Recents in Beach

M A Gujarati paper-1 sem-1MCQ|એમ.એ. ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ

 એમ.એ. ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ (VNSGU)


૧. સાહિત્યના મુખ્ય કેટલા પ્રકાર છે?

-ત્રણ પ્રકાર (૧.કથા, ૨.કાવ્ય અને ૩.નાટક)

 


૨. કાવ્યમાં શેનો વિનિયોગ થાય છે?

-પદ્ય



 

૩.ખંડ કાવ્યને વિશિષ્ટ રીતે છુટું પાડવા માટે શું ઉપયોગી થાય છે?

-આકાર



 

૪. ઈતિહાસ, પુરાણ કે દંતકથાનો વિનિયોગ કયા કાવ્યમાં થયેલો હોય છે?

-ખંડકાવ્યમાં

 



૫. વિશ્વનાથે કયા પુસ્તકમાં ખંડકાવ્યનો ઉલ્લેખ કર્યો છે?

-‘સાહિત્ય દર્પણ’



 

૬. ચક્રવાકમિથુનમાં શેનું નિરૂપણ છે?

-હારી જતી ક્ષણનું

 



૭. ખંડકાવ્યને પ્રસંગકાવ્ય કોને ગણાવ્યું છે?

-ડોલરરાય માંકડ અને બળવંતરાય ઠાકોરે

 


૮. ઉમાશંકર જોશી એ ખંડકાવ્ય માટે ‘સમસંવેદન’ નામના પુસ્તકમાં કયો શબ્દ વાપર્યો છે?

-કથનોર્મિકાવ્યો



 

૯. આપણે ત્યાં ગુજરાતીમાં ખંડકાવ્યની સોપ્રથમ ચર્ચા કોણે કરી?

-નવલરામે



 

૧૦. ‘ખંડકાવ્ય એટલે છૂટક કવિતાઓ’ આ વ્યાખ્યા કોને આપી છે?

-નવલરામ

 



૧૧. બ.ક.ઠાકોર ખંડકાવ્યને કયું નામ આપ્યું છે?

-પ્રસંગકાવ્ય



 

૧૨. ‘ખંડકાવ્યમાં જીવનની નિર્ણાયક પળનું આલેખન હોય છે.’ આ વ્યાખ્યા કોને આપી છે?

-મનસુખલાલ ઝવેરી

 



૧૩. ખંડકાવ્યનું મુખ્ય અને પ્રથમ લક્ષણ કયું છે?

-પ્રસંગ આલેખન કે વસ્તુ સંકલના

 



૧૪. ડૉ.ચિનુ મોદી કયા મહાનિબંધમાં ખંડ કાવ્યની ચર્ચા કરી છે?

-ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

 



૧૫. કાન્તનું મુળનામ શું છે?

-મણિશંકર રત્નજી ભટ્ટ



 

૧૬. સુન્દરમ્ કયા કાવ્યને ગુજરાતીનું પ્રથમ ખંડકાવ્ય ગણાવે છે?

-સુવાસિકા



 

૧૭. કવિ કલાપીનું આખું નામ શું છે?

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ



 

૧૮. ગ્રામ્યમાતા ખંડકાવ્યની આરંભ શેનાથી થાય છે?

-પ્રકૃતિચિત્રણથી

 



૧૯. ગ્રામ્યમાતા કાવ્યમાં શેનો દ્વન્દ્વ નીરુપાયો છે?

-શોભના અને રમાં પ્રત્યેનો, નીતિ અને રીતિ વચ્ચેનો દ્વન્દ્વ

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ