સત્યપ્રકાશ-તંત્રી કરશનદાસ મૂળજી
પ્રકાશન વર્ષ:-ઈ.સ.૧૮૫૫
“ધાર્મિક દંભ તથા અનાચાર સામેનો સત્ય નિષ્ઠ
અવાજ”
૧) સત્યપ્રકાશનો પ્રારંભ:
ધર્મ, ભક્તિના અજવાળા હેઠળ દોરાતી પ્રજાને
તત્કાલીન ધર્મ અને ગુજરાત તથા અન્ય પ્રદેશોની ઘડાતી જતી સંસ્કૃતિનો પરિચય કરાવવા
કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનો સામાયિક ઈ.સ.૧૮૫૫માં શરુ કરવામાં આવ્યો. જ્યારે
દંભી સાધુઓએ સમાજને દબાણમાં લઈને ભક્તિ શ્રોતના બહાને પોતાના અંગત સ્વાર્થને
પોષવાની વ્યભીજા લીલાઓની વૃત્તિઓને ફેલાવી હતી ત્યારે સત્યપ્રકાશ ધર્મને નામે
ચાલતા પાખંડને દૂર કરવા તેમજ સંસાર સુધારા તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી સુધારાનાં
અંગરૂપ ધર્મ કે સંપ્રદાય અંગે પ્રવર્તેલી સંકુચિત ભાવનાઓ અને વ્યભીચારોને ખુલ્લા
પાડવાનો તેમજ એ રીતે ધાર્મિક બાબતોના સત્યને પ્રકાશમાં લાવવાનો સત્યપ્રકાશનો
પ્રયત્ન સુધારક યુગના સામાયિકમાં નોંધપાત્ર છે.
૨) લોકહિતાર્થે સમર્પિત સત્યપ્રકાશની નિષ્ઠા:-
સત્ય પ્રકાશ દ્વારા સંસાર સુધારો અને સમાજ
સુધારાનાં કાર્ય કરીને નિષ્ઠા પૂર્વક લોકોનું હિત કરવામાં આવેલું છે, લોકોનું
કલ્યાણ કરવામાં આવેલું છે.
સત્યપ્રકાશની આ નિષ્ઠાને વિજય રાયે
‘નવદ્રષ્ટિના તેજે લેખ લખતી ભાવનાઓને મૂર્ત કરતુ’ કહીને પ્રમાણી છે.
૩) સદુપદેશ (ઉપદેશની) સરિતા વહેવડાતું સત્ય પ્રકાશનું મહત્વનું કાર્ય:-
સુધારા માટે અવરોધ રૂપ સમાજના પ્રતિનિધિઓ કે
ધર્મ પંથના, ધર્મગુરુઓની અનીતિ સામે કલમની તેજ વિન્ધવી અને મંડન પ્રસંગે કલમમાંથી
સદુપદેશની સરિતા વહેવડાવી એ સત્ય પ્રકાશ પોતાનું આવશ્યક કાર્ય લેખ્યું છે.
૪) સંસાર સુધારા ઉપરાંત વ્યક્તિ અને ગૃહજીવનના સુધારાને સત્યપ્રકાશ દ્વારા આપવામાં આવેલું મહત્વ:-
સંસાર સુધારો એટલે મુખ્યત્વે વિધવા, પુનઃલગ્ન
અને શિક્ષણનો પ્રચાર જ નહિ પરંતુ સુધારા અંગે વ્યક્તિનો તથા ગૃહ જીવનના સુધારા પર
કરશનદાસની સબળ કલમે વેધક વાણીમાં પ્રહારાત્મક લેખો લખ્યા છે.
૫) ‘લાઇબલ કેસ’ સત્ય પ્રકાશનું અમર પાસું:-
પ્રજા જીવનની નૈતિક સુદ્ધી કેમ થાય એ અંગે સતત
બાજ નજરે જોનારા આ સામાયિકનું અમર પાસું તો લાઇબલ કેશ વડે થાય છે. વલ્લભ
સંપ્રદાયના ધુરાજારણો સામે પોતાના સામાયિકોમાં પુણ્ય પ્રકોપી સ્વરે લખનારા કરશનદાસ
બંધલક્ષી
મહારાજ લાઇબલ કેસમાં માત્ર
૨૮ વર્ષની ઉમરના કરશનદાસ ઓછામાં ઓછી મદદથી સાધન-સંપન પ્રતિવર્ષ સામે ઝઝૂમ્યા અને
કેશ જીત્યા. જાહેર વિવાદ દ્વારા રૂઢી અને ધર્મ સામેના આ તીખા પ્રહારો એ સમયે
કોતુકનો વિષય હતો.
૬) સત્ય પ્રકાશની સુદર્શન ચક્ર સાથે કરવામાં આવેલી સરખામણી:-
ગુજરાતના સંસ્કાર જીવનને વિકસાવવા રૂઢીવસ્થા
અને અનાચારો સામે બાથ ભીડનારા કરશનદાસ સત્યપ્રકાશની સુદર્શન ચક્ર સાથે સરખામણી
કરે છે, એ યોગ્ય લાગે છે.
૭) સત્ય પ્રકાશ સામાયિકમાં જોવા મળતો ભાષા દોષ-(ભાષાની અશુદ્ધિ):-
સત્યપ્રકાશની ભાષા
ડાંડિયો અને શાળા પત્રની તુલનાએ એમાંના કેટલાક ભાષાદોષ એ સમયની મુદ્રણની પ્રતિકુળ
સ્થિતિમાંથી ઉદ્ભવતા હશે એમ માનવાને ઘણા પ્રમાણો સત્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય
છે.ભાષાની અશુદ્ધિ બાબતે સત્યપ્રકાશની ટીકા કરતા રતન રૂસ્તમ માસ્તરે લખ્યું છે:
“તેના તંત્રીઓ કેળવાયેલા હિંદુઓ હતા, છતાં ભાષાની બાબતમાં તે સમયના બીજા પત્રો અને
સત્ય પ્રકાશમાં ઝાઝો તફાવત નથી. ભાષા શુદ્ધિને બદલે વિચાર પ્રદર્શન એ જ મુખ્ય નેમ
હતી. ગુજરાતી ગદ્ય શૈલી હજી ઘડાયેલી નહોતી. બોલવું તેવું લખવું એ નિયમ પ્રવર્તતો
જણાય છે, વળી લેખોમાં પેરાઓની યોગ્ય વ્યવસ્થા પણ જણાતી નથી.”
૮) સત્યપ્રકાશમાં ‘રાસ્તે ગોફતાર’ સાથે સત્યપ્રકાશનું ભળી જવું:-
ઈ.સ.૧૮૬૦માં કે ખું શરુ કાલરાજી નારાસ્તે
સત્યપ્રકાશ ભળી ગયું પરંતુ ધર્મના અને સમાજના હિનપત ભર્યા સ્થળને ઉંચે લાવવા માટે
કરેલો એમનો પુરુષાર્થ સમાન જને યોગ્ય દિશાએ લઇ જવાની શુભ નિષ્ઠા એ સત્ય પ્રકાશને
યાદગાર બનાવ્યું હોય છે.
આવી જ વધુ પોસ્ટ માટે અમને Follow કરી લેજો જે થી તમને નવી પોસ્ટ આવતા ખબર મળી જાય ને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ બીજી કયા પ્રકારની પોસ્ટ અમે મુકીએ એ માટે
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈