Recents in Beach

ગુજરાતી શાળાપત્ર-ગુજરાતી સાહિત્યિક સામાયિકો|Gujarati Shala Patr


૧) ગુજરાત શાળાપત્રનો પ્રારંભ:-

 

   સરકારી કેળવણી ખાતા તરફથી ઈ.સ.૧૮૬૨માં અમદાવાદથી તે પ્રસિદ્ધ થયું ત્યારે એના સ્થાપક તંત્રી રૂપે મહીપતરામ નીલકંઠને નીમવામાં આવેલા.

 

 


૨) ગુજરાત શાળાપત્રનો મુખ્ય ઉદ્દેશ:-

 

  શાળાપત્રનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણના પ્રશ્નોને અને કેળવણીમાં પડતી મુશ્કેલીઓ પ્રત્યે દિશા ચીંધવાનો હતો. શિક્ષિત અને વિદ્યાર્થીને વિકસાવતા તેમજ શિક્ષણની પદ્ધતિઓનો ખ્યાલ કોઈ પત્ર દ્વારા માર્ગદર્શન રૂપે મળવો જોઈએ, એવી નેમ સાથે તે પ્રસિદ્ધ થયું.

 

 

૩) ઈ.સ. ૧૮૭૦માં નવલરામ દ્વારા આ પત્રના તંત્રી પદનું સુકાન સંભાળવામાં આવ્યું:-

 

  ઈ.સ.૧૮૭૦માં આ પત્રના તંત્રીપદનું સુકાન કેળવણી ખાતાએ નવલરામને સોપવું માત્ર શિક્ષણ, વહીવટી વિગતો અને વિદ્યાકીય પ્રશ્નો કે અહેવાલોને જ ધ્યાનમાં રાખતા આ પત્રમાં નવલરામે સાહિત્યના અંગો ઉમેરાયા અને એ સાહિત્યિક સામાયિકની કક્ષામાં મુકાયા.

 

 

૪) નવલરામેને નિબંધકાર તરીકે સ્થાપવામાં શાળાપત્રનો રહેલો સિંહ ફાળો:-

શાલાપત્રનું મોટા ભાગનું લખાણ નવલરામે લખવા માંડ્યું. તંત્રીની ફરજ રૂપે લખાયેલા સમાજ, શિક્ષણ અને સાહિત્ય વિશેના નિબંધો નવલરામને નિબંધકાર તરીકે સ્થાપવામાં સિંહભાગ ભજવે છે. એમના મોટા ભાગના નિબંધો વિવેચનાત્મક છે. અને તેમાં શાસ્કીયતા, મનોગ્રાહ્યતા, સહ્ર્દયતા અને નિરક્ષીર, વિવેક વૃતિને સહ વિદ્વાનો એ પ્રમાણ્યા છે.

 

 

૫) ગુજરાત શાળાપત્રની નોંધ પાત્ર સેવા:-

 

  ગુજરાત શાળાપત્રની નોંધપાત્ર સેવા તો એમાં નિયમિત રીતે સમકાલીન સાહિત્યનુ થતું રહેલું વિવેચન છે. ગ્રંથ નિરીક્ષા, શીર્ષક હેઠળ નવલરામે અઢીસો (૨૫૦) જેટલા પુસ્તકોની સમર્થ વિવેચના કરી હતી. ‘કરણઘેલો’, સરસ્વતીચંદ્ર ભાગ-૧ જેવી એ અરસામાં પ્રગટ થયેલી કૃતિઓ અને સંસ્કૃત ગ્રંથોના અનુવાદો નવલરામની સમીક્ષાનો વિષય બન્યા છે. નર્મદ અને દલપત, પ્રેમાનંદ અને શાળાની કાલ્ય તુલનાઓ શાળાપત્રમાં પ્રગટ થઇ હતી. આ ઉપરાંત નાટક શાળા, ભાષા જોડણી, કવિતા અને કવિતા-વિચાર જેવી ચર્ચાઓ શાળાપત્ર દ્વારા મુકવાથી થોડા જ સમયમાં નવલરામની શ્રધ્યેય વિવેચક તરીકે ગુજરાતમાં પ્રતિષ્ઠા થઇ.

 

 

૬) નવા લેખકોને કવિપદ આપવાનો મળેલો વણ લખ્યો અધિકાર:-

 

  નવા લેખકોને કવિપદ આપવાનો વણલખ્યો અધિકાર શાળાપત્રનાં તંત્રીને એમની સંગીન વિવેચન પ્રવૃતિએ આપોઆપ અપાવ્યો. તે છતાં વિષ્ણુ પ્રસાદ બતાવે છે તેમ સાહિત્ય વિવેચનમાં નવલરામને શાળાપત્ર તંત્રીપદને શિક્ષણ પદને કારણે કેટલીક મર્યાદાઓ નડે છે. નીતિ રક્ષકના ખ્યાલને વશ થઇ તેઓ ‘કાલાન્ત’ કવિ રહેલા ઉઘાડ શૃંગારને કારણે પ્રક્રિયા ભાવને કારણે વિવેચન કરવાની નાં પાડી દે છે. આમ છતાં એકંદરે શાળાપત્ર અમે શિક્ષકનો વ્યવસાય એમણે ગુજરાતી વિવેચનને પડ્યો છે એમ કહી શકાય. નવલરામનાં અવસાન બાદ ગોવર્ધનરામે પ્રસિદ્ધ કરેલા ‘નવલગ્રંથાવલી’ માના લેખો શાળાપત્રની જ નીપજ છે.  

 

 

૭) સાહિત્યિક રુચીને ઉત્તેજવામાં ગુજરાત શાળાપત્રનો રહેલો ફાળો:-

 

  નવલરામે શાળાપત્રમાં ૧૨ વર્ષ સુધી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેના ઉમદા વિચારોને રોકવાનું જ કામ નથી કર્યું, બલકે સાહિત્યિક રૂચીને ઉત્તેજવાના બુદ્ધિ ગમ્ય પ્રયત્નો, સમર્પિતભાવ કર્યો હતાં. આવી સાહિત્યિક ધૂન, ગોવર્ધનરામ કહે છે તેમ નવલરામનું જીવન તેમના મગજમાં અને હ્રદયમાં હતું કહેવડાવે છે.’

 

  નવલરામની તંત્રી તરીકેની વ્યવહાર દક્ષતાને પણ પરિચય શાળાપત્ર દ્વારા થાય છે. શાળાપત્રને પછી સરકારી પત્ર હોવા છતાં એનો વાર્ષિક ખર્ચ ૭૮૨ રૂપિયાનો અને ઉપજ રૂપિયા ૮૦૦ની હતી. ધીર-ગંભીર વિવેચના અને સમર્પિત પદ્યગાન મંડાણ નવલરામની કલમે શાળાપત્રમાં શરુ થયા.

 

 


૮) ગંભીર અને શિષ્ટ પ્રકારનું કહી શકાય એવું નવલરામનું પત્રકારત્વ:-

 

  નવલરામનું પત્રકારત્વ ગંભીર અને શિષ્ટ પ્રકારનું હતું. એમાં ક્યાંયે આસ્ખતાઈ, ગાળાગાળી કે નિંદા પ્રવેશ્યા નહિ. શિક્ષણને લગતા પ્રશ્નોની આટલી વિષદ ચર્ચા કરતુ સામાયિક આજે પણ આપણી પાસે બીજું કોઈ નથી. એ હકીકત ધ્યાનમાં લઈએ તો આજથી ૧૦૦ વર્ષ પહેલા આવા પત્રકારત્વ કરેલા સેવાનું મૂલ્ય સમજાય.

 


 

૯) પોતાના જીવન કાર્યને આગળ ધપાવવાના એક પુરક સાધન તરીકે શાળાપત્રનો નવલરામ દ્વારા કરવામાં આવેલો ઉપયોગ:-

 

  નવલરામે પોતાના જીવન કાર્યને આગળ ધપાવવાનો એક પુરક સાધન તરીકે શાળાપત્રનો ઉપયોગ કર્યો. અને બે ખરા અર્થમાં એમનું મદદ કરતા અને એમના વિચારોનું વાહન બની ગયું.

 

 


પ્રસ્થાન Click Her...



કોમુદ્દી સાહિત્યિક સામાયિ Click Her..

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ