ભાઈ-બેન શાયરી|રક્ષાબંધન શાયરી
ભાઈ બહેનના આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હું આપ બધા માટે શુભકામનાઓથી ભરેલી વિશિષ્ટ શાયરીઓ લઈ ને આવ્યો છું, જે આપ બધાને પસંદ આવશે અને એ તમે મિત્રો જોડે શેયર કરી ને એમને તમે શુભકામનાઓ આપી શકો.
આમ, એક સુતરનો દોરો હોય છે,
હેતથી ને લાગણીથી રાખડી થઈ જાય છે.
ભૂલ ન હોય છતાં એક બીજાને માર ખવડાવે છે,
પણ આવે જો આફત એકબીજા પર ત્યારે
એક બીજાની સાથે રહીને મુસીબતને માત આપે છે.
Happy RakshaBandhn
ભાઈ- બહેનનો સબંધ ભલે કોઈ રેશમી દોરાથી
બાંધેલો હોય કે ન હોય,
આ અણમોલ સબંધ મિશ્રિ જેવો મીઠો અને
મખમલ જેવો મુલાયમ હોય.
હેપ્પી રક્ષા બંધન
મારી વહાલી બહેન,
ભલે હું તારાથી દૂર છું,
પણ હંમેશા તારા માટેનો
મારો વહાલ અને પ્રેમ એ જ છે.
રક્ષા બંધનની શુભકામના
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી,
પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
હેપ્પી રક્ષાબંધન
ભાવ- સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.
તહેવારની રાહ તો ક્યારની જોવાય છે,
આજે આવશે મારી બહેન એની વાટ જોવાય છે.
બાંધશે રાખડી મારા હાથે અને રક્ષા કરશે પૂરી દુનિયાથી
ભાઈ- બહેનનો એ સૌથી અનેરો સબંધ કહેવાય છે.
તહેવાર આવે છે, ખુશીઓની બહાર લઈને,
બોલાવતી એ હંમેશા વીરાને કહીને
ભાઈ છે તૈયાર એનો હાથ લઈને
ત્યાં ઉભી છે એની બહેન રાખડી લઈને
હેપ્પી રક્ષાબંધન
રાખડી બાંધવાના કોઈ ચોઘડિયા
જોવાની જરૂર નથી,
કાળને પણ શુભમાં ફેરવી નાખવાની
તાકાત હોય છે બહેનની રાખડીમાં
ગલીઓ ફૂલોથી સજાવીને રાખી છે,
દરેક વળાંકમાં છોકરીઓ બેસાડી રાખી છે,
ખબર નથી તું ક્યાંથી આવીશ,
એટલા માટે જ એમના હાથમાં
રાખડીઓ થમાવી રાખી છે.
શુભ રક્ષાબંધન
કાચા દોરમાં સમાયેલ ભાઈ - બહેનનો પ્રેમ,
રાખડી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની,
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને,
આ છે ભાઈ - બહેનોનું રક્ષાબંધન.
રક્ષાબંધનના વધામણાં
આ રક્ષાની દોરી આ ફકત દોરી નથી
આ તો બહેનનો ભાઈને અને
ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે.
કાચા સુત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમનું બંધન.
Happy Raksha Bandhn
પ્રેમ અને વિશ્વાસના બંધનની ઉજવણી કરો
તમે ઇચ્છો તે આશીર્વાદ હંમેશા મેળવો
રક્ષાબંધનનો તહેવાર છે.
જલ્દી આવો તમારી પ્રિય બહેન પાસેથી રાખડી બંધાવો.
રક્ષાબંધન પવિત્ર અવસર નિમિત્તે
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે...
કોઈ પણ દુઃખમાં ભલે કંઈ પણ થઈ જાય તો પણ
હું હંમેશા તારી બાજુમાં રહીશ!
મારા ભાઈના ચહેરા પર
હંમેશા ખુશીઓના ફૂલો ખીલે,
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે
મને આ ભાઈ દરેક જન્મમાં મળે.
બની રહે પ્રેમ સદા,
સબંધનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સબંધમાં દુરી,
રાખડી લાવે ખુશીઓ પૂરી.
રક્ષા બંધન ની હાર્દિક શુભકામના
દિવસ આવ્યો આજે ઉમંગનો,
ભાઈ અને બહેનના હેત, પ્રેમ અને સ્નેહ નો..!
રક્ષાબંધન ની હાર્દિક શુભકામના
[ નોંધ:- ઉપરોક્ત આપેલ કેટલીક શાયરીઓ જે Social media પર વાયરલ થયેલ જે એકત્ર કરીને તમારી સમક્ષ રજુ કરેલ છે.]
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈