M.A gujarati Pepar-2 sem-1 MCQ (VNSGU)
૧. વિવેચનનું વિવેચન
પુસ્તકના લેખક કોણ છે?
-જયંત કોઠારી
૨. વાત આપણા વિવેચનની
પુસ્તકના લેખક કોણ છે?
-શિરીષ પંચાલ
૩. આપણું વિવેચન સાહિત્ય’નાં
લેખક કોણ છે?
-હીરાબેન પાઠક
૪. ગુજરાતી સાહિત્ય વિવેચન’
પુસ્તકના લેખક કોણ છે?
-પ્રમોદકુમાર પટેલ
૫. વિવેચન પોથી’નાં લેખક
કોણ છે?
શિરીષ પંચાલ
૬. નર્મદ એક અધ્યયન’ના લેખક
કોણ છે?
-રમેશ શુક્લ
ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ Click her
૭. વિવેચક નવલરામ’ પુસ્તકના
લેખક કોણ છે?
-પૂર્ણિમા ભટ્ટ
૮. બ.ક.ઠાકોરનો કાવ્ય વિચાર’
નાં લેખક કોણ છે?
-હર્ષદ
ત્રિવેદી(ઉપનામ-પ્રાસેન્નય)
૯. કવિ ગમે એટલો વિદ્વાન
હોય અને ગમે તેટલી સરળતા રાખી પ્રાસાદિક શક્તિથી પોતાની કવિતાને શણગારતો હોય પણ
તેમાં રસ નથી, જોસ્સો નથી, ચિત્ર પાડવાની શક્તિ નથી તો તે કવિ અજ્ઞાની લોકોમાં તો
મોટો કહેવાય પણ કવિ પંક્તિમાં તો છેલો બેસે છે. આ વિધાન કોનું ?
-નર્મદ
૧૦. ઈતિહાસ કરતા કવિતા ઘણી
ગંભીર અને તતોવેત્તા છે. આ વિધાન કોનું છે.?
-નર્મદ
૧૧. કવિતામાં બે ભાગ રસ અને
એક ભાગ તર્ક જોઈએ’ આ વિધાન કોનું છે?
-નર્મદ
૧૨. જેમાં તર્ક નથી તે
કવિતા જ નથી –આ વિધાન કોનું છે?
-નર્મદ
૧૩. કવિતાની મોટાઈ તેના
વિચાર પર આધાર રાખે છે, ભાષા પર નહિ- આવીધાન કોનું છે?
-નર્મદ
૧૪. કાવ્યમાં ગુડ રીતે નિતીનો
ઉપદેશ હોવો જોઈએ- આ વિધાન કોનું છે?
-નવલરામ
૧૫. પ્રત્યેક કલાકૃતિ સંપૂર્ણ નીતિ વાળી હોવી જોઈએ-
આ વિધાન કોનું છે?
-નવલરામ
૧૬. કરણઘેલો યાદી અને
અનુભવના ખજાનામાંથી ઉત્પન થઇ છે, પ્રાસાદિક શક્તિથી નહિ- આ વિધાન કોનું છે?
-નવલરામ
૧૭. તર્ક એ વ્યાસ અને
વાલ્મીકિનો જેમાંથી ગર્જના કરતા પ્રોઢ ઈતિહાસો નિકળ્યા- આ વિધાન કોનું ?
-નવલરામ
૧૮. ગુજરાતીમાં આદ્ય વિવેચક
કોને કહેવામાં આવે છે?
-નવલરામ
૧૯. ગુજરાતીમાં જોસ્સો
સંજ્ઞા કોને આપી?
- નર્મદ
૨૦. નર્મદ કયું સામાયિક
કાઢતા?
-ડાંડિયો
૨૧. નવલરામ કયા સામાયિકમાં
વિવેચન લેખ લખતા?
-ગુજરાત શાળાપત્ર
૨૨. નવલરામે વિવેચન
પ્રવૃતિનો આરંભ ક્યારે કર્યો?
-૧૮૬૭
૨૩. ઊર્મિકાવ્ય માટે નવલરામ
કઈ સંજ્ઞા પ્રયોજે છે?
-ગાયન કવિતા
૨૪. નવલરામે સૌથી વધુ ક્યાં
સાહિત્યસ્વરૂપમાં વિવેચન કર્યું?
-નાટક
૨૫. નર્મદના ગ્રંથોનું
શાસ્ત્રીય સંપાદન કોને કર્યું?
-રમેશ શુક્લ
૨૬. ગુજરાતી વિવેચનમાં
કલાત્મક એકતા અને આકૃતિવાદના પુરસ્કર્તા કોણ?
-નવલરામ
૨૭. શિઘ્ર કવિતાનો આપણે
ત્યાં કોણે વિરોધ કર્યો?
-રમણભાઈ નીલકંઠ
૨૮. કાવ્યાનંદ નિબંધ કોનો
છે?
-રમણભાઈ નીલકંઠ (૧૯૦૧ માં
લખ્યો હતો)
૨૯. કવિતા અને સાહિત્ય આ
ગ્રંથ કોનો છે?
-રમણભાઈ નીલકંઠ
૩૦. કવિતા અનુકરણ કરે છે પણ
કલ્પના માટે અનુકરણ કરે છે-આ વિધાન કોનું છે?
-રમણભાઈ નીલકંઠ
૩૧. રમણભાઈ નીલકંઠની
દ્રષ્ટિએ ખરેખરી કવિત્વ રીતિ કઈ?
-ભાવ દર્શન રીતિ
૩૨. ચિત્ત ક્ષોભ/અંત:શોભની
સંજ્ઞા કોને આપી છે?
-રમણભાઈ નીલકંઠ
૩૩. કવિતાનો સંપૂર્ણ સમાવેશ
પદ્ય વિના બીજા સ્વરૂપમાં થઇ શકતો નથી- વિધાન કોનું છે?
-નવલરામ
૩૪. જે કવિતામાં કુદરત અથવા
માયાનો પૂર્ણ ચિત્ર હોય તે ઉત્તમ કવિતા- આ વિધાન કોનું છે?
-નવલરામ
૩૫. ચિત્ત ક્ષોભની પ્રેરણા
-રમણભાઈ નીલકંઠને કોનામાંથી મળી?
-વર્ડ્ઝવર્થ
૩૬. સ્વાનુભવ રસિક અને
સર્વાનુભવ રસિક કવિતાની અને કવિની વાત કોને કરી?
-રમણભાઈ નીલકંઠ
૩૭. બ.ક.ઠાકોરનો પહેલો
વિવેચન સંગ્રહ કવિતા શિક્ષક કઈ સાલમાં પ્રગટ થયો?
-૧૯૨૪
૩૮. પહેલીવાર પ્રતિભાના
વિઘ્નોની વાત બ.ક.ઠાકોર ક્યા વાત કરે છે?
-આપણી કવિતાની સમૃદ્ધિની
પ્રસ્તાવના માં (૧૯૩૦)
૩૯. પ્રતિભા બીજની માવજત
એવો એક સ્વતંત્ર નિબંધ ક્યારે કોને લખ્યો
-૧૯૩૯માં બ.ક.ઠાકોર
૪૦. બ.ક.ઠાકોરની દ્રષ્ટિએ
પ્રતિભા બીજની માવજતમાં કયું વિઘ્ન નડે?
-આયુષ્ય મર્યાદા
૪૧. ગુજરાતી વિવેચનમાં
કલાત્મક એકતાની વાત કોને કરી?
-નવલરામ
૪૨. શામળ, નર્મદ, દલપતરામની
શેલી વિષે કયા વિવેચકે ચર્ચા કરી છે?
-નવલરામ
ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ Click her
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈