Recents in Beach

પરંપરાગત લોકમાધ્યમોનો જન્મ|Paramparagata lokamadhyamo

 

પરંપરાગત લોકમાધ્યમો:-

 

  ભારત એક વિશાળ દેશ છે અહીં વિભિન્ન જાતી, ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. ઈતિહાસ, આ વાતનો સાક્ષી છે કે આપણે ત્યાં પ્રાચીન સમયથી જ પરંપરાગત લોક માધ્યમો પ્રચલિત છે, વિદ્યમાન છે.

 


૧. પરંપરાગત લોકમાધ્યમોનો જન્મ:-

  સમૃદ્ધ લોક કલાઓના રૂપમાં આ માધ્યમોનો જન્મ ગ્રામીણ જનતાની વચ્ચે થયો છે. આપણા દેશમાં પરંપરાગત લોક માધ્યમ ગ્રામીણ સંસ્કૃતિની દેન છે, પરંપરાગત લોક માધ્યમ વિષે ડૉ. રવીન્દ્ર ભ્રમર પરંપરાગત માધ્યમ એ લોક માનસની સહજ અને સ્વાભાવિક અભિવ્યક્તિ છે તે બહુધા અલિખિત હોય છે અને મોખિક પરંપરા દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધે છે. એના રચયિતાનું નામ અસાત હોય છે.

 


૨. પરંપરાગત લોક માધ્યમના વિવિધ લોકો:-

 

  પરંપરાગત લોકમાધ્યમમાં લોકકથા, લોકગીત, લોકનૃત્ય, લોકનાટ્ય અને કઠપૂતળી વગેરે આપણા દેશમાં અત્યંત પ્રભાવશાળી માધ્યમ સિદ્ધ થયાં છે.

 


૩. પરંપરાગત લોક માધ્યમોનો હેતુ કે ઉદ્દેશ્ય:-

  આ માધ્યમો દ્વારા ગામડાના લોકોમાં નશા, મદ્યપાન, નિરક્ષરતા, અસ્પૃશ્યતા, અંધવિશ્વાસ, સાંપ્રદાયિક વયમનસ્ય, વસ્તી વિસ્ફોટ, કુપોષણ, દહેજપ્રથા, સતીપ્રથા, અસ્વચ્છતા અને સામાજિક દુષણોની વિરુદ્ધ જન-જાગૃતિ લાવી શકાય છે.


 

૪. પરંપરાગત લોક માધ્યમોની વિશેષતા:-

  પરંપરાગત લોકમાધ્યમોની વિશેષતાઓ નીચે મુજબ છે:

 

(૧) તે સ્થાનિક બોલી-ભાષા, સંસ્કૃતિ અને લોકોની અભિરુચિને અનુરૂપ હોય છે, જે દ્વારા સ્થાનિક લોકોની અભિરુચિને સંતોષ આપી શકાય છે.

 

(૨) તે લોકમાનસની સહજ અને સ્વાભાવિક અભિવ્યક્તિ છે.

 

(૩) તે મોટેભાગે અલિખિત હોય છે. એની ખાસ વિશેષતા એ છે કે તે મોખિક પરંપરા દ્વારા પેઢી દર પેઢી એક પેઢીથી બીજી પેઢી સુધી વિકસિત રહે છે.

 

(૪) એનું મંચન ખુલ્લા આકાશની નીચે હોય છે. ક્યારેક સૂર્ય તો ક્યારેક ચન્દ્ર સાક્ષી હોય છે.

 

(૫) આધુનિક વાજિંત્રોની બદલે તેમાં ઢોલક, વખાચ, મંજીરા, ઝાંઝર અને હાર્મોનિયમનો ઉપયોગ કરવામાં આવે છે.

 

(૬) દર્શક ખુબ જ સાદગીથી જાય, ઝાડની ડાળી, ચબુતરા, અગાસી, ખાટ વગેરે પર બેસીને એનો આનંદ લઇ શકાય.

 

(૭) એમાં બધા જ ધર્મો, સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુંતા હોય છે.

 

(૮) તે પ્રચારાત્મક તથા ઉપદેશાત્મક બાબતથી હંમેશા દુર રહે છે.

 

(૯) પરંપરાગત લોકમાધ્યમનો વિષય એતિહાસિક, પોરાણિક, સામાજિક તથા કાલ્પનિક હોય છે.

(૧૦) આ માધ્યમ દ્વારા દર્શકોના મનમાં ઊભા થતા પ્રશ્નોનું તરત જ સમાધાન થઇ જાય છે.

 

 

૫. પરંપરાગત લોક્માધ્યમના વિવિધ પ્રકારો:-

  પરંપરાગત લોકમાધ્યમના વિવિધ પ્રકારો નીચે મુજબ છે:


 

૧) લોક ગીત:-

  આપણા દેશમાં ઉત્તર ભારત અને બિહાર અને બિહારમાં લોકગીતો ખુબ જ પ્રચલિત છે. તહેવાર, પાકની કાપણી, બાળકનો જન્મ, લગ્ન અને મુંડન વગેરે પ્રસંગોએ આ ગીતો ગાવામાં આવે છે.

 

  હોળીના અવસર પર ગાવામાં આવતા લોકગીતની એક ઝલક નીચે મુજબ છે:

 

‘હોરી ખેલેય રઘુ વીરા અવધમે હોરી.

કેકરા હાથ કનક પિચકારી,

કેકરા હાથ અબીરા||

રામ કે હાથ કનક પિચકારી,

લક્ષ્મણ કે હાથ અબીરા||

હોરી ખેલેય રઘુ વીરા અવધમે હોરી ||’


 

૨) લોક ગાથા:-

 

  લોક ગાથા વિશ્વના બધા જ દેશોમાં જોવા મળે છે. લોકગાથાનો અંગ્રેજી પર્યાય બેલેડ (Balled) એનો અર્થ થાય છે નાચવું.

 

મુખ્ય લોકગાથાઓ નીચે મુજબ છે:

(૧) પ્રેમ કથાત્મક લોકગાથાઓ :-

  લેલા-મજનું, સોહની-મહિવાલ, હીર-રાંઝા, હોલામારું (હોલામારુંના દુહા વગેરે.)

 

(૨) વીર કથાત્મક લોકગાથાઓ:-

  વિજયમલ, આલ્હા અને ઉદય વગેરે..

 

(૩) રોમાંચ કથાત્મક ગાથા:-

  સોરઠી

 

 

૩) લોકકથા:-

  ભારતમાં પ્રાચિનકાળથી મોખિક અને લેખિત સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢી સુધી નિરંતર લોકકથાઓ વિકાસ પામતી રહી છે.

 

  પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, વેતાલ પચ્ચીસીની કથાઓ, બૃહદ કથા, શુક્ર સપ્તતિ, પુરુષ પરીક્ષા વગેરે મુખ્ય છે. આ લોકકથાઓમાં જન કલ્યાણ અર્થે કોઈને કોઈ સંદેશ છુપાયેલો હોય છે.

 


૪) લોકનૃત્ય:-

  નૃત્ય દ્વારા હ્રદયમાં છુપાયેલી વાતને સરળતાથી અભિવ્યક્ત કરી શકાય છે. માનવીય સંવેગોની સફળતાપુર્વક અભિવ્યક્તિ કરી શકાય છે. ભારતના પ્રચલિત નૃત્યો નીચે મુજબ છે.

 

(૧) કથકલી:-

   કથકલી કેરળનું પ્રચલિત નૃત્ય છે. એમાં રામાયણ, મહાભારતમાંથી પ્રસંગો પસંદ કરીને એનું ચિત્રણ કરવામાં આવે છે. એનો સાજ-શણગાર વિશિષ્ટ હોય છે. નૃત્યકાર વિભિન્ન સંવેગો, ભાવો અને ભંગીમાઓ તથા આંખોની ગતિ દ્વારા નૃત્ય રજુ કરે છે.

 

(૨) મણિપુરી:-

   મણિપુરી નૃત્ય આસામ, અને બંગાળનું લોકપ્રિય નૃત્ય છે. એની ખાસ વિશેષતા એ છે કે એમાં અંગો, પ્રત્યાંગો જેવા કે હાથ, નાક, કમર, શિર, વક્ષ, પીઠ અને પગ વગેરેની કોમળ ગતિથી સુંદર અભિવ્યક્તિ કરવામાં આવે છે. એનું વસ્ત્ર પરિધાન અત્યંત ખુબસુરત હોય છે.

 

(૩) ભરતનાટ્યમ:-

  ભરતનાટ્યમ દક્ષિણ ભારતનું લોકપ્રિય નૃત્ય છે. ગાયક- વાદ્ક અને નૃત્યકાર, શૂર, તાલ અને લયથી બંધાયેલા હોય છે. એની વેશભૂષા વિશેષ પ્રકારની સાડી હોય છે, જે અત્યંત ખુબસુરત લાગે છે.

 

 

(૪) કથક:-

  ઉત્તર ભારતનું લોકપ્રિય વાદક છે. એમાં તબલાવાદક અને નૃત્યકાર તથા નૃત્યાંગના વચ્ચે મંચ પર સ્પર્ધા જેવી જ યોજાય છે, આંખો, હોઠ અને સમગ્ર ચેહરા દ્વારા ભાવોની અભિવ્યક્તિ કરવામાં આવે છે. સ્ત્રી- પુરુષ અલગ- અલગ એ બંને સાથે મળીને પણ આ નૃત્ય કરે છે.

 

  આ ઉપરાંત આંધ્રપ્રદેશનું કુંચીપુડી નૃત્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પંજાબનું ભાંગડા નૃત્ય પુરા હિન્દુસ્તાન ઉપર રાજ કરે છે. રાષ્ટ્રીય એકતા માટે આવા લોકનૃત્યો મહત્વના છે. એ મહત્વની ભૂમિકા ભજવે છે.

 

૫) લોકનાટકો (લોક થિયેટર):-

   લોકનાટકો સામાન્ય પ્રજાના મનોરંજન માટેનાં ઉત્તમ સાધન છે. એમાં જુદા-જુદા પ્રકારના લોકનાટકોનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે:

 

(૧) નોટંકી:-

  નોટંકી હિન્દીભાષી પ્રદેશોમાં ખુબ પ્રચલિત છે. નગારા, ડુગડુગી, ઢોલક, ઝાંઝ વગેરે વાદ્યનો પ્રયોગ એમાં કરવામાં આવે છે, એના કલાકારો અત્યંત ચાલાક હોય છે, ગીત, નૃત્ય અને સંવાદો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવે છે.

 

(૨) વિદેશિયા:-

   બિહાર અને પૂર્વ, ઉત્તર પ્રદેશનું પ્રચલિત નૃત્ય છે. પ્રિય પાત્રનું વિદેશગમન અને નાયિકાના વિરહનું ચિત્રણ એમાં હોય છે. ભાષા ભોજપુરી હોય છે.

 

(૩) રામલીલા:-

  રામલીલાઓ ઉત્તર ભારતનું લોકપ્રિય નાટક છે. એક સપ્તાહથી લઈને એક મહિના સુધી આ નાટક ચાલે છે. ગોસ્વામી, તુલસીદાસ રચિત મહાકાવ્ય.. રામચરિત માણસ એનો મૂળ આધાર છે. મર્યાદા પુરુષોતમ રામના જીવનની પ્રમુખ ઘટનાઓ ઉપર એ આધારિત હોય છે. બનારસના રામનગરની રામલીલા વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

 

(૪) રાસલીલા:-

 આપણા ઉત્તર ભારતનું લોકપ્રિય નાટક છે. એમાં ગોપીઓ અને ભગવાન કૃષ્ણની પ્રેમગાથાનું ચિત્રણ હોય છે. રાસલીલા પણ જગતભરમાં પ્રસિદ્ધ ધરાવે છે.

 


(૫) જાત્રા:-

  બંગાળનું અતિ લોકપ્રિય નાટક છે. એનું કથાવસ્તુ ધાર્મિક હોય છે. ધાર્મિક સ્થળે ભજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણના જીવનની ઘટના પર આધારિત છે. દુર્ગાપૂજા પર વિશેષ રૂપમાં ભજવવામાં આવે છે. મુદ્દત મુખ્ય વાદ્ય છે. સાથે સાથે ઢોલ, ઝાંઝ અને કરતાલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

 


(૬) તમાશા:-

  મહારાષ્ટ્રનું લોકનાટક છે. પછાત અને ગ્રામીણ જનતાનું નાટક છે. શૈલી અને સભ્ય સમાજ એને પસંદ કરતો નથી. ગામના મેળા અને સમારંભોમાં આ યોજવામાં આવે છે. એમાં સંવાદો, સામાજિક, ધાર્મિક અને માનવજીવન સમસ્યાઓના પ્રશ્નો ઉપર આધારિત હોય છે.

 

  નાર્તકીનું પાત્ર મહત્વનું હોય છે. નોટંકી આ નાટકનું આત્મા હોય છે. તે શણગાર સમીપે સ્ટેજ પર આવે છે અને પોતાની કલા પ્રદર્શિત કરે છે.

 

(૭) બુરકથા:-

  આંધ્રપ્રદેશની એ લોકકલા છે. ત્રણ કલાક દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ નાટક ભજવવામાં આવે છે.

 


(૮) ભવાઈ:-

  ગુજરાતનું પ્રસિદ્ધ લોકનાટ્ય છે. લોકજીવનની વિવિધ ઘટનાઓને, ધાર્મીકતાનું પટ આપીને રજૂ કરવામાં આવે છે. વાજિંત્રોમાં, નગારા, તબલાનો ઉપયોગ થાય છે. એમાં પુરુષપાત્રો, નારીપાત્રોની ભૂમિકા ભજવે છે એના વિદુષણને રંગલો કહેવામાં આવે છે.

 


(૯) યક્ષગાન:-

  દક્ષિણ ભારતનું લોકપ્રિય નાટક છે. તમિલ, તેલુગુ અને કન્નડ ભાષીઓમાં અધિક પ્રિય છે. એની ખૂબી પ્રાચીન પરંપરા છે તેથી કર્ણાટક, તમિલ અને આંધ્રની સંસ્કૃતિના વાહક છે. ક્યારેક વેશ્યાઓ ભાગ લે છે. સ્ત્રીઓ, પુરુષોના વેશમાં ભાગ લે છે.

 


(૧૦) જળ, નૃત્ય નાટિકા:-

  બંગાળમાં છેલ્લા દોઢેક દાયકાથી તીવ્ર ગતિથી ભજવાય છે. આ લોકનાટકમાં પાણીથી હોજમાં નૃત્ય કરવામાં આવે છે. કલાકારોને શ્રુંગાર એવી રીતે કરવામાં આવે છે કે પાણીથી ધોવાવો નથી કે ફેલાતો નથી. પ્રાચીન સમયથી લોકોની મનોરંજન કરતી આવી છે. રામાયણ, રાસલીલા, રાજા હરિશ્ચન્દ્ર, મહિસાસુર વધ વગેરેમાંથી કથાવસ્તુ પસંદ કરવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ પ્રકારના નાટકો કરે છે.



 

 

પરંપરાગત લોકમાધ્યમો




(૧૧) કઠપૂતળી:-

  કઠપૂતળી ભારતના સાથે વિદેશમાં પણ લોકપ્રિય છે. મનોરંજન અને શિક્ષણ માટેનું એનો પ્રયોગ કુશળતા પૂર્વક અને કલ્પના દ્વારા કરવામાં આવે છે. દર્શકો કઠપૂતળી સાથે સરળતાથી તાદાત્મયતા સાધી રહે છે.

 

  ઉત્તર ભારત અને રાજ્સ્તાનનું લોકપ્રિય લોકનાટ્ય છે.

  મુઘલકાલીન ઈતિહાસમાંથી કથાવસ્તુ લેવામાં આવે છે. પ્રાચીન નૃત્ય સંસ્થાઓ તહેવારોમાં એનો પ્રયોગ કરવામાં આવે છે. ઈઝરાઈલના સાહિત્યમાં એનું વિવરણ જોવા મળે છે.


૧. દેશવાળી કઠપૂતળી:-

  દોરાવાળી કઠપૂતળી હાથ, પગ, ભૂજાઓ અને ઘુટણમાં સાંધા હોય છે જે કઠપૂતળીને લચકદાર બનાવે છે. લાકડી, કાગળ, દોર, તાર, ચીથરા અને કપડામાંથી બનાવવામાં આવે છે. નિયંત્રણ કઠપૂતળીકારના હાથમાં હોય છે.

 

૨. લાકડીવાળી કઠપૂતળી:-

  લાકડીવાળી કઠપૂતળીઓ મોટી હોય છે. એનું સંચાલન લાકડીથી કરવામાં આવે છે. ભારતની સાથે જાપાન અને યુરોપમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં બંગાળમાં જોવા મળે છે.

 


૩. હાથવાળી કઠપૂતળી:-

  ત્રણ આંગળીવાળા મોજાના જેવો એનો આકાર હોય છે. જે હાથ પર સારી રીતે બેસી શકે છે. એનું માથું અને એ હાથ સંચાલન કરતાના નિયંત્રણમાં હોય છે. હાથથી એનું સંચાલન કરવાનું હોવાથી ખુબ જ જીવંત લાગે છે.

 


૪. છાયા કઠપૂતળી:-

  દક્ષિણ-પૂર્વ એશિયાના દેશમાં ખૂબ જ પ્રચલિત છે. ચામડામાંથી બનાવવામાં આવે છે. એની છાયાને પડદા પર રજૂ કરવામાં આવે છે. લાકડી દ્વારા એનો અભિનય કરવામાં આવે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અઓરીસ્સામાં એનો વિશેષ પ્રયોગ થાય છે.

 

   

 

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ