્યારે શેરની કિંમત નોમિનલ કિંમત કરતા વધારે હોય અને પંદર રૂપિયાનો શેર વીસ રૂપિયે વેચાતો હોય, ત્યારે વીસ રૂપિયા Above par કહેવાય છે.


 

બજાર અહેવાલમાં વપરાતા પારિભાષિક શબ્દો


૧૦) Banging:-

   બજારમાં અમુક ચોક્કસ સિક્યોરીટીઓ વધુ પ્રમાણમાં ઓછા ભાવે વેચાવા આવી પડે છે, આનો હેતુ કિંમત ઘટાડવાનો હોય છે. આવા પ્રકારની પ્રવૃત્તિ માટે આ શબ્દ પ્રયોજાય છે.

 

૧૧) Bear-મંદીવાળા:-

   આ પ્રકારનો સટોડીયો કે જે શેર અને સ્ટોકની કિંમત ઊંચી હોય ત્યારે વેચી નાખે છે, પરંતુ જ્યારે ભાવો નીચા જાય ત્યારે એને ખરીદવાની ઈચ્છા રાખતો હોય છે. આવા સટોડિયા મંદીના સટોડિયા અથવા Bear કહેવાય છે. આવા લોકોના પ્રયત્નો બજારમાં વધઘટ આણે છે.

 

૧૨) Bull-તેજીવાળો સટોડિયા:-

  આ પ્રકારનો સટોડીયો જ્યારે શેરની કિંમત ઓછી હોય ત્યારે શેરો ખરીદે છે અને એવી આશા રાખે છે કે કિંમત વધશે અને જ્યારે ભાવમાં વધારો થાય છે, ત્યારે શેરો વેચે છે. એની લેવાલી Bull Unloading’ કહે છે.

 

૧૩) Bear Covering (Short Covering):-

  મંદીવાળો વેપારી શેર અને સ્ટોક જ્યારે કિંમત ઊંચી હોય છે ત્યારે વેચે છે. તે આશા રાખે છે કે કિંમત ઘટશે કારણકે પોતે વેચેલા શેર ફરી ખરીદવાનો હોય છે. પરંતુ જો તેની ધારણા પ્રમાણે કિંમત ન ઘટે તો જેમ બને તેમ ઓછી ખોટથી શેરો ખરીદી લેશે. આણે ‘બેયર કવરીંગ કહે છે આને કારણે ભાવમાં વધારો થાય છે. જયારે બજારની રુખ નીચે પડવા તરફ હોય છે, ત્યારે તેને (Bearish Tendency) કહે છે.

 

૧૪) Bull Liquidation (Bull Unloading):-

  તેજીવાળાએ જ્યારે કિંમત ઓછી હોય છે, ત્યારે ખરીદી કરતા હોય છે. તેઓ ધારે છે કે કિંમત વધશે પણ કિંમત ધાર્યા જેટલી વધતી નથી ત્યારે તે પોતાના શેર ઓછી ખોટે વેચે છે. આ સ્થિતિ માટે આ શબ્દ વપરાય છે. આનાથી બજારભાવમાં ઘટાડો થાય છે. કિંમતમાં વધારો થાય છે ત્યારે તેને Bullish trend કહે છે.

 

૧૫) Bearish trend-મંદીનું વલણ:-

  જ્યારે ભાવો બજારમાં નીચા જાય છે ત્યારે મંદીનું વલણ છે એમ કહેવાય છે.

 

૧૬) Bullish trend-તેજીનું વલણ:-

  જ્યારે ભાવો બજારમાં ઊંચા જાય છે ત્યારે તેજીનું વલણ છે એમ કહેવાય છે.

 

૧૭)  Boom-તેજી અથવા તેજીનું વલણ:-

  જ્યારે બજારોમાં પુષ્કળ પ્રમાણમાં કિંમતમાં ઉછાળો આવે ત્યારે તેને માટે આ શબ્દ વપરાય છે.

 

૧૮) Cornering:-

  કૃત્રિમ અછત પેદા કરવા અને બજાર પર તેનો કાબુ વધારવા કોઈ સટોડીયો કંપનીના બધા જ શેર ખરીદી લે (કવર કરી લે) છે અને પછી તે ઊંચા ભાવે વેચી મોટો નફો મેળવે છે. આ પ્રકારે કરાયેલી ખરીદીને ‘કોર્નરીંગ કહે છે.

 

૧૯) Counter-થંડા:-

  આ શબ્દ શેર માટે વપરાય છે, જ્યાં સોદા અગર ચુકવણી કરવામાં આવે છે.

 

૨૦) Cum and Ex:-

  Cum એટલે ‘સાથે અને Ex’ એટલે ‘વગર. દા.ત. Cum-dividend એટલે ડિવિડન્ડ સહિતની કિંમત.

 

૨૧) Bull Support- તેજીવાળો ટેકો:-

  જ્યારે તેજીવાળો ખરીદીમાં સક્રિય બને અને શેરો ખરીદે ત્યારે તેને ‘બુલ સપોર્ટ કહે છે.

 

૨૨) Clearing House:-

  શેરબજારમાં ખરીદેલા કે વેચેલા શેરોના હિસાબોની લેવડ-દેવડ થાય તે માટેનાં ખાતા માટે શબ્દ (ક્લીયરીંગ હાઉસ) વપરાય છે.

 

૨૩) Depression- બેસી ગયેલું બજાર:-

 ધંધામાં મંદી હોય અને ભાવોમાં ઘટાડો થતો જતો હોય, ત્યારે તેને માટે આ શબ્દ વપરાય છે. આવી પરિસ્થિતિ માટે ‘ડીપ્રેશન શબ્દ વપરાય છે. આ સમયમાં બજારના મૂડ માટે (ડીપ્રેસ્ડ મૂડ) Depressed Mood શબ્દ વપરાય છે.

 

૨૪) Equities:-

   એટલે કે કંપનીના સામાન્ય શેર પર વાર્ષિક નફાના પ્રમાણમાં ડિવિડન્ડ આપવામાં આવે છે.

 

25) At a discount:-

  આનો અર્થ મૂળ કિંમત કરતાં ઓછા ભાવે વેચાણ થાય છે.

 

૨૬) Forward Shares-વાયદાનો શેર:-

  આનો અર્થ એ છે કે વાયદાનો શેર. વાયદાના સોદા થતાં હોય તેવા શેર માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

 

૨૭) Futures-વાયદાના ભાવ:-

  આનો અર્થ એ છે કે, ચીજવસ્તુઓ પ્રવર્તમાન ભાવે ખરીદેલી હોય, નહિ કે વસ્તુની ડીલવરી વખતે જે ભાવ હોય તે ભાવે ખરીદેલી હોય.

 

૨૮) Industrials:-

  ઔધોગિક કંપનીના શેર માટે આ શબ્દ જાણીતો છે.

 

૨૯) Gilt-edged security:-

  સરકારી અથવા બિન-જોખમકારી જામીનગીરી માટે આ શબ્દો પ્રયોજાય છે.

 

૩૦) Interim Divdidend- વચગાળાનું વ્યાજ:-

  કંપની વર્ષની અધવચ્ચે- વર્ષે છ છ મહીને વ્યાજ આપે છે તેને માટે આ શબ્દ વપરાય છે. પરંતુ જો કંપની વર્ષને અંતે નફા-નુકસાનનો હિસાબ કરી ડીવીડન્ડ આપે તેને Final dividend કહે છે.

 

૩૧) Face value or Normal value:-

  શેર ઈસ્યુ થયો હોય- બહાર પડે- ત્યારે એના પર દર્શાવેલ શેરની મૂળ કિંમતને ફેઈસ વેલ્યુ અથવા નોર્મલ વેલ્યુ કહે છે.

 

૩૨) Jobber:-

  સામાન્ય રીતે દલાલો અથવા બ્રોકરો દલાલી કરતા હોય છે. જોબર પણ શેરબજારના સભ્ય હોય છે. છતાં તે જાહેર જનતા સાથે સીધી રીતે દલાલીનું કામ કરી શકતો નથી.

 

૩૩) Premium:-

  જ્યારે શેરની નોમિનલ કિંમત કરતાં વધુ કિંમતે શેર વેચાય તેને ‘પ્રીમીયમ વેચાયા એમ કહેવાય.

 

૩૪) Listed Stock:-

  સ્ટોક એક્સચેઇન્જમાં મંજુર થયેલા કે નોંધાયેલા શેર.

 

૩૫) Defunct:-

  સમેટી લેવામાં આવી હોય તેવી કંપનીને આ પ્રકારે ઓળખવામાં આવે છે.

 

૩૬) Kharif Crop:-

  ચોમાસું પાક, ચોમાસામાં જે પાક લેવાય તેને ખરીફ પાક કહે છે.

 

૩૭) Rabi Crop:-

  શિયાળું પાક, શિયાળામાં જે પાક લેવામાં આવે તેને રવિ પાક કહે છે.

 

૩૮) Kerb rates or late deals- ફૂટપાથના ભાવો:-

  શેરબજારની બહાર શેરબજારના સમય પછી જે ભાવે સોદા થાય તેને માટે આ શબ્દો વપરાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે.

 

૩૯) Scrip-કામચલાઉ સર્ટીફીકેટ:-

  સામાન્ય અર્થ શેર સર્ટીફીકેટ થાય પરંતુ કોઈપણ પ્રકારના શેર માટે પણ એનો ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં તેને માટે Provisional share certificate એવા શબ્દો પ્રયોજાય છે.

 

૪૦) Margin:-

  શેરબજારમાં સોદા થાય ત્યારે સટોડિયાએ રકમ અનામત તરીકે મૂકવી પડે છે તેને માર્જિન કહેવામાં આવે છે. જ્યારે સોદામાં પસંદગીના શેરોમાં સ્થિતિ ખરાબ થાય ત્યારે સત્તાધારી અનામતની રકમમાં વધારો કરી શકે છે. એને પણ માર્જિન કહે છે.

 

૪૧) Liquidation by longs:-

  એવી પરિસ્થિતિ કે જેમાં તેજીવાળા સટોડિયાઓએ શેર લાંબા સમયથી પકડી રાખ્યા હોય, પરંતુ થાકી જવાથી તાત્કાલિક શેર વેચી નાંખે અને જે નુકસાની ભોગવે છે. એવી નુકસાની વેઠીને વેચવાની પરિસ્થિતિને Liquidation કહે છે.

 

૪૨) Profit taking- નફો ભેગો કરવો:-

  જ્યારે તેજીવાળા અને મંદીવાળાઓની પોતપોતાની ધારણા પ્રમાણે ભાવોની સપાટી થાય અને શેર વેચે અથવા ખરીદે અને નફો પ્રાપ્ત કરે તેને નફો ભેગો કરવો કહે છે. સામાન્યતઃ તેજીવાળા નીચા ભાવે ખરીદે ઊંચા ભાવે વેચે અને નફો મેળવે તેને Profit taking by bulls કહે છે. જ્યારે મંદીવાળા ભાવો ઘટી જશે એમ ધારી હાલના ભાવે વેચી નફો કમાઈ લે તેને Profit taking by bears કહે છે.

 

૪૩) Settlement-

  એનો અર્થ એ છે કે ખરીદેલા શેર અથવા માલની ચુકવણીનો દિવસ અથવા બ્રોકરોએ ખરીદ-વેચાણનો તફાવત ચૂકવવાના દિવસને Account કહે છે.

 

૪૪) Quotation-બજાર કિંમત:-

  બજારમાં જે ભાવે ખરીદ- વેચાણ થઈ શકે તેવી કિંમતને કવોટેશન કહે છે.

 

૪૫) Ring:-

  જ્યારે કોઈ સટોડિયાઓ કૃત્રિમ રીતે બજારભાવને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે ત્યારે ‘રીંગ કહે છે.

 

૪૬) Points-આંક-રૂપિયો:-

  અમુક શેરમાં અમુક પોઈન્ટ વધ્યો એમ કહેવામાં આવે છે ત્યારે એમાં એના ભાવમાં આટલા રૂપિયા વધ્યા એમ કહેવાય. દા.ત. રિલાયન્સ ૫ પોઈન્ટ વધ્યો એટલે પાંચ રૂપિયા વધ્યો.

 

૪૭) Out side support:-

  સટોડિયા શિવાયના જનતાના સભ્યો શેર ખરીદે કે વેચે ત્યારે તેવી ખરીદી માટે આ શબ્દ વપરાય છે.




Upstox તમારું Free ડીમેન્ટ એકાઉન્ટ ખોલો અને ટ્રેડ કરો ઇન્વેસ્ટ કરો Upstoxની સાથે હમણાં  ક્લિક કરો અહીં



 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ