૧. 14 ફેબ્રુઆરીનો ભગત સિંહ સાથે સબંધ
ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ૨૩ માર્ચના રોજ
ફાંસીપર ચઢાવવામાં આવ્યા હતા, અને ૨૩માર્ચ, ૨૩ માર્ચનાં રોજ જ આવે છે, ૧૪
ફેબ્રુઆરી એ નહિ. પણ આ તારીખ સાથે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ આ ત્રણે સાથે સબંધ
જરૂર છે. આ તારીખ આ ત્રણે સાથે જોડાયેલી છે.
૨. પંડિત માલવિયએ વાયસરોય ઇરવીનને ઇન્સાનયતનો વાસ્તો કેમ આપ્યો
14 ફેબ્રુઆરી 1931,
પંડિત મદન મોહન માલવીય, એ જ માલવીય જેમણે બનારસમાં યુનિવર્સીટી બનાવી હતી. બનારસ
હિંદુ વિશ્વ વિદ્યાલય (BHU). એ સમયમાં ભારતનો વાયસરોય ઈરવિન હતો. માલવીયએ ઈરવિન
સામે એક અપીલ દાખલ કરી કે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની સજા માફ કરવાની વિનંતી
કરી. કહ્યું કે વાયસરોય એમની તાકતનો ઉપયોગ કરી એમની ફાંસીની સજા માફ કરી દે. આ
માટે માલવીયએ ઈરવિનને ઈન્સાનયતનો વાસ્તો આપ્યો.
૩. ભગત સિંહ અને બટુકેશ્વર દત્તની ભૂખ હડતાલ
પંડિત માલવિય એ એક જ વખત કોશિશ ન કરી પણ એક વાર
વિધાનસભામાં થઈ રહેલી બહસ (દલીલ)નાં સમયએ એમણે ભગત અને બટુકેશ્વર દ્વારા જેલમાં
કરેલી ભૂખ હડતાલ પર એમણે કહ્યું હતું કે “હું આપ લોકો ને અને વરિષ્ઠ અધિકારીઓને
કહેવા માંગું શું કે (ભગત સિંહ અને બટુકેશ્વર દત્ત) સાધારણ અપરાધી ન મળે, એમણે
એમના ભલા માટે, પોતે કઇ મેળવવા માટે કશું કર્યું નથી. સરકાર તરફથી આ પહેલી ભૂલ
હતી. સરકાર આ વાતને સમજી શકી નથી કે જે લોકો પર કેશ ચલાવવા માટે લાહોર લાવવામાં
આવ્યા છે, એ બહુ જ ઊંચાં આદર્શો વાળા લોકો છે. એમણે આ વાતની નારાજગી હતી કે એમની
સાથે વિચારાધીન કૈદીની જેમ વર્તન કરવામાં આવે છે. એમણે સરકારી અધિકારી સામે ચિઠ્ઠી
લખીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એમાંથી એક ચિઠ્ઠી એ પણ છે જે ખુદ ભગત સિંહએ
લખી હતી જે ૧૭ જૂન ૧૯૩૦ના રોજ.
૪. ભગત સિંહ લાહોર સૈન્ટ્રલ જેલમાં બંદ
જે સમયે માલવીય બોલી રહ્યા હતા એ સમયે ભગત સિંહ
લાહોર સૈન્ટ્રલ જેલમાં બંદ હતો. એમની સાથે બટુકેશ્વર દત્ત પણ હતો. બંને ને
એસેમ્બલી બોંબ કેસમાં સજા અપાઈ હતી. ૧૨ જૂન ૧૯૨૯ એ તારીખ હતી જ્યારે બંનેને આ
મામલામાં સજા અપાઈ હતી. અદાલતનાં ફેસલા પછી એમણે દિલ્લીથી લાહોર ટ્રેન દ્વારા
લવાયા. પછી બટુકેશ્વર દત્તને લાહોર સૈન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા અને ભગત સિંહને
મીનાવલી જેલ. જે પોલીસ એજન્ટ એમની સાથે હતા એમની આ બંને પ્રત્યે થોડી હમદર્દી હતી.
૫. લાહોર પહોંચવા થોડા સમય પહેલા બટુકેશ્વરને ભગત સિંહ કેમ મળ્યા?
ટ્રેનને લાહોર પહોંચતા પહેલાં કેટલાંક સ્ટેશન
પહેલા ભગત સિંહને બટુકેશ્વર સાથે મળાવવા માટે લાવ્યાં, ત્યાં ભગત અને બટુકેશ્વરનાં
વચ્ચે આગળની પ્લાનિંગ થઇ. ભગત સિંહએ બટુકેશ્વરને કહ્યું કે જેલ પહોંચતા જ ભૂખ
હડતાળ શરુ કરી દે. ખરેખર એ લોકો ઈચ્છતા હતાં કે સરકાર એમની સાથે રાજનેતિક કેદીની
જેમ વર્તન કરે. જેલની સ્થિતિમાં સુધારો કરે, કેદીઓને ખાવાનું સારું આપે, કેદીઓની
તબિયતનું ધ્યાન રાખે. જેમણે બુક જોઈતી હોય એમને બુક મેળવી આપે. પણ સરકારે આમાંથી
એક પણ માંગ સ્વીકાર થઈ નથી. આ માટે જ આનાં વિરોધમાં ભૂખ હડતાળની પ્લાનિંગ કરવામાં
આવી હતી. બંને એ ૧૪ જૂન ૧૯૨૯નાં રોજ આ અનશન શરુ કર્યું હતું. અને આ ચાલ્યું ક્યાં
સુધી? આ ઓક્ટોમ્બરનાં પહેલાં હપ્તા સુધી ચાલ્યું. સરકારને એમની કેટલીક માંગો
સ્વીકારવા પડી. આની ચર્ચા આખા દેશમાં થઇ, અને પંડિત માલવીય એ વિધાનસભામાં જે
કહ્યું એ આ જ બાબતને અનુલક્ષીને કહ્યું.
૧૪ ફેબ્રુઆરી ૧૯૩૧નાં દિવસે
પંડિત માલવીયએ તે સમયના વાયસરોય ઈરવીનને એમની અપીલ મોકલી હતી, એમણે ઇન્સાનયતનાં
નાતે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની સજા માફ કરવા માટે અપીલ કરી હતી આ જ બાબત ૧૪
ફેબ્રુઆરી સાથે જોડાયેલી હતી.
વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવે છે? અને વસંત પંચમી કોને સમર્પિત છે? જાણો.. અંહી..
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈