વસંત-ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય|Vasnt Gujarati Samayik Prichy

 સાહિત્યિક અને સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનું સર્વાંગી નિદર્શન


                                                                                                  વસંત તંત્રી:-

                                                                                                          ૧. આનંદશંકર ધ્રુવ

                                                                                                               ૨. રમણભાઈ નીલકંઠ

પ્રકાશન વર્ષ:- ઈ.સ.૧૯૦૨ 

 

 

૧) વસંત સામાયિકનો ઉદ્દેશ્ય:-

 

  સમયનું યોગ્ય પ્રતિબિંબ ઝીલે અને તેના જીવન વિકાસમાં કોઈ પણ સહાયરૂપ થાય એવા માસિકની આકાંક્ષા આનંદ શંકરને વસંતનો આરંભ કરવા દોરી જાય છે. આ માસિકના ઉદ્દેશ્યને વ્યક્ત કરતાં લખ્યું હતું કે “શ્રુતિ કહે છે કે સત્ય એ સર્વ ભૂતોનું મધુ પુષ્પરસ રચે છે અને સર્વભૂતો સત્યનું મધુ છે. એ મધુને પોષવું પ્રગટાવવું, રેલાવવું એ વસંતની પરમ ઉદ્દેશ ભાવના છે.

 

 

૨) આનંદ શંકર ધ્રુવ પ્રથમ વસંતનું તંત્રી પદ સંભાળ્યું:-

 

  સતત ૧૦ વર્ષ સુધી (૧૯૧૨) વસંતના તંત્રી પદે તેઓ રહ્યા. પછીના ૧૨ વર્ષ રમણભાઈ નીલકંઠ વસંતને સંભાળ્યું એ પછી ૧૯૨૪થી ૧૯૩૯ સુધી એટલે કે વસંત બંધ પડ્યું ત્યાં સુધી એના તંત્રી પદ આનંદ શંકર રહ્યા.

 


 ૩) વસંત દ્વારા ગુજરાતી સાહિત્યમાં કરવામાં આવેલા નવસંચાર:-

 

  વસંત ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં નવ સંચાર ઉપજાવ્યા છે. સાહિત્યમાં નવજીવન નવીન ઉદાર ભાવનાનો પ્રાણરૂપ તાજગી સભર વાતાવરણ ઉભું કરવામાં એમણે તમામ બાજુથી પ્રયત્નો કરવા માંડ્યા. એ સમયનો પદવી ધારી ગુજરાતી ભાષામાં લખવા ભાગ્ય જ તૈયાર થતો હતો. તેમાંથી ભુલાભાઈ દેસાઈ, છોટાલાલ વકીલ, શીવાભાઈ, મોતીભાઈ, બાલકીશનદાસ દલાલ જેવા, વિદ્વાનોને આનંદ શંકરે વસંતમાં લખતા કર્યા હતા.

 

 

૪) વસંતનું વિષય વૈવિધ્ય:-

  વસંતમાં સ્થાન પામેલા કેટલાક વિષય તરફ નજર માંડી પોતે અધ્યાત્મિક, તત્વજ્ઞાન, વ્યાકરણ, રાજકારણ, સમાજજીવન અને આર્થિક પ્રશ્નોની વિચારણા, નાટક, કવિતા, વાર્તા, નિબંધ, ગ્રંથાવલોકન, ચિત્રાત્મક, સંશોધનાત્મક અને વીશ્લેશ્નાત્મક નિબંધો, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિના નિબંધો, માનસ શાસ્ત્રી, શરીરશાસ્ત્ર, વિષયો, લેખો, ઉદ્યોગ અને આરોગ્યશાસ્ત્ર, વિશ્વરાજકારણ, કૃષિવિજ્ઞાન અને રેલ્વેતંત્રીના લેખો પણ વસંતનું ધ્યાનાર્હ પાસું હોય છે.

 

 

  આ ઉપરાંત શબ્દ ચર્ચા, ખગોળ વિદ્યા તથા સંગીત વિષય લેખો વસંતમાં પ્રકાશિત થતા હતા. તેના છેલ્લા પૂઠા પર પશ્ચિમના કે પૂર્વના સમર્થ વિદ્વાનોના અવતરને મુકાતા આ યાદી પરથી જોઈ જાય છે, કે માત્ર સાહિત્યના પ્રશ્નોને ચર્ચતું માસિક ન હોતું, પરંતુ એની દ્રષ્ટિ માનવ વિદ્યાની અનેક શાખાઓ પર ફરી વળેલી હતી.

 

 


વસંત-ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય




૫) વસંતમાં પ્રગટ થયેલા આનંદ શંકરના કેટલાક ચિંતનાત્મક નિબંધો:-

  આનંદશંકર દ્વારા વસંતમાં લખાયેલી પ્રાસંગિક નોંધોનું પણ એટલુંજ મહત્વ છે. “હ્રદયના હક્ક” શીર્ષક અંતર્ગત લખેલી આવી પ્રારંભિક નોંધ અંજલી લેખો વસંતનું સમૃદ્ધ અંગ છે. જ્ઞાન સુધારામાં પ્રગટ થયેલી ભન્દ્ર્મ-ભન્દ્રમાં રમણભાઈની ભાષણ બાસન જેવા અનેક દોષોનું જે સુધારકોમાં આરોપણ કરવું હતું એને કારણે વસંતે ભન્દ્ર-ભદ્રને સુધારાનો પક્ષ સબળ કરવાને બદલે એના માર્ગમાં બાધારૂપ ગણાવી હતી.

 

 

૬) વસંત દ્વારા આનંદ શંકરની સમન્વય દ્રષ્ટિ અને ઉદાર મતવાળી વિચારણાનો પ્રાપ્ત થતો પરિચય:-

 

   ચાર દાયકા સુધી ચલાવેલ સાહિત્ય શિક્ષણ અને સામાજિક વિચારણાના પરીપાકનુંરૂપ વસંતના પ્રકાશિત લેખો, કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન વિચાર માધુરી ૧/૨ માં સંગ્રહિત થયા છે. જેમાં આનંદ શંકરની સમન્વયશીલ દ્રષ્ટિ અને ઉદારમતવાળી વિચારણાનો પરિચય પ્રાપ્ત થાય છે.

 

 

૭) ગાંધીજી દ્વારા ‘વસંત’ની કરવામાં આવેલી પ્રસંશા:-

 

 ગાંધીજીએ પણ નોંધ્યું છે કે ‘એમના લેખો અમેરિકામાં તેમના જેવાઓનો ખોરાક હતા.

 

   આનંદ શંકરનાં માસિક વસંતને માર્ગદર્શન, શિક્ષણ તરીકે વંદનાર અરીતો સારો વ્યાપક વર્ગ છે. વસંતમાં ઉત્તમલાલ, કૃષ્ણલાલ ઝવેરી, બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રમણભાઈ નીલકંઠ, નાન્હાલાલ, કાન્ત, નારાયણ, હેમચંદ્ર કેશવચંદ્ર સેન, સાકરલાલ દેસાઈ, નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક વિદ્વાનો, સ્નેહરશ્મિ જેવા નવા કવિઓના વિકાસમાં પ્રથમ તબ્બકે લખાણો પ્રકાશિત થયા હતા.

 

 

૮) વસંત દ્વારા સમકાલીન સાહિત્યની કરવામાં આવેલી સમીક્ષા:-

 

   સમકાલીન સાહિત્યની સમીક્ષા કરવાનું વલણ વસંતે ઉત્સાહભેર શરુ રાખ્યું હતું પરંતુ વસંતમાં થતા ટૂંકા અને અધૂરા ભર્યા અવલોકન બાબતે બ.ક.ઠાકોરે ફરિયાદના સ્વરે લખ્યું હતું. વસંતને અનેક મિત્રો અને હિતેચ્છુએ અનેકવાર સૂચવેલું કે વધારે અવલોકનો આપી માસિકને બમણા અવલોકનો એ અવલોકન ક્રિયાનો પ્રશિષ્ટ પ્રકાર છે. એક વાર વસંતના તંત્રીના વિશાળ ફિલસૂફ આલેખાય નરી કોણ જાણે શા કારણથી?

 

 

૯) વસંતને આનંદ શંકરે ‘ક્યારો નહિ’ પણ ‘વાતાવરણ’ કહ્યું:-

 

  વસંત જેવા સામાયિક માટે આનંદ શંકરે ક્યારો નહિ પણ વાતાવરણ કહ્યું હતું. આ નુતન વાતાવરણ સર્જવામાં, જીવનને વગર પ્રણાલીએ વહેવા દેવામાં પોતાની સત્યશીલ વાણીમાં વિચાર, સર્જક તરીકેની પ્રતિભાને એમણે ખપમાં લીધી વિવિધ જવાબદારીઓ વહનકરતા આનંદ શંકરને મતે નિયમિત સામાયિક ચલાવવું એ મોટો પડકાર હતો, જે અશક્ય લાગતા સંજોગોમાં પણ તેમણે નિભાવ્યું હતું. સાહિત્ય જીવનની સાથે સાંસારિક જીવનમાં ઉલ્લાસ પ્રગટાવવા મથતા આનંદ શંકરે એટલે જ કદાચ વસંતના રજત મહોત્સવમાં સંગાથમાં નવા પ્રાણની જરૂરીયાત માટે પસંદ પ્રગટ થયું હતું. તે પછી બદલાતા જતા જમાનાને અનુરૂપ થવા કોઈ નવી જ જરૂરીયાત જોઈ હતી.

 

 

   અન્ય સામાયિકોની સાથે વસંત પણ યુગ ભાવનાને મુક્ત કરી આપી અને એમના સિદ્ધિઓના પાયા પર ગુજરાતી સાહિત્ય સામાયિકોએ પોતાની દિશાઓ વિકસાવવાનો પ્રારંભ કર્યો.



આવી જ વધુ પોસ્ટ માટે અમને Follow કરી લેજો જે થી તમને નવી પોસ્ટ આવતા ખબર મળી જાય ને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ બીજી કયા પ્રકારની પોસ્ટ અમે મુકીએ એ માટે 




ગુજરાતી શાળાપત્ર Click Her



પ્રિયવંદા-૧૮૮૫ Click Her


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ