Recents in Beach

સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠક વિષે ટૂંકમાં માહિતી|Raam Narayn Vishvanath Pathk

 

સાહિત્યકાર રા. વિ. પાઠક વિષે ટૂંકમાં માહિતી

 

જન્મ:- ૦૮-૦૪-૧૮૮૭

અવસાન:- ૨૧-૦૮-૧૯૫૫

 

ઉપનામો:- શેષ, દ્વિરેફ, સ્વૈરવિહારી

 

જન્મસ્થળ:- ગાણુંલ (મોસાળ)  તાલુકા:- ધોળકા

વતન:- ભાલોદ

દીકરી:- સરલા


લગ્ન:- ૧૯૦૩ મણીગોરી, પુનઃલગ્ન:- જૂન ૧૯૪૫ હીરાબહેન

 

૧૯૦૪માં ભાવનગરથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

૧૯૦૮માં તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન સાથે પ્રથમ ક્રમે સ્નાતક થયા.

 

૧૯૧૧માં મુંબઈ યુનિવર્સીટીથી L.L.B.ની ડિગ્રી મેળવી.

૧૯૧૨માં સાદરામાં વકીલાત શરૂ કરી.

 

૧૯૧૮માં એમના પત્નીનું ૨૭વર્ષની ઉંમરે અવસાન.

રામનારાયણ વકીલ મટી શિક્ષક બન્યા.

ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયાં.


ગુજરાત વિદ્યાપીઠમાં પંડિત સુખલાલજી, પંડિત ધર્માનંદ, મુનીમજી વિજયજી, રસિકલાલ છો. પરીખ, કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય નીદલાણી, આચાર્ય કૃપલાણી, કાકા કાલેલકર અને પ્રો.નદવી જેવા નિષ્ણાંત, અભ્યાસશીલ અધ્યાપકોનો સહવાસ મળ્યો.

 


તેમણે વિદ્યાપીઠમાં તર્કશાસ્ત્રના વિદ્યાર્થી સાથે ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રમાણ શાસ્ત્ર પ્રવેશીકાર આપીને સંપાદન અને લેખનની પ્રવૃત્તિ શરુ કરી. ગાંધીજીના નીતિ નિયમો, ગાંધી જીવનના આદર્શોને વરેલા એને ઉમાશંકર જોશી એમને ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે.


 

૧૯૩૦માં સ્વાતંત્રતાની લડતમાં ભાગ લેવા બદલ ધરપકડ થઈ. જેલમાંથી છૂટ્યા પછી ૧૯૩૭માં પ્રસ્થાનના તંત્રી બન્યા. ૧૯૩૫થી ૧૯૩૭ સુધી મુંબઈની શ્રીનાથીબાઈ દામોદર ઠાકરશ્રી મહિલા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી.

 

 

૧૯૪૨માં હંગામી ધોરણે આચાર્ય અને ૧૯૪૬થી મુંબઈની અંધેરી ખાતેની ભવન્સ કોલેજમાં અધ્યાપક બન્યા. ૧૯૫૦ પછી ગુજરાત વિદ્યાસભામાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ફરી પાછા ૧૯૫૨માં અમદાવાદથી મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં માનાહ્ન પ્રાધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈનાં સરકાર નિયુક્ત સલાહકાર તરીકે જોડાયા.

 

 જીવનના અંત સુધી મુંબઈ જ રહે છે.

 

સામાયિકો:- સાબરમતી, પુરાતત્વ, યુગધર્મ અને ગુજરાત.

 

વિવેચન ગ્રંથો:-

  (૧) પ્રમાણ શાસ્ત્ર પ્રવેશિકા, (૨) અર્વાચીન ગુજરાતી સાહિત્ય, (૩) નર્મદાશંકર કવિ, (૪) અર્વાચીન કવિતા સાહિત્યના વહેણો, (૫) કાવ્યની શક્તિ, (૬) સાહિત્ય વિમર્શ, (૭) આલોચના, (૮) નર્મદ: અર્વાચીન ગદ્ય-પદ્યના આદ્ય પ્રણેતા, (૯) પ્રાચીન ગુજરાતી છંદો-એક એતિહાસિક સમાલોચના, (૧૦) ગુજરાતી-પિંગળ- નવી દ્રષ્ટિએ, (૧૧) રાસ અને ગરબા, (૧૨) સાહિત્યલોક, (૧૩) બૃહદ પિંગળ, (૧૪) નભોવિહાર, (૧૫) આંકલન, (૧૬) કાવ્ય પરિશીલન.

 

 

નિબંધ સંગ્રહો:-

(૧)સ્વૈરવિહારી ભાગ ૧,૨ (૨) નિત્યનો આચાર, (૩) મનોવિહાર, (૪) નાટ્ય સંગ્રહ: કુલાંગાર અને બીજી કૃતિઓ

 

કવિતા:-

(૧) શેષના કાવ્યો, (૨) વિશેષના કાવ્યો.

 

 

ટૂંકી વાર્તા:-

  દ્વિરેફની વાતો ભાગ- ૧, ૨, ૩

 

અનુવાદ:-

  (૧) કાવ્ય પ્રકાશ ( ર.છો.પરીખ સાથે)

(૨) ધમ પદ (ધર્માનદ કોસંબી સાથે)

(૩) ચુંબન અને બીજી વાતો (નગીનદાસ પરીખ સાથે)


સંપાદન:-

  (૧) ગોવિંદ ગમન (નરહરી પરખ સાથે), (૨) કાવ્ય સમુચ્ય ભાગ-૧,૨, (૩) પૂર્વાલાપ (બીજી આવૃત્તિ), (૪) કાવ્ય પરિચય ભાગ-૧,૨ (નગીનદાસ પરીખ સાથે), (૫) કાવ્ય તત્વ વિચાર (ઉમાશંકર જોશી સાથે), (૬) સાહિત્ય વિચાર (ઉમાશંકર જોશી સાથે), (૭) દિગ્દર્શન(ઉમાશંકર જોશી સાથે), (૮) આપણો ધર્મ, (૯) વિચાર માધુરી (ઉમાશંકર જોશી સાથે), (૧૦) ગુર્જર વાર્તા વૈભવ (હીરાબેન પાઠક સાથે).

 

  ગાંધીયુગની નવી પેઢીનાં સાહિત્ય ગુરુ તરીકેનું સ્થાન.





ઉમાશંકર જોશીની ટૂંકમાં માહિતી Click Her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ