Recents in Beach

બેટી બચાવો, પ્લાસ્ટી પ્રતિબંધ, ભ્રષ્ટાચાર|Plastic ban in india-Gujarat

 EPC Project B.Ed

અનુક્રમણીકા

 

ક્રમ

વિષય

પાના.નં.

પ્રસ્તાવના

 

હેતુઓ

 

પ્રશ્નો

 

અભ્યાસનો વિષય

 

બેટી બચાવો ઝુંબેશ

 

બેટી બચાવો ઝુંબેશની અસરો

 

પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ

 

પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશની અસરો

 

૯.

ભ્રષ્ટાચાર ઝુંબેશ

 

૧૦

ભ્રષ્ટાચાર ઝુંબેશની અસરો

 

૧૧

ઉપસંહાર

 

 

 

 

 


 

પ્રસ્તાવના:-

 

  આપણો ભારત દેશ ઘણી વિવિધતા ધરાવે છે. ઘણા બધા જાતી, ધર્મોના લોકો આપણા દેશમાં રહે છે. ત્યારે આપણે ત્યાં ઘણી બધી ઝુંબેશો ચાલતી જોવા મળે છે. તેમાં ‘બેટી બચાવો’, ‘પ્લાસ્ટી પ્રતિબંધ’, ‘ભ્રષ્ટાચાર’ જેવી ઘણી ખરી અસરો જોવા મળે છે, અને તેની અસરો પણ જોવા મળે છે. તેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે. પ્લાસ્ટિક બંધીના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે. પણ પ્લાસ્ટિક નાં કારણે થતા નુકશાનને અટકાવવા માટે આ ઝુંબેશની શરૂઆત થાય છે. અને એના કારણે ઘણું બધું નુકશાન અને ફાયદાઓ પણ થતા જોવા મળે છે.


 

હેતુઓ:-

 

 સમાજમાં સ્ત્રીભ્રૂણ હત્યા વિષે માહિતી પ્રાપ્ત કરવી.

 બળાત્કાર, એઇડ્સ જેવા દુષણો વિશે જાણકારી મેળવવી.

 બેટી બચાવો મુદ્દે સમાજમાં રહેતી કન્યાઓના અભિપ્રાયો જાણવા.

 પ્લાસ્ટિક બંધી મુદ્દે લોકોના અભિપ્રાયો જાણવા.

 પ્લાસ્ટિક પ્રતિબંધ દ્વારા પર્યાવરણમાં થતી અસરો જાણવા.

 ભ્રષ્ટાચાર દ્વારા સમાજ પર થતી અસરોનો અભ્યાસ કરવો.


 

પ્રશ્નો:-

 સમાજમાં કઈ રીતે સ્ત્રીભ્રૂણહત્યા અટકાવી જોઈએ?

 બળાત્કાર, એઇડ્સ જેવા દુષણોને કઈ રીતે દુર કરી શકાશે?

 બેટી બચાવો મુદ્દે કન્યાઓ કેવા અભિપ્રાય દાખવે છે?

 પ્લાસ્ટિક બંધી મુદ્દે લોકોના કેવા અભિપ્રાયો જોવા મળે છે?

 પ્લાસ્ટિક પ્રતિબંધ દ્વારા પર્યાવરણમાં કેવીરીતે ફેરફાર કરી શકાશે?

 ભ્રષ્ટાચાર દ્વારા સમાજ પર કઈ કઈ અસરો જોવા મળે છે?


 

અભ્યાસનો વિષય:-

 

  ‘સામાજિક અને આર્થિક બાબતો અંગે ઈન્ટરનેટ પર ચાલતી ત્રણ ઝુંબેશોનું વર્ણન અને અસરોનો અભ્યાસ.’


 

બેટી બચાવો ઝુંબેશ



 

બેટી બચાવો ઝુંબેશ:-

 

 સમાજમાં વધી રહેલી સ્ત્રીભૃણહત્યાના કિસ્સાઓને પરિણામે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને પ્રસાર અને પ્રચાર કરવાનું ખુબ જરૂરી બન્યુંછે.

 

 આધુનિક ટેક્નોલોજીનો આજે વિકાસ થતા મેડિકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે કોટુંબિક દબાણો હેઠળ આવી જઈને ભૃણહત્યાનો શિકાર બનતી હોય છે.

 

 સમાજમાં આવી જ સ્થિતિ જો ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે ૨૫ થી ૩૦% યુવાનો દીકરીઓની અછતને લીધે કુંવારા રહી જશે, અને એના કારણે બળાત્કાર, એઇડ્સ જેવા દુષણોનો સમાજને સામનો કરવો પડશે. ઘરમાં દીકરી કરતા દીકરો હોય તો સારું એવી ખોટી માન્યતા ભૃણહત્યાનાં વધતા જતા બનાવો માટેનું મુખ્ય કારણ છે. જ્યાં સુધી દીકરી પણ દીકરા સમોવડી છે, એવી સમાજમાં જનજાગૃતિ નહિ આવે ત્યાં સુધી ભૃણહત્યા દુર નહિ થઇ શકે.

 

“દીકરી તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.”

 

 આવી અણમોલ દીકરીઓને એમને જન્મ થાય એ પહેલા જ એનો ભૃણહત્યાથી વિનાશ કરાય એ તો અગાઉ ભૂતકાળમાં દીકરી જન્મ્યા પછી દૂધપીતી કરવામાં આવતી હતી. એના જેવી જ ૨૧મી સદીમાં થઇ રહેલી માન્યતામાં નાં આવે તેવી દુર્ઘટના છે.

 

 ‘બેટી બચાવો બેટી પઢાવો’ હરિયાણામાં મહિલાઓના શિક્ષણ આરોગ્ય તથા સહહિતકરણ માટે પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશીપ કાર્યક્રમમાં ઉપસ્થિત યુ.એસ.એમ્બેસેડર શ્રી રિચર્ડ વર્માએ સમર્થન ઘોષિત કર્યું.

 

 મુંબઈ હરિયાણા ખાતે ૨૧ જુલાઈ ૨૦૧૫ના રોજ યોજાય ગયેલ “બેટી બચાવો બેટી પઢાવો” પ્રોગ્રામમાં હાજરી આપવા યુ.એસ.એ એમ્બેસેડર ઇન્ડીયન અમેરિકન શ્રી રીચાર્ડ વર્મા આમંત્રિત કરાયા હતા. શ્રી વર્માએ પોતાને આમંત્રિત કરવા બદલ ચીફમીનીસ્ટર શ્રી લાલનો આભાર માન્યો હતો. તથા આવા પ્રસંગોના આયોજન બદલ બિરદાવ્યા હતા.

 

 ઉપરોક્ત પ્રસંગે ઉદ્બોધન કરતા શ્રી વર્માએ જણાવ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રે હરિયાણા સ્ટેટ અગ્ર રહ્યું છે. તેમ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ “બેટી બચાવો બેટી પઢાવો” ઝુંબેશની શરૂઆત પણ હરિયાણાથી કરી હતી તેમણે ઉપરોક્ત તરીકે હરિયાણાના શ્રી પરિણીતા ચોપરાને પણ બિરદાવ્યા હતા.

 

 શ્રી વર્માએ ઝુંબેશમાં સાથ આપવા બદલ સરકાર તથા કોન્ફરન્સ ઓફ ઇન્ડયન ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી વચ્ચેના MOU ને પણ ધ્યેય પ્રતિ પ્રયાણ કરનારા ગણાવ્યા હતા.

 

 તેમણે ભારત તથા અમેરિકા વચ્ચેનાં સબંધોને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ તથા સમૃદ્ધિ લક્ષવા માટે મહત્વના ગણાવ્યાં હતાં. ઉપરાંત વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યા મુજબ સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા આગળ વધવા અનુરોધ કર્યો હતો.

 

 આ તકે તેમણે ખુદ પોતાના પરિવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના દાદીમાં તથા માતાએ મહિલા શિક્ષણ માટે કરેલી કામગીરીનો ઉલ્લેખ કરી જલંધરમાં આજથી ૫૦ વર્ષ પહેલાં પોતાના દાદીમાં જે સ્કુલમાં ભણાવતા હતા તે પ્રસંગને યાદ કર્યા હતા. તેમજ તેમણે પત્નીના માતાને પણ યાદ કર્યા હતા. હરિયાણા તથા ભારત સરકારના “બેટી બચાવો બેટી પઢાવો” સુત્રને યુ.એસ. સરકાર વતી સમર્થન ઘોષિત કર્યું હતું. તેવું યુ.એસ. કોન્સ્યુલ જનરલ મુંબઈની યાદીમાં જણાવ્યું છે.

 

 ‘સ્ત્રીભૃણહત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યાને દૂર કરવા ,માટે સમાજમાં જનજાગૃતિ લાવવા માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને પ્રચાર અને પ્રસાર કરવાનું ખુબ જરૂરી બન્યું છે.  


‘બેટી બચાવો’ ઝુંબેશ બિન અસરકારક ?

 ૪ વર્ષમાં છોકરાઓનો જન્મદર વધુ

 શહેરમાં ૨૦૨૧થી ૨૦૧૫ જૂન સુધી ૧.૬૪, ૧૭૮ બાળકોનો જન્મ, ૮૧.૫૧૧ છોકરાઓનો તથા ૬૩.૩૯૭ છોકરીઓનો જન્મ થયો.

 

 બેટી બચાવો ઝુંબેશ ચાલે છે ગર્ભ પરીક્ષણ કરનારને જામીન નહિ:કોર્ટ

 એક તરફ સરકાર બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે ત્યારે આવો ગર્ભ પરીક્ષણ કરનારને જામીન આપી શકાય નહિ.

 

 આજ મુદ્દે પોલીસે આરોપી અશોક પટેલના વધુ રીમાન્ડની માંગણી કરી હતી. જો કે રીમાન્ડના કારણો અગાઉના જ હોવાને કારણે કોર્ટે રિમાન્ડ અરજી પણ ફગાવી દીધી હતી.જેથી ચારેય આરોપીઓને જેલના હવાલે મોકલી અપાયા છે. આવા લોકોને જામીન મળે તો બેટીઓના જન્મ પ્રમાણ પર ગંભીર અસર થાય તેમ છે, તેથી જામીન ન આપવા.


 

બેટી બચાવો ઝુંબેશની અસરો:-

 બેટી બચાવો ઝુંબેશના કારણે સમાજ પર અસર થઇ છે. સમાજમાં થતી સ્ત્રીભૃણહત્યા અટકાવવા માટે ‘બેટી બચાવો ઝુંબેશ’ શરુ-કરવી જરૂરી છે અને તેના અસરથી દીકરા-દીકરી એક સમાન સૂત્ર માટે સમાજને જાગૃત કરી શકાય છે. આ ઝૂંબેશની અસરથી જ સરકારે દીકરીઓ માટે વિવિધ યોજનાઓ પણ દાખલ કરી છે. અને શૈક્ષણિક સહાય પણ મળે છે.

 

 પરંતુ આ ઝુંબેશથી હજુ પણ સમાજને જાગૃત કરી શકાયો નથી અને આજે પણ સમાજમાં દીકરીને દીકરા જેવો સમાન દરજ્જો મળતો નથી. ૪વર્ષમાં છોકરાઓનો જન્મદર છોકરીઓના જન્મદર કરતાં વધારે છે, તેથી જ બેટી બચાવો બેટી પઢાવો એ ભારત સરકારનું એક અભિયાન છે, જેનો હેતુ ભારતમાં છોકરીઓ માટે બનાવાયેલી કલ્યાણ સેવાઓની કાર્યક્ષમતા અને જાગૃતિ લાવવાનો છે.

 

 આમ, આ બેટી બચાવો ઝૂંબેશને કારણે વિવિધ અભિયાનો શરુ કરવામાં આવ્યા છે. જેથી આ ઝૂંબેશથી સમાજને સંદેશો આપી શકાય અને આ ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિષે જાગૃત કરી શકાય.


પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ



 


પ્લાસ્ટિક પ્રતિબંધ ઝૂંબેશ:-

 

 પાણીના પાઉચ, પ્યાલી અને ઝભલાં બંધ થતાં નાનાં ધંધા બંધ થઇ જશે. લોકોની હાલાકી વધશે પાણીના પાઉચ અને પ્લાસ્ટીકની થેલી ઉપરાંત મલ્ટીલેયર પ્લાસ્ટિક ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકાયો છે. પર્યાવરણના રક્ષણ માટે મુકાયેલો નિર્ણય ઉત્પાદકો ને માઠી અસર પડશે તેમ પ્લાસ્ટિક ઉદ્યોગો એ જણાવ્યું હતું.

 

 સૌરાષ્ટ્રમાં લગભગ ૨૦૦ થી ૨૫૦ જેટલા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો બંધ કરવા પડશે તો અસંખ્ય એકમોને ઉત્પાદની તરાહો બદલાવવી પડશે.

 

 રાજકોટમાં પાણીના પાઉચ, ચાની પાતળી પ્યાલીઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાતભરમાં પ્રતિબંધ છે. હવે ડિસ્પોઝેબલ ગ્લાસ અને બોટલ ઉપર પણ પ્રતિબંધ આવવાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે સોરાષ્ટ્ર અને ગુજરાતમાં મુખ્યત્વે વિકસેલા પ્લાસ્ટિક ઉદ્યોગને માઠી અસર પડશે.

 

 સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોશિયેસનનાં ઉપપ્રમુખ જે.કે. પટેલ લગભગ ૨૦૦ થી ૨૫૦ જેટલા એકમો પ્રભાવિત થશે. ઓછા ટર્નઓવર ધરાવતા એકમોને નવી ટેક્નોલોજીમાં અપગ્રેડ થતાં સમય લાગશે.

 

 સૌરાષ્ટ્રમાં આશરે ૨૦૦૦ થી ૨૨૦૦ જેટલા પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવનારા છે. એમાંથી પાઉચ, કોથળીઓ અને પ્યાલી જેવી નાની-નાની પ્રોડક્ટ બનાવતા હતા. આ પ્રકારના ઉત્પાદન કરતા એમ ડાયવર્સીફાઈડ ધંધો નહિ કરનારા લોકોનું આવી બનવાનું છે.

 

 વર્મોશ પ્લાસ્ટિક પ્રા.લિ.નાં ચેરમેન પ્રકાશભાઈ વર્મોશ કહે છે, પાતળા ઝભલાં અને પાઉચ નુકસાનકારક હતા. એટલે સરકારનો નિર્ણય વાજબી છે. સરકારે પાન-મસાલા અને માવામાં વપરાતા પ્લાસ્ટિક પણ બંધ કરાવવા જોઈએ.

 નાના ઉદ્યોગને આરંભમાં તકલીફ પડશે. પ્લાસ્ટીકના ક્ષેત્રમાં આપણે ત્યાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ઘણું ઓછું થયું છે. સંશોધનો વધે તો બિઝનેસની નવી દિશા પણ ખુલશે.

 

 સુરત ટેકસ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનને મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન સુધીર શ્રીવાસ્તવને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે પ્રદુષણ વિરુદ્ધ પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો એ માટે તેમને અભીનંદન અમારું નિવેદન છે કે સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં સાહી સુટ વગેરેના પેકિંગમાં પણ પ્લાસ્ટીકની થેલીઓ વપરાય છે. આથી તમે માર્ગદર્શન આપો કે પ્રતિબંધ મૂકેલી વસ્તુઓમાં શું આવે છે. આથી માલની સલામતી અને સુરક્ષા માટેનાં ઉપાયો જણાય.


 

પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશની અસરો:-

 

 લોકોની રોજગારી બંધ થઇ ગઈ છે.

 લોકોની રોજગારી પર સંકટ આવી ગયું છે.

 લોકોના ઘરના ચૂલા પણ પ્લાસ્ટિક બંધથી બંધ થઇ ગયા.

 ગરીબ ઘરના લોકો પ્લાસ્ટિક થેલી બનાવી પોતાના છોકરા ભણાવતા તે લોકોને ઘણું નુકશાન થું છે.

 પ્લાસ્ટિકની બનાવટ બનાવી લોકોનું ગુજરાન ચાલતું હતું તે બંધ થઇ ગયું.


ભ્રષ્ટાચાર ઝુંબેશ




 

ભ્રષ્ટાચાર ઝુંબેશ:-

 

 કોઈ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારત દેશમાં સરકારી અધિકારીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે.

 

*ચારે બાજુ ભ્રષ્ટાચાર શા માટે?

 “તું કઈ લાંચ ન લે કેમકે લાંચ દેખાતા ને આંધળા બનાવે છે, ને ન્યાયીઓના દાવાને ઊંધો વાળે છે.”

 

 પાંત્રીસો વર્ષ પહેલાંનાં નિયમમાં લાંચ લેવાની મનાઈ કરવામાં આવી હતી, છતાં સદીઓથી ભ્રષ્ટાચારમાં વધારો થતો જોવા મળ્યો છે. વળી કાયદાઓ પણ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં સફળ થયા નથી. લાંચ આપવી અને લેવી એ દરરોજના જીવનનો ભાગ બની ગયો છે. માટે કરોડો લોકોએ એનાં પરિણામો ભોગવવા પડે છે.

 

 ભ્રષ્ટાચાર આજે અલગ-અલગ રીતે એટલો બધો વધી ગયો છે કે એણે સમાજના પાયા હલાવી નાખ્યાં છે. કેટલાક દેશોમાં તો પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઇ ગઈ છે કે જ્યાં સુધી તમે લેવડ-દેવડની વાત ન કરો ત્યાં સુધી કઈ કામ થતું નથી. જેમ કે પરીક્ષામાં પાસ થવા માટે લોકો પેપર તપાસનારને લાંચ આપતા હોય છે, તેમ જ લોકો વાહનનું લાઈસન્સ મેળવવા કે જમીન પોતાના નામે કરવાની હોય ત્યારે પણ લાંચ આપતા હોય છે.

 

 વેપાર-ધંધામાં ખાસ કરીને ભ્રષ્ટાચારનો વધારો જોવા મળે છે. કેટલીક કંપનીઓ પોતાના નફાનો ત્રીજો ભાગ ભ્રષ્ટાચાર રાજકીય અધિકારીઓને આપવા માટે અલગ રાખે છે.

 

 મોટા ભાગે ગરીબ લોકોને જ આ ભ્રષ્ટાચાર અને એનાથી થતું આર્થિક નુકસાન ભોગવવું પડે છે, કેમ કે તેઓ પાસે જો પૈસા જ ન હોય તો કેવીરીતે લાંચ આપી શકે.

 

 કોઈ પણ સત્તાધિશ દ્વારા તેની સત્તાનો લાભ મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે.

 


 

ભ્રષ્ટાચાર ઝુંબેશની અસરો:-

 

 ભ્રષ્ટાચાર દ્વારા આર્થિક તંત્રમાં સંકટ આવી જાય છે.

 ભ્રષ્ટાચાર દ્વારા ગરીબ ઘરના લોકો શિક્ષણ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે ઘણી મુસીબતો વેઠે છે.

 ભ્રષ્ટાચાર દ્વારા દેશમાં, રાજ્યમાં કે તાલુકા, જીલ્લા કક્ષાએ ઘણું નુકસાન થાય છે.

 શિક્ષણ ક્ષેત્રે કે બેન્કોમાં વધુ ગોટાળા જોવા મળે છે.

 


ઉપસંહાર:-

 

 સમાજમાં કેટલાક એવા મુદ્દાઓ હોય છે. જેમાં સુધારો કરવા માટે અથવા તેનો વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમો, ચળવળો કે આંદોલનો કરવામાં આવે છે. સમાજમાં જાગૃતિ લાવવા માટે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે આર્થિક તેમજ સામાજિક સમસ્યાને દૂર કરવા માટે ઝુંબેશો ચલાવવામાં આવે છે. આ ઝુંબેશોને કારણે સમાજમાં હકારાત્મક અસરો પણ જોવા મળે છે. આમ, દર્શાવવામાં આવેલી બેટી બચાવો ઝુંબેશ, પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ અને ભ્રષ્ટાચાર ઝુંબેશ આ ત્રણેય ઝુંબેશોની સીધી અસર સમાજ પર થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ