વિશ્વસાહિત્ય એટલે શું? વિશ્વ સાહિત્યના લક્ષણો જણાવો.
પ્રસ્તાવના:-
તુલનાનો ખ્યાલ તે માનવજાત જૂનો ખ્યાલ છે.
માણસમાં જ્યારથી ‘રીઝન’ અને ‘ઈમેજીનેશન’ જનમ્યા હશે ત્યારથી જ એનામાં તુલનાબુદ્ધિ કે
તુલનાવૃત્તિ પણ જન્મી હશે. તુલના આમ તો સહજ અને દરેક મનુષ્ય સ્વભાવગત આદીવૃત્તી
છે. સોંદર્યલક્ષી ઇન્વોલ્વમેન્ટ અને એવું જ સોંદર્ય કે રસલક્ષી એન્જોયમેન્ટ
તુલનાવૃત્તિથી વધારે આસ્વાદ્ય અને રસગમ્ય બને છે. જ્ઞાન અને માહિતીનું આદાનપ્રદાન
અને રસનો ઉપભોગ કરતો માનવી વિકસે છે, સમાજ અને સંસ્કૃતિ વિકસે છે, કળાઓ અને શાસ્ત્રો
વિકસે છે. તુલનાથી આપણી દ્રષ્ટિ, વિચારોની
રીતિમાં પરિપક્વતા આવે છે, એ વ્યાપક બનીને
સ્વીકાર્ય બને છે.
*વિશ્વસાહિત્યની વિભાવના:-
૧૯મા શતકના આરંભમાં જર્મન કવિ ગેટે
(ગ્યુઇથે) એ ‘વિશ્વસાહિત્ય’ની વિભાવના વિશે વિચાર કર્યો હતો,
વિશ્વસાહિત્યનો ખ્યાલ એણે તરતો મુક્યો અને એ વિશે મહત્વના સિદ્ધાંતો જેવા ખ્યાલો
તારવ્યા. ગેટે માણે છે કે એ ખ્યાલ માનવશાસ્ત્રીય કોટિનો અને રસલક્ષી છે. બધા જ
રાષ્ટ્રોની આધ્યાત્મિક કે રસલક્ષી તૃષા વિશ્વસાહિત્યનાં જ્ઞાન સમુચ્યથી જ બુઝાવી
શકાય એમ એ માને છે, ને તેમાં ઓચિત્ય છે.
માનવજાત સર્વકાલીન અને સાર્વત્રિક છે. માનવીમાં
જે સર્વસામાન્ય છે તેનું ઉત્તમ રૂપ સર્જકો પોતાની કૃતિમાં નિરૂપણ કરે છે. આ નિરૂપણ
રસલક્ષી, કલાત્મક અને ઉત્તમ હોય એવો એનો આગ્રહ છે.આમ
વિશ્વસાહિત્યની ગેટેની વાતમાં કલા અને સર્જકતાની કદર કરાઈ છે. એટલે એ ખ્યાલ વધારે
વિચારણીય તથા સ્પુર્નીય છે. એટલે એ ખ્યાલ વધારે વિચારણીય તથા રસલક્ષી બુદ્ધિ તથા
સંવેદના વિકાસ માટે, સોચઘડતર માટે વિશ્વસાહિત્યનો ખ્યાલ તો ખૂબજ અનિવાર્ય છે. ગેટેએ
તો કહી દીધું હતું કે “National literature
does not mean much any more. The time of world literature is approaching and everyone
must work to has time its arrival.”
*વિશ્વસાહિત્યના લક્ષણો:-
ઉમાશંકર જોશીનું સાહિત્ય ગુજરાતી લાક્ષણિકતાઓ
સાથે ભારતીય પરંપરામાં ગોઠવાઈને વિશ્વસાહિત્યના સ્વરમાં સ્વર મિલાવે છે.
ખાસ કરીને એમની કવિતામાં વિશ્વસાહિત્યનાં ત્રણ લક્ષણો દ્રષ્ટિગોચર
થાય છે.
(૧) સાહિત્યમાં સનાતનતા (Universality of Literature)નો એમાં સંસ્પર્શ હોય છે.
(૨) એમાં ચિંતનાત્મક વિવેકબોધ હોય
ને સમગ્ર જીવનદર્શન (Entire vision of Life) હોય.
(૩) બાહ્ય પ્રકૃતિ અને મનુષ્યચેતના સાથેના સંબધોનું સોંદર્યલક્ષી
સમાસ્વાદન એમાં થતું હોય.
આ ત્રણે લક્ષણો ‘વિશ્વસાહિત્ય’નો ખાસ્સો પરિચય કરાવે છે. સંકુચિત કે
પ્રદેશવાદમાંથી મુક્તિ, માનવતાનો આગ્રહ,
સંસ્કૃતિનો સ્વીકાર અને સોંદર્યલક્ષી આસ્વાદ એ તુલનાત્મક સાહિત્યના સંદર્ભમાં
વિશ્વસાહિત્યને સમજવામાં પરિબળો છે.
ભારતીય સાહિત્યકારોમાં કવિવર રવિન્દ્રનાથ
ટાગોર જ એવા પહેલાં સર્જક છે કે જેમણે ‘વિશ્વસાહિત્ય’નો વિચાર કર્યો છે. અલબત રવીન્દ્રનાથે આ માટે Comparative Literature શબ્દો જ વાપર્યા હતાં. પણ એમના મનમાં આ શબ્દો
દ્વારા વિશ્વસાહિત્યની ભાવના સ્વયં સ્પષ્ટ હતી જ. એમણે ‘સાહિત્ય’ નામના લેખમાં દેશ દેશથી પર એવી સીમાઓની ઉપર
ઉકતા વિશ્વમાનવીની કલ્પના રજૂ કરી છે. આ સંસારની લિપ્સા- ઇપ્સાથી પર, મોહમાયાથી પર એવો માનવી સાહિત્યના સંસારમાં
શક્ય છે. આમ સાહિત્યનું સર્જન નિષ્પ્રયોજન છે. શ્રી ટાગોર તો કહે છે કે સંસાર સામે
સાહિત્ય પ્રયોજન વડે રચવા શક્ય છે. માણસમાં જે કંઈ મહાન છે, નિત્ય છે તે એવા
સાહિત્ય વડે ટકે છે, ને માનવના વિરાટ
સ્વરૂપને આપમેળે ઘડે છે. એ કહે છે: “વિશ્વસાહિત્યમાં વિશ્વમાનવને જોવાનો દ્રઢ
નિશ્ચય આપણે કરીશું. પ્રત્યેક લેખકની રચનામાંથી તેની સમગ્રતાને ગ્રહણ કરીને, તે સમગ્રતામાં સમસ્ત માનવ જાતિના આવિર્ભાવના
પ્રયત્નોનો મેળ સાધીશું – એવો સંકલ્પ કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. આમ, તુલનાત્મક સાહિત્ય કે અધ્યયનનો ખ્યાલ
વિશ્વસાહિત્યથી પોષાયેલો છે.
કેટલાંક વિદ્વાનોએ વિશ્વસાહિત્યના ખ્યાલ સામે ‘વ્યાપક
સાહિત્ય’ એવી સંજ્ઞા
પ્રયોજી છે. ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞા પણ આજે તો ‘વિશ્વસાહિત્યના’ સંદર્ભમાં જ વપરાવા લાગી છે. તુલનાત્મક અધ્યયનના વ્યાપે આપણને જગત સાહિત્યની મોઢા મોઢ ઊભા રહેવાની ફરજ
પાડી છે, ને એનાથી આપણને લાભો અનેક થવાના છે, તે નિશ્ચિત છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈