Recents in Beach

Khand Kavy na Lakshno|ખંડ કાવ્યના લક્ષણો

 
ખંડ કાવ્યના લક્ષણો

 


 સંસ્કૃત કાવ્ય શાસ્ત્રને આધારે તમામ સ્વરૂપે ભેદ ધરાવતું સ્વરૂપ છે. આ ખંડ કાવ્યના મુખ્યત્વે આંઠ લક્ષણો છે. ૧.વસ્તુ-વૃત્તાંત, ૨.વસ્તુ સંકલના, ૩.સંદોવિધાન, ૪.સંઘર્ષ, ૫.વાતાવરણ, ૬.પાત્ર-ચિત્રણ, ૭.પદાવલી, ૮.રસ.

 

  આમ તો મુખ્ય પાંચ લક્ષણો ગણાવી શકાય પરંતુ ખંડ કાવ્યનાં આખા સ્વરૂપને આટોપીલેવા માટે આંઠ લક્ષણો જરૂરી છે.

 

 રા.વિ.પાઠક જેવા વિવેચક આ આંઠ લક્ષણો જણાવ્યા છે. ખંડ કાવ્યના આ લક્ષણોને વિગતવાર જોઈએ.

 



૧. વસ્તુ-વૃત્તાંત/પ્રસંગ:-

 

આ વસ્તુ-વૃત્તાંત અંગે ઘણા બધા વિદ્વાનોએ જેમકે બ.ક.ઠાકોરએ, રા.વિ.પાઠકે, ડોલરરાય માંકડે પોતાની ચર્ચા કરી છે.

 

  વૃતાંત એટલે કોઈપણ કાલ્પનિક હકિકત હોય એ પ્રસંગનું આલેખન કરવાનું હોય. જેમ કે કોઈ પોરાણિક કથા-વસ્તુને તમે તમારી  શબ્દોમાં નવી રીતે આલેખો એ છે.

 

  ખંડ કાવ્યમાં વૃતાંત અને પ્રસંગનું આલેખન સર્જક પાસે ખુબ જ ચિવટતા માંગી લે તેવું છે. વસ્તુ લાંબા પથરાટ વાળું હોય, ટૂંકું હોય, સાદું હોય કે સંકુલ હોય પરંતુ તેમાં સ્પષ્ટ રીતે આદિ, મધ્ય, અંત એ આવવું જોઈએ. આદિ, મધ્ય, અંત એના દ્વારા જ ઉત્તમ ખંડ કાવ્ય બને છે.

 



૨. વસ્તુ-સંકલના:-

 

  વસ્તુ અને વસ્તુ સંકલના બંનેની અંદર થોડો ઘણો તફાવત છે.

  બ.ક.ઠાકોર એવું કહે છે “ખંડ કાવ્યની અંદર નાયક-નાયિકાના, નાયકના જીવનનાં, સમગ્ર જીવનનું આલેખન આ બધું ના થવું જોઈએ પરંતુ તેમાંથી જીવનનો કોઈ એક ભાગનું કે જીવનની કોઈ એક ઘટનાનું વિસ્તાર પૂર્વક આલેખન થવું જોઈએ.

  “કાંતનાં નાટકો પર ગ્રીક નાટકોની ઊંડી અસર હતી. તેના કારણે કેટલાંક વિવેચકો આ વસ્તુ સંકલનાને સાત વિભાગની અંદર વહેંચે છે, વસ્તુનો આરંભ, ઉદ્ઘાટન, વિકાસ,  પરિસ્થિતિ, કટોકટી, પરાકાષ્ઠા, ઉકેલ અને અંત આ રીતે વસ્તુની સંકલના એટલે કથાને યોગ્ય સંકલનાની અંદર બાંધી આપવી.

 

  તમે કોઈ પણ ખંડ કાવ્ય, કોઈ પણ કથા-વસ્તુને લો તે વસ્તુની એક પ્રકારની સંકલના આવવી જોઈએ, એની અંદર શરૂઆત એકદમ ચિવટતાથી થવી જોઈએ અને અંતમાં એનો જે કોઈ પણ ઉકેલ હોય, જે કોઈ પણ સંઘર્ષ હોય, જે કોઈપણ કટોકટીની પરાકાષ્ઠા હોય એ અંતની અંદર એનો ઉકેલ આવી જાય. આ રીતે સંઘર્ષ, ગાંભીર્ય, રસ અને વસ્તુ આ બધી જ વસ્તુને યોગ્ય સંકલનાની અંદર બાંધવું એટલે વસ્તુ સંકલના.

 

 


૩. છંદો-વિધાન:-

 

  ગુજરાતી ખંડ કાવ્યની શરૂઆત કરનારા ‘કાંત છંદ અંગે ઊંડી સૂઝ અને શક્તિને કારણે તેમનાં ખંડ કાવ્યની અંદર સોંદર્ય, ચમત્કૃતિ જોવા મળે છે.

 

  પરંપરાગત એટલે કે આપણા મધ્યકાળ પછીના એટલે કે પંડિતયુગનાં, ગાંધીયુગના થોડા તમે ખંડ કાવ્ય જુઓ તો એટલા સુંદર, સરસ બધા જ છંદોની અંદર અલંકારોની અંદર તમને વર્ગીકૃત કરેલા જોવા મળશે. જ્યારે આધુનિક ખંડ કાવ્યની અંદર આધુનીકનો પોતાનો એક લય તમને જોવા મળશે. પરંતુ ગુજરાતી ખંડ કાવ્યની અંદર છંદ ખુબ જ જરૂરી છે. છંદ દ્વારા એવું કહેવાય કે સોંદર્ય ચમત્કૃતિ અને ચોકસાઈ એમાં જોવા મળે છે.

 

  આ છંદ દ્વારા સર્જક પોતાની જે કોઈ પણ ખંડ કાવ્યની રચના છે એમાં વૈવિધ્યતા લાવી શકે છે. અને એના દ્વારા કાવ્યનો એક પ્રકાર ખંડ કાવ્ય તરીકે એટલે કે જુદા જુદા ખંડકો હોય જે અલગ અલગ છંદોમાં વહેંચાયેલા હોય છે.

 


 

૪. લાઘવ અને એકત્વ:-

 

  લાઘવ એટલે કે ટૂંકું એકત્વ અથવા એક સમાન જોડાણ. સુન્દરમ્ અને રા.વિ.પાઠક જેવા વિવેચકો એવું કહે છે કે ખંડ કાવ્ય માટે ટૂંકી વાર્તા માટે, એકાંકી માટે આ ત્રણેય સ્વરૂપો માટે લાઘવ અને એકત્વ માટે ખુબ જરૂરી છે. આ ત્રણેય સ્વરૂપોની અંદર લાઘવ વિના કથા શક્ય બની શક્તિ નથી.

 

  ખંડ કાવ્ય માટે અભિવ્યક્તિની છાપ અનિવાર્ય બને છે. સ્થળ, કાળ, અર્થ, કાર્યની ત્રિવિધ એકતા એના વિના ખંડ કાવ્યનું પિંડ બંધાતું નથી. આ બધાનું એકત્વ સધાવું જરૂરી છે. ઉપરાંત એમાં સઘન અનુભૂતિ, એકતાના સંયોજનથી, એક વૃત્તાંતથી સોંદર્યનું નિર્માણ કરે છે. કવિઓએ ખંડકાવ્યમાં પ્રકૃતિનો વિનિયોગ કર્યો છે અને એની અંદર જ કેટલાંક ભાવો લઈને સોંદર્યનું નિર્માણ કરે છે.

 

ઉ.દા.:- કાંતનું ‘વસંત વિજય ખંડ કાવ્ય એમાં જે કથા છે એ પાંડુની કથા છે, પાંડુના સંઘર્ષની કથા છે. પરંતુ આ પાંડુના સંઘર્ષનું કથાનો એક માત્ર નાનો કથાનો ઘટક અંશ લઈને એની અંદર દરેક દરેક વસ્તુ એક સંઘર્ષ છે. પાંડુના મનોમનની સ્થિતિ છે, એવી જ રીતે માદ્રીની સ્થિતિ છે, એવી રીતે કુંતીની સ્થિતિ છે અને એ બધાની ઉપર વસંત કેવું કામ કરે છે એમ અંતે વસંતનો કેવી રીતે વિજય થાય છે આ બધી ઘટનાઓ એટલી સુંદરતાથી અને સોંદર્યથી નિર્માણી છે કે આપણને એમ લાગે કે આપણે કોઈ સરસ વાર્તા ભણી રહ્યાં છીએ. એટલે આ બધા તમામ ઘટકોનો એટલું સુંદર અને એકત્વ છે કે કથા આપણને એક સૂત્રમાં બાંધી દે છે, અને ભાવકને પકડી રાખે છે એટલે ભાવકને પકડી રાખવા માટે લાઘવ અને એકત્વ ખુબ જરૂરી છે. લાઘવ અને એકત્વ દ્વારા જ ખંડ કાવ્યનું ઉચિત નિર્માણ થઇ શકે છે.

 


૫. સંઘર્ષ:-

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ