ભાષાનું સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં યોગદાન
ભાષા વ્યક્તિગત નહિ પરંતુ સમાજ જગત છે. ભાષા અને
સમાજ પરસ્પરના પૂરક અને એક બીજા પર આશ્રિત છે. ભાષા અને સમાજ તથા સમાજ સાથે
સંસ્કૃતિ સંલગ્ન છે. ભાષાશક્તિ દ્વારા મનુષ્ય પોતાના અનુભવો, વિચારો આવનારી પેઢીને
પણ પહોંચાડી શકે છે. એટલે માનવ જાતે આગલી પેઢીએ જ્યાંથી અધૂરું મૂક્યું ત્યાંથી
નવી પેઢીના માટે શરુ કરવાનું શક્ય બને છે. એમ વિકાસની શક્યતા રહેલી છે. એ વિકાસને
કારણે જ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી છે.
માનવ સંસ્કૃતિનું અગત્યનું કોઈ સાધન હોય તો તે
ભાષા છે. આમ જોવા જોઈએ તો ‘ધ્વનિ’ સંકેતો શારીરિક પ્રક્રિયા છે, અને એ ધ્વનિ
સંકેતો શબ્દ સાથે કોઈ અર્થ નથી પણ પરંપરાગત અર્થ સંકળાયેલો છે. ભાષાએ શ્રમ સાધ્ય
છે, તેને શીખવી પડે છે. શીખી શકાતી બધી જ પ્રવૃતિઓ સંસ્કૃતિની અંદર આવે છે.
ભાષાશાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ નોંધે છે કે- “સંસ્કૃતિના
અન્ય પાસાની જેમ જ ભાષા પણ સંસ્કૃતિનું એક અગત્યનું પાસું છે અને એ અંગ કે પાસું
હોવાના કારણે તે સંસ્કૃતિનું પ્રબળ પ્રભાવ જે તે ભાષા ઉપર પડ્યા વિના રહે નહિ"-
એનાથી ઉલટું ભાષા પણ ક્યારેક તો સંસ્કૃતિના વિકાસમાં યોગદાન આપે છે. શું સંસ્કૃતિ
માણસો જયારે જીવનના મુલ્યો અને સામુહિક જીવનની સદાચાર્યની નવી પરંપરાએ ઊભી કરે છે.
ત્યારે સંસ્કૃતિનો વિકાસ થાય છે. નવી પરંપરા ઊભી કરવામાં ભાષાનો મહત્વનો ફાળો છે.
કારણ કે સંસ્કૃતિ સંસ્કારીત સત્યનું ઘડતર કરે છે.
ભાષામાં પ્રયોજાતા શબ્દો (પ્રણામ, નમસ્કાર)
ભાષામાં પ્રયોજતા શબ્દો તે સમાજની સંસ્કૃતિને રીત-રીવાજોને સમાજની માન્યતાને વાંચા
આપતા હોય છે.
દા.ત.- ગુજરાતી સમાજમાં મરી
ગયા શબ્દ પ્રયોગ કરવાના બદલે સ્વર્ગવાસી થયા, વૈંકુઠ વસી થયા, અવસાન પામ્યા,
સ્વર્ગસ્થ થયા, ગોલોકવાસી થયા, શ્રીજી ચરણ થયા જેવા શબ્દો પ્રયોગો કરવાનું વલણ
જોવા મળે છે. તેમાં ખાસ તો અરુચિ શબ્દ પ્રયોગના બદલે સહિ અને ધર્મ સંસ્કારના
સાક્ષી રૂપ શબ્દ પ્રયોગ કરવાનું વલણ જોઈ શકાય છે.
કોઈ પણ દેશના પ્રગતિ કે પતનનો ખ્યાલ એની
સંસ્કૃતિ પરથી આવે છે. વિભિન્ન સંસ્કૃતિનું મિલન સાંસ્કૃતિક સંસ્થાઓ અથવા મહાપુરુષોનું
તત્વજ્ઞાન સંસ્કૃતિને ઘડે છે. આપણે જાણીએ છે. અંગ્રેજી ભાષા સંસ્કૃતિ અને સભ્યતાના
કારણે બંગાળમાં બ્રજ સમાજનો જન્મ થાય છે. તેમ સ્વામી દયારામ સરસ્વતીએ આર્ય સમાજની
સ્થાપના કરવામાં આવી છે. આ બધાના કારણે જ ગુજરાતી ભાષા શબ્દો આપણા સત્યાગ્રહ,
અહિંસા, નારીસ્વાતંત્ર્ય, આંદોલન વગેરે આવે છે. એ સર્વના મૂળમાં ગાંધીજી છે.
ભારતમાં અનેક સંસ્કૃતિનો સુભોગ સમન્વય થયેલો છે. એ સ્ટ્રીક, રુવિડો, પોર્ટુગીઝ, આર્યો,
મુસલમાનો વગેરેના કારણે ગુજરાતી ભાષા ભંડોળમાં અનેક શબ્દો જોવા મળે છે. કારણ કે
ભારત- ગુજરાત પર અનેક આક્રમણો અવર-નવર થતા રહ્યા છે. જે તે વિજેતા પ્રજાઓની
સંસ્કૃતિને તેની ભાષા અથવા તે અંશનો સ્વીકાર કર્યો છે.
દા.ત.- આપુસ, પાયરી, કાજુ,
બટાકા જેવા શબ્દો પ્રયોગો આપણે પોર્ટુગીઝમાંથી લીધા છે, તો અક્કલ, ઇશાપ, ઝવેરા,
ગુલાબ, દસ્તાવેજ, ચાલાખી જેવા શબ્દો અરબી-ફારસી સંસ્કૃતિમાંથી લીધા છે. સ્ટેશન,
ટિકિટ, ટેબલ, ફર્નિચર, હોસ્પિટલ, ડોક્ટર વગેરે અંગ્રેજી સંસ્કૃતિના શબ્દો
સ્વીકાર્યો છે.
અંગ્રેજોના આગમન પૂર્વે આપણે ત્યાં અજ્ઞાન જડતા,
વહેમ, મંત્ર-તંત્ર જેવા અંધશ્રદ્ધાનાં આક્રમણ હતા. અંગ્રેજો એ પોતાની ભાષા દ્વારા
એની સંસ્કૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો જો કે અંગ્રેજી ભાષાના શિક્ષણથી ગુજરાતી
ભાષામાં જાગૃતિ આવી. ગુજરાત પ્રજાની આંખો ખોલી પોતે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં
છે. તે તેનો ખ્યાલ આપી અંગ્રેજી ભાષાના જ્ઞાને કુંવામાંની દેડકાંની જેમ જીવતા સમાજને
વિશાળ જગતની સંસ્કૃતિનો ખ્યાલ આપ્યો એટલું જ નહિ પરંતુ પોતે જ સમાજમાં જીવતો હતો.
તેમાં તેણે પરિવર્તન લાવ્યાં. ગુજરાતના સમાજ અને સંસ્કૃતિમાં પરિવર્તન થવા લાગ્યા.
આમ અંગ્રેજી ભાષાના સંપર્ક ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો ભાગ ભજવ્યો તેથી ડૉ.પ્રબોધ
પંડિત કહે છે તેમ સંસ્કૃતિમાં પરિવર્તન થવા લાગ્યા. ભાષાને શબ્દરાસીની આખી
પુનઃઘટના અનિવાર્ય છે અને તેથી જ કહેવાય છે કે સંસ્કૃતિના પરિવર્તનમાં મહત્વનું
યોગદાન હતું અને રહે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈