ગુરુ પૂર્ણિમાની વિશેષતા|Guru Purnima

 ગુરુ પૂર્ણિમા ગુજરાતી સ્પીચ


ગુરુ પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણનો ભાવ રજૂ કરે છે. ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતાઓમાં અનન્ય છે. ગુરુ-શિષ્ય પરંપરા , ગુરુ મહાત્મ્ય 'ધર્મદર્શન' માટે વ્યક્ત કર્યું છે.




ગુરુ વિના શિષ્યના જીવનનો કોઈ અર્થ નથી, રામાયણથી મહાભારત સુધી ગુરુનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ અને સર્વોચ્ચ રહ્યું છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહઋષિ વેદ વ્યાસના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહઋષિ વેદ વ્યાસના નામની પાછળ એક વાર્તા પણ છે. મહઋષિ વ્યાસે વેદોને જુદા-જુદા વિભાગોમાં વહેંચયા હતા. તેનું નામ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ રાખ્યું હતું. આ વેદોના વિભાજનને કારણે તેઓ વેદ વ્યાસ તરીકે પ્રખ્યાત થયા.



   " गुरु गोविंद दोऊ खड़े, काके लाग पाय।
     बलिहारी गुरु आपने गोविंद दियो बताय।"


Happy Guru Purnima






  માતા-પિતા, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન વિશ્વને બદલી શકે છે.

  સારું જીવન જીવવા માટે માતા-પિતા પછી કોઈ સાચો રસ્તો બતાવતું હોય તો તે શિક્ષક છે. આપણાં સારા ભવિષ્યને મજબૂત કરવા માટે સતત પ્રયત્ન કરે છે.


  ઇતિહાસથી લઈને આજે પણ આપણે ગુરુને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપ્યો છે. ગુરુ, ટીચર, શિક્ષક એવા અનેક નામોથી આપણે તેને બોલાવીએ છીએ.



  આપણા હજારો અર્જુનને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડનારા વિશ્વ ગુરુ કૃષ્ણ સમાન આપણા ગુરુ શિક્ષક ગુરુ છે.



   શિક્ષક ગુરુ એટલે બધા માટે સમાન હોય છે. સારા ખરાબની ઓળખ કરાવે, પ્રેમથી સમજાવે, સારી રીતે ભણાવે, ગુસ્સો ના કરે અને આપણાની મુખ્ય વાતને  સાંભળે છે. આ બધાનું મિશ્રણ એટલે શિક્ષક-ગુરુ.


  છેલ્લે એટલું કહીશ કે શિક્ષક અને રોડ એક સમાન હોય છે પોતે ત્યાં જ રહે છે પણ બીજાને તેમની મંજિલ સુધી પહોંચાડે છે. શિક્ષક જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. શિક્ષકને ગુરુના રૂપમાં માનવામાં આવે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ