Recents in Beach

Trejadi na Svrup Lakshnoni chrcha|ટ્રેજડીના ઘટકતત્વો એરીસ્ટોટલના સંદર્ભમાં સમજાવો

 

એરિસ્ટોટલે ટ્રેજડીના સ્વરૂપ લક્ષણોની જે ચર્ચા કરી તે વિગતે સમજાવો. અથવા

ટ્રેજડીના ઘટકતત્વો એરીસ્ટોટલના સંદર્ભમાં સમજાવો.

 

 સર્વ શાસ્ત્રના પિતા ગણાતા એરીસ્ટોટલ એ પ્લેટોના શિષ્ય હતા. મહાન કાવ્ય વિવેચક તરીકે લોકપ્રિય બનેલા એરીસ્ટોટલ ઈ.સ. પૂર્વે ૩૮૪ના સમયગાળામાં ગ્રીકમાં થઇ ગયા. ગ્રીક કલાઓ અને સાહિત્ય મીમાંશાથી લોકપ્રિય બન્યું છે. એરીસ્ટોટલે અનેક ક્ષેત્રોમાં પોતાના વિચારો રજુ કર્યા છે. તેના ગુરુ પ્લેટોના કાવ્યવિચારોમાં વાંધો જણાતા તેનો વિરોધ કરી પોતાની મોલિક કાવ્યવિચારણા રજૂ કરી. આજે ૨૦મી સદીમાં પણ આપણા સાહિત્યના વિવેચકો એરીસ્ટોટલને આધારશીલા માને છે એ તેનું ગોરવ છે.

 

 

ટ્રેજડી:-

 

  એરિસ્ટોટલે ટ્રેજડીના સ્વરૂપની ઝીણવટભરી ચર્ચા કરી છે. તેની પૂર્વે પણ ટ્રેજડીનું સ્વરૂપ હતું. પરંતુ એરિસ્ટોટલે આ સ્વરૂપને માન ભર્યું સ્થાન આપી તેના દરેક અંગની વિગતે ચર્ચા કરી છે. તે સમયે ગ્રીકમાં કાવ્યના સ્વરૂપોમાં નાટક અને નાટકના વિભિન્ન સ્વરૂપોમાં ટ્રેજડીનું સ્વરૂપ મુખ્ય હતું. આથી એરિસ્ટોટલે તે સમયે ભજવાતા ટ્રેજડી નાટકો નિહાળ્યા તેના ઘટકતત્વોમાં ઉમેરો કર્યો.

 

 

ટ્રેજડીનો વિકાસ:-

 

 એરિસ્ટોટલનાં સમયમાં ટ્રેજડીનું સ્વરૂપ અણધડ હતું. તેનો ઉદ્ભવ રોદ્ર કાવ્યમાંથી થયો હતો. આ સ્વરૂપે ધીમે-ધીમે ક્રમશઃ વિકાસ કરીને સાહિત્યમાં પ્રતિષ્ઠા મેળવી. પેહલા ટ્રેજડીમાં એક જ પાત્ર અને પદ્યનું સ્વરૂપ હતું. તેમાં ધીમે-ધીમે પાત્રની સંખ્યા વધી સંવાદનું તત્વ ઉમેરાયું. એમાં ગીત, લય અને સંવાદની સાથે કથાવાસ્તુનો વિસ્તાર થયો. એરિસ્ટોટલે આ સ્વરૂપને સંપૂર્ણ વિકસાવી દરેક લક્ષણોને વિગતે સમજાવ્યા.

 

 

ટ્રેજડી અને મહાકાવ્ય:-

 

  ટ્રેજડીનું સ્વરૂપ મહાકાવ્ય સાથે મળતું આવે છે. બંનેના વિષય સરખા છે. ટ્રેજડી પણ વાસ્તવથી ચડિયાતા ગંભીર વિષયને અનુસરે છે. ટ્રેજડીનો સમય સૂર્યની એક પરિક્રમા જેટલો છે. મહાકાવ્યમાં સમયનું બંધન નથી. મહાકાવ્યમાં કથાપટ વધુ વિસ્તરેલો છે. એમાં આડ કથાપટ આવે છે. વીરછંદ મુખ્ય છે. જ્યારે ટ્રેજડીમાં કથાવસ્તુનો ક્રમ નિશ્ચિત છે. એમ કહી શકાય કે ટ્રેજડીનાં બધા લક્ષણો મહાકાવ્યમાં છે. પરંતુ મહાકાવ્યનાં બધા લક્ષણો ટ્રેજડીમાં નથી.

 

 

અનુકૃતિ:-

 

  એરિસ્ટોટલ ટ્રેજડીને અનુકરણની કૃતિ માને છે. મહાકાવ્ય, કોમેડી અને રોદ્ર કાવ્યની જેમ જીવનની કોઈ માનવક્રિયાનું અનુકરણ કરે છે. પરંતુ આ અનુકરણ કોઈ ગંભીર પ્રકૃતિવાળા માનવજીવનનું છે.

 

 

 

ટ્રેજડીની વ્યાખ્યા:-

 

 

 “ટ્રેજડી એ કોઈ ગંભીર સ્વયં સંપૂર્ણ અને નિશ્ચિત કદ ધરાવતી એક ક્રિયાનું અનુકરણ છે. જેનું માધ્યમ નાટકના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારે રહેલી સર્વ પ્રકારના અલંકારો કલાત્મક અલંકારોવાળી ભાષા છે. આ અનુકરણ કથાનાત્મક નહિ પણ નાટ્યાત્મક છે. જે કરુણા અને ભયની જે -તે લાગણીઓનું વિવેચન સાધે છે."

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ