અનુગાંધીયુગનાં સ્થિયાંતરો અથવા
અનુગાંધીયુગમાં જુદા જુદા ક્ષેત્રે વિષયોમાં થયેલા પ્રદાનની સવિગત ચર્ચા કરો.
અનુગાંધીયુગના સાહિત્યના સમગ્રલક્ષી વિચાર તથા
કેટલીક બાબતો ધ્યાનમાં આવે છે. આ યુગનું સાહિત્ય મુખ્યત્વે ૧૯૪૦-૬૦ દરમિયાન
સર્જાયેલ છે. આ સમયગાળાના સર્જક સ્પષ્ટ પણે બે વિભાગમાં વહેંચાઇ જાય છે. કવિઓ અને
ગદ્યકારો ગાંધીયુગના મોટા ગજાના અનેક કવિઓએ ગદ્યમાં પણ મહત્વનું પ્રદાન કર્યું
હતું, જ્યારે અનુગાંધી યુગના મુખ્ય કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત
મડિયા, પ્રહલાદ પારેખ, હરિશચંદ્ર ભટ્ટ, હસમુખ પાઠક અને મકરંદ દવે ગદ્યમાં
નોંધપાત્ર કહેવાય તેવું પ્રદાન થયું નથી.
અનુગાંધીયુગના સાહિત્યક્ષેત્રે કેટલીક નોંધનીય
બાબતો ધ્યાનમાં આવે છે. જે ગાંધીયુગના સાહિત્યથી અલગ તરી આવે છે. જેનો પરિચય
મેળવીએ.
*અનુગાંધીયુગના સ્થિયાતરો :
(૧). અનુગાંધી યુગના સાહિત્યની ઉપલબ્ધીઓના
વિચાર કરીએ તો કવિતા ક્ષેત્રે નિરંજન ભગત, ઉશનસ, જ્યોતિષ પાઠક, મકરંદ દવે અને
હરિશચન્દ્ર દવે નોંધપાત્ર સ્થાન મેળવે છે અને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પોતાની
આગવી મુદ્રા ઉપસાવે છે.
એજ રીતે ગદ્યક્ષેત્રે જોઈએ તો ટૂંકીવાર્તાનાં
જયંત ખતરી, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, ગુલાબદાસ, બ્રોકર, મોહનલાલ પટેલએ વિશિષ્ટ
પ્રદાન કરે છે.
*નાટ્યક્ષેત્રે :
જયંતિ
દલાલ, દર્શક, મડિયા, શિવકુમાર જોશી વગેરે મહત્વનું પ્રદાન કર્યું હતું.
*વિવેચન ક્ષેત્રે:
ઉશનસ, જયંતિ પાઠક, નિરંજન ભગત, ભોગીલાલ
સાંડેસરા અને રમણલાલ જોશી વગેરે વિશિષ્ટ પ્રદાન કર્યું.
(૨). અનુગાંધીયુગના મોટા
ગજાના ગદ્યકારો પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતિ દલાલ, દર્શક, જયંત ખતરી,
ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, કિશનદાસ ચાવડા નોંધનીય સર્જન કર્યું છે.
અનુગાંધીયુગના કવિઓ અને ગદ્ય લેખકો પર ગાંધી પ્રભાવ
ખાસ જણાયો નથી. એટલું જ નહિ, ગાંધી યુગના સાહિત્યમાં મુખ્ય લક્ષણોથી તેમનું
સાહિત્ય મોટા ભાગે મુક્ત રહ્યું છે. અનુગાંધીયુગની કાવ્ય ગાંધીયુગના અને આધુનિકયુગની
કવિતાથી સ્પષ્ટ પણે જુદી તરી આવે છે.
અનુગાંધીયુગનું ગદ્ય-સાહિત્ય પણ ગાંધીયુગ અને
આધુનિકયુગના ગદ્ય કરતા જુદું તરી આવે છે.
(૩) અનુગાંધીયુગના કવિઓની
જેમ આ યુગના ગદ્યકારોનું પણ મુખ્ય લક્ષણ સાહિત્ય દ્વારા સોંદર્ય બોધ કરાવવાનું
નિર્ભય આનંદની અનુભૂતિ કરાવવા અને ક્લાત્મકનું ચિત્ર કરવાનું જણાય છે.
આ યુગના કવિઓ કે ગદ્યકારો ન તો ગાંધી પ્રવૃત્તિ
ભાવનાઓ આદર્શીને પ્રચાર કરવા ઈચ્છે છે, ન ગાંધી પ્રેરિત સરળ કે સાદી ભાષામાં લખી
સાહિત્યને કોશિયા સુધી પહોંચાડવામાં આવે છે. આ ગદ્ય અને પદ્ય ગાંધીયુગથી સ્પષ્ટ
પણે જુદી પડી જાય છે.
(૪). નવલકથાઓ આ યુગના નવા શિખરો
સર કર્યા છે. આપણને આ યુગમાં પન્નાલાલ પટેલ જેવું ગ્રામ્ય જીવનની તળપદી તાકાત અને
માટીની મહેક લઇ જાનપદી નવલકથાનું આગવું પરિણામ સિદ્ધ કરતો નવલકથાકાર વાર્તાકાર
પ્રાપ્ત થાય છે. આ યુગના ગદ્ય સાહિત્ય ઉલ્લેખનીય ગદ્ય ગણી શકાય.
બીજી બાજુ દર્શકના રૂપમાં આપણને સમક્ષ એતિહાસિક
અને સામાજિક નવલકથાકાર સાપડે છે. પન્નાલાલ કરતા જુદી જ દિશામાં ગતિ કરી તેઓ
નવલકથાકાર ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધી પ્રાપ્ત કરે છે.
(૫). ગાંધીયુગમાં જે રીતે
ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાની ભારતીય સાહિત્ય સૃષ્ટિમાં સન્માનીય સ્થાન અપાવે છે
તે રીતે અનુગાંધીયુગમાં કવિતા ક્ષેત્રે આવી સિદ્ધી રાજેન્દ્ર્શાહ મેળવે છે.અને
નવલકથા ક્ષેત્રે પન્નાલાલ અને દર્શક અનુગાંધીયુગના ત્રણ સર્જકોએ રાષ્ટ્રીય સ્તરે
અસાધારણ સિદ્ધી પ્રાપ્ત કરી આ યુગના સાહિત્યને ગરિમા આપી છે.
આ અનુંગાંધીયુંગનો સમયગાળો ટૂંકો લગભગ બે
દાયકાનો હોવા છતાં આ યુગના સમર્થ સાહિત્ય સર્જકોએ ગદ્ય- પદ્યક્ષેત્રે અસાધારણ
પ્રદાન કર્યું છે. એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અન્ય યુગોની સરખામણીમાં સહેજ પણ
ઉણું ઉતરે એવું નથી. આપણે જોયું તો આ યુગના સાહિત્યકારોનું પ્રદાન અનેક બાબતોના
વિશિષ્ટ અનોખું અને મુલ્યવાન રહ્યું છે. એને જ કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના
ઇતિહાસમાં આ યુગનું આગવું ઉલ્લેખનીય સ્થાન છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈