તંત્રી- દલપતરામ, પ્રકાશન વર્ષ- ઈ.સ.૧૮૫૪
*બુદ્ધિ પ્રકાશ
ઈ.સ. ૧૮૪૬માં અમદાવાદ ખાતે
નિમણુંક પામેલા અંગ્રેજ ન્યાધીશ એલેક્ઝાન્ડર કીનલોક ફાર્બસને સાહિત્ય અને
ઇતિહાસમાં જીવનરસ હોવાના કારણે ‘ગુજરાત વર્ણાક્યુંલર સોસાયટીના’ સ્થાપના થઇ.
ગુજરાતની પરંપરાઓ અને સંસ્કૃતિને સંરક્ષવા માટે આ અંગ્રેજ અધિકારીએ તમામ પ્રયત્નો
કર્યા. એના ફળ સ્વરૂપે બુદ્ધિનો પ્રકાશ અનુભવવા મથી રહેલા ઉત્સાહી ગુજરાતીઓએ
બુદ્ધિનો, તર્કશક્તિ અને વૈજ્ઞાનિક મનોદશાનો તેમજ જીવનની બોદ્ધિક આલોચનાનો જાણે કે
સંપ્રદાય રચવો હોય તેમ ઈ.સ.૧૮૫૪માં શરુ થયેલા સામાયિકનું ‘બુદ્ધિ પ્રકાશ’ એવું
નામકરણ કર્યું.
૧) પ્રારંભમાં પાક્ષિક સ્વરૂપે પ્રકાશિત થતું બુદ્ધિ પ્રકાશ:
પ્રારંભમાં બુદ્ધિ પ્રકાશ પાક્ષિક સ્વરૂપે
પ્રકાશિત થતું હતું. ૧૬ પાનામાં પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવન ચરિત્રો, વાર્તાઓ, રસાયણ
શાસ્ત્ર, વેપાર, કોયડાઓ અને ચર્ચા પત્રોમાં એમની સામગ્રી સમાયેલી જોવા મળે છે.
પાક્ષિક સ્વરૂપે દોઢ વર્ષ ચાલ્યા બાદ સરકારી
વહીવટી ટીકાને કારણે અને ક્ષુલ્લક વગોવણીઓમાં રસ લેવાને કારણે બુદ્ધિ પ્રકાશનું
નામ ઘટી ગયું.
૨) ઈ.સ.૧૮૫૫માં દલપતરામ દ્વારા બુદ્ધિ પ્રકાશનું સંભાળવામાં આવેલું તંત્રી પદ:-
દલપતરામ દ્વારા ઈ.સ.૧૮૫૫માં બુદ્ધિપ્રકાશને
સંભાળવામાં આવ્યું તે પછી બુદ્ધિ પ્રકાશ સોસાયટીની સંસ્થાની પ્રવૃતિઓનો આદરણીય
મુખપત્ર બની રહ્યું. સોસાયટીની ઉન્નતિમાં બુદ્ધિ પ્રકાશ દ્વારા દલપતરામે આપેલો
ફાળો અનન્ય છે. દલપતરામે ગુજરાતમાં થઇ રહેલી સાહિત્યિક પ્રવૃતિઓની વિગતો પ્રસિદ્ધ
કરવામાં કવિતા અને નિબંધ સ્વરૂપને પ્રકાશિત કરવામાં ઉત્સાહ દાખવ્યો જે રીતે
ડાંડિયો, સત્યપ્રકાશ કે ગુજરાત શાળાપત્રની કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારની નીતિ હતી.
તેવી કોઈ નીતિ બુદ્ધિ પ્રકાશના પ્રકાશન પાછળ થતી નહિ. આથી બુદ્ધિ પ્રકાશ જેને જનરલ
કહી શકાય તેવું સામાયિક હતું.
3) દલપતરામનાં સાહિત્યનુ બુદ્ધિપ્રકાશ સામાયિક દ્વારા કરવામાં આવેલું પ્રકાશન:-
દલપતરામનાં કેટલાક નીબંધાત્મક લખાણો
બુદ્ધિપ્રકાશનાં તંત્રી હોવાની જવાબદારી રૂપે સર્જાયા છે. બુદ્ધીપ્રકાશની
પ્રારંભની ફાઈલોમાં જે સહી વિનાના લેખો છે તે દલપતરામના હોવાનો સંભવ છે.
પ્રારંભમાં એમના નિબંધોની શૈલી નિશાળમાં લખાતા નિબંધોના પ્રકારની છે, પરંતુ ક્રમશઃ
તેમાં વિકાસ જોવા મળે છે. અને ધીર ગંભીર કોટીના નિબંધો દલપતરામ પાસેથી પ્રાપ્ત થાય
છે. આ ઉપરથી કહી શકાય કે ઈ.સ.૧૮૫૫થી ઈ.સ.૧૮૭૮ સુધી તંત્રી પદે રહેલા દલપતરામના
સર્જક-તંત્રને પલટવામાં બુદ્ધિપ્રકાશ એ બહુ મોટો ભાગ ભજવ્યો છે.
૪) દલપતરામ ઉપરાંત અન્ય મહાનુભવોના હાથે બુદ્ધીપ્રકાશનું કરવામાં આવેલું સફળ સંચાલન:-
છેલ્લા સો વર્ષ દરમિયાન બુદ્ધીપ્રકાશનું સંચાલન
બુદ્ધિ પ્રકાશ સમિતિના મદદનીશ મંત્રીઓથી માંડીને હિરાલાલ પારેખ, બાલાશંકર
કંથારિયા, ર.છો.પરીખ જેવા મહાનુભાવોના હાથે થતું રહ્યું છે.
૫) રણછોડભાઈ ઉદયરામ લેખ ‘જે કુંવરનો જે’ નાટક બુદ્ધિપ્રકાશમાં હપ્તાવાર પ્રગટ કરવામાં આવ્યું:-
રણછોડભાઈ ઉદયરામે ૧૮૬૧માં “જે કુંવરનો જે”
નામે એક નાટક બુદ્ધીપ્રકાશમાં હપ્તાવાર લખ્યું હતું. ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી
‘સુગાઈને’ નાટક વિષય પણ ગુજરાતી ભાષામાં ખેડવા જોઈએ.’ એવી લાગણી સાથે ગુજરાતના
આદ્ય નાટ્યકારનું આ પ્રથમ નાટક બુદ્ધિપ્રકાશ એ પ્રગટ કર્યું હતું. એ રોમાંચ પ્રેરે
એવી ઘટના છે.
૬) બુદ્ધિપ્રકાશનો પ્રધાન ઉદ્દેશ:-
બુદ્ધીપ્રકાશનો પ્રધાન ઉદ્દેશ તો લોકશિક્ષણ,
વિચાર-વિસ્તાર અને પ્રચાર, સમાજ સુધારાનો બોધ, ગુજરાતીભાષા અને સાહિત્યની સેવા
કરવાનો રહ્યો છે. એમના વાંચન વિષયોમાં ઈતિહાસ, કેળવણી, સમાજ સુધારો, વિજ્ઞાન,
હુન્નર, કળા, ધર્મ, સદાચાર અને નીતિ વિષયક લેખો સાથે ઈતિહાસ પુરાતત્વ સબંધી લેખો
રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી કવિતા, વાર્તા, સંશોધનાત્મક લેખો, આસ્વાદ લેખો
અને સાહિત્યિક, સાંસ્કૃતિક, રાજકીય અથવા આંતરરાષ્ટ્રીય બનતી ઘટનાઓ પર પણ
બુદ્ધિપ્રકાશ નજર માંડતું થયું છે.
સુધારક યુગથી આજ સુધી પ્રકાશિત થતા રહેલા આ
સામાયિકની ભૂમિકા આજે તો એની એ જ જૂની ઘરેડમાં ચાલ્યા જતા સામાયિક જેવી દેખાય છે.
પણ સાહિત્ય સંદર્ભે પલટાયેલા યુગો, વિવિધ સાહિત્ય સમાજના આંદોલનો, વહેણો અને
તપાસવાની વિપુલ સામગ્રી બુદ્ધીપ્રકાશમાં સંગ્રાહાયેલી છે. એમાંની કેટલીક સામગ્રી
આજે પણ સાહિત્ય દ્રષ્ટિએ મુલ્યવાન ગણી શકાય એમ છે. નુતન કવિતા વહેણને સત્કારવામાં
બુદ્ધિપ્રકાશ સંકોચ અનુભવતો નથી એ દ્રષ્ટિની વિશાળતા કરતા પણ સમયના બળને પારખવાની
અને તેની સાથે તાલ મેળવતા રહેવાની પ્રજ્ઞા દ્રષ્ટિનું નીદર્શિત છે.
બુદ્ધિપ્રકાશમાં સુધારક યુગથી માંડીને આજ સુધીની લેખન-સામગ્રી અને સર્જકોનો
વૈવિધ્ય આપણને આશ્ચર્ય પમાડે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈