૧.
બજાર
અહેવાલનો
અર્થ:-
બજાર અહેવાલ એટલે
સંગઠિત બજારમાં (Organized)
ભાવોમાં થતી વધઘટ અંગેનો અહેવાલ (રીપોર્ટ). આ અહેવાલ વર્તમાનપત્રોમાં
પ્રગટ કરવા માટે લખવામાં આવે છે. બજારમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે તેનું વર્ણન
તેમાં કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ બજારોમાં પ્રવર્તતા પ્રવાહોનું તાદ્રશ્ય
ચિત્ર રજૂ કરવાનો અને તેના પર અસર કરતાં પરિબળોને રજૂ કરવાનો છે. કોઈ એક ચોક્કસ
બજારમાં દિન-પ્રતિદિન ભાવોમાં કેવા ફેરફાર થાય છે તે આપણને જણાવે છે. અહીં એક
વસ્તુ સ્પષ્ટ રીતે સ્વીકારવી જોઈએ કે,
આ અહેવાને (રિપોર્ટ) બજાર રુખ-પ્રવાહ સાથે જ સબંધ હોવાથી એમાં માનવ
લાગણીને,
માનવ ઊર્મિને અવકાશ નથી. બજાર અહેવાલ શેર,
વસ્તુઓ,
તેલીબિયાં,
સોનું,
ચાંદી અને અન્ય સિક્યુરીટીમાં થતી વધઘટ પ્રત્યે જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત થયેલું
હોય છે. કોઈ એક ચોક્કસ દિવસે બજાર ભાવ કેવો રહ્યો છે તે રજૂ કરવાનો એનો મુખ્ય
આશય છે.
બજાર અહેવાલ (માર્કેટ રિપોર્ટ)નાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
(૧) કોઈ ચોક્કસ દિવસે અથવા ચોક્કસ સમય દરમિયાન બજારની સ્થિતિ દર્શાવે
છે.
(૨) બજારભાવો કયાં કારણોસર નીચે કે ઉપર જાય છે તેનો ખ્યાલ આપે છે.
(૩) બજારમાં પ્રવર્તતા બજારભાવો જણાવે છે.
(૪) ભવિષ્યમાં બજારનું વલણ કેવું રહેશે તેનો ચિતાર આપે છે.
(૫) સમય માટેનો અહેવાલ હોય તે સમય દરમિયાન કેટલો વેપાર થયો તેનો ચિતાર આપે
છે.
૨.
સંગઠિત
બજારો
(Organized Markets):
સામાન્ય રીતે જ્યારે આપણે
બજારનો વિચાર કરીએ છીએ,
ત્યારે આપણા મનોચક્ષુ સમક્ષ વસ્તુઓથી લદાયેલી દુકાનો,
વસ્તુઓ ખરીદનારા ગ્રાહકો અને વસ્તુઓ વેચનારા વેપારીઓ ઊભા થાય છે.
પરંતુ સંગઠિત બજારો પણ
હોય છે કે જ્યાં ખરીદી અને વેચાણ,
દુકાનોમાં માલ વીણા જ થતો હોય છે. આ પ્રકારના બજારોમાં માલની હેરાફેરી થતી નથી.
આ બજારમાં પ્રમાણિત અને નક્કી થયેલા માલનું જ વેચાણ થાય છે. અહીં વેપારી
ટેલિફોન અથવા ટેલીગ્રામ દ્વારા માત્ર સેમ્પલ અથવા ગ્રેડને આધારે જ માલની ખરીદી
કરે છે. આ પ્રકારના બજારો એવાં સંગઠિત કે સુયોજિત હોય છે કે અહીં ખરીદનાર કે
વેચનારની હાજરીની આવશ્યકતા રહેતી નથી,
કારણકે એમને બદલે એમના એજન્ટો અથવા દલાલો કામ કરતાં હોય છે. ટૂંકમાં,
બજાર એટલે કોઈપણ વિસ્તાર કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં
સીધી રીતે અથવા દલાલો દ્વારા રહી શકે છે અને એક ભાગમાં પ્રવર્તી રહેલી કિંમતની
અસર અન્ય ભાગોને પહોંચાડે છે.
આ બજારોનું એક બીજું
મહત્ત્વનું લક્ષણ એ છે કે આ બજારો ઘણાં જ પરિવર્તનશીલ હોય છે. આની સ્થિતિ એટલી
બધી સ્થિતિસ્થાપક હોય છે કે દુનિયાના દુરના કોઈ ખુણામાં સહેજ નાનો સરખો બનાવ પણ
મોટી ઊથલપાથલ મચાવી શકે છે અને ભાવોમાં ભારે ઉતરચઢ જોવા મળે છે. જે લોકોમાં આ
બનાવ અને તેના પ્રત્યાઘાતને પારખવાની શક્તિ હોય છે તે લોકો ભારે નફો મેળવી શકે
છે,
પણ જો તેમની ધારણા ખોટી પડે તો તેમણે મોટા પ્રમાણમાં ખોટ જાય છે.
આ બજારોનું ત્રીજું
મહત્ત્વનું લક્ષણ એ છે કે એમાં ખરીદનારા વાસ્તવમાં પોતાને જોઈતી વસ્તુ ખરીદતા
નથી,
પરંતુ જયારે વસ્તુના ભાવ વધે ત્યારે વેચવાના ઈરાદાથી જ વસ્તુ ખરીદતા હોય છે.
તેઓ પોતાના ઘરવપરાશ માટે કશું ખરીદતા નથી. તેઓ ભવિષ્યના ઉપયોગ માટે વસ્તુઓ
ખરીદતા નથી. આ જ હકીકત વેચનારાઓ માટે સાચી છે કે તેઓ કિંમત ઘટે ત્યારે ખરીદવા
માટે જ વેચતા હોય છે. ખરીદ તેમજ વેચાણ કરનારાઓ હાલની અને ભવિષ્યની કિંમતના
તફાવતમાંથી નફો મેળવી લેતા હોય છે. વાસ્તવમાં તો તેઓ પૈસાનું રોકાણ પણ કરતા
નથી. યોગ્ય રીતે ગણતરી કરેલ સટ્ટામાંથી- ધરણામાંથી તેઓ નફો મેળવે છે. આ
પ્રકારની ચોક્કસ ગણતરીવાળા સટ્ટાઓ બજારોને લાભકર્તા છે,
પરંતુ જ્યારે આ સટ્ટાઓ ગેરકાયદેસર વાયદાઓમાં ફેરવાય છે ત્યારે તે બજારોને અને
સટ્ટો કરનારને અકથ્ય નુકસાન પહોંચાડે છે.
વાયદાના સોદાઓ અટકાવવા સરકારે
કેટલાંક નિયંત્રણો મુક્યા છે.
Click Her Opening an account is fast and paperless! Sign up now with my link to open your account: https://link.upstox.com/5NhU Upstoxતમારું Free ડીમેન્ટ એકાઉન્ટ ખોલો અને ટ્રેડ કરો ઇન્વેસ્ટ કરો Upstoxની સાથે હમણાં જ ક્લિક કરો અહીં |
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈