નર્મદયુગ- સુધારાયુગને
પ્રેરનારા પરિબળો અને તે યુગના સાહિત્યના લક્ષણો વિગતે સમજાવો.
(સુધારયુગનો સમયગાળો- ૧૮૫૦
થી ૧૮૮૫)
સુધારક યુગના લક્ષણો
પ્રસ્તાવના:-
૧૯મી સદીનો સમય ભારત માટે ક્રાંતિકારક
પરિવર્તનનો હતો તેમાં ખાસ કરીને ઈ.સ.૧૮૫૦ પછીનો સમયગાળો મહત્વનો ગણાયો છે. આ સદી
દરમિયાન ભારત પર વિદેશી રાજ્યસત્તાનાં સંપર્કને કારણે અર્વાચીન સાહિત્યને ઘડવામાં
મહત્વનો ભાગ ભજવ્યો, જેના કેટલાંક ઉડીને આંખે વળગે તેવા પરિબળો નીચે પ્રમાણે છે:
૧.બ્રિટિશ સત્તાની સ્થિરતા:-
૧૯મી સદીના આરંભ કાળથી
ભારતમાં નવી જ વિચારધારા અને ક્રાંતિકારી પરિવર્તનની આબોહવા શરૂ થઇ હતી. કારણ કે
વ્યાપાર અર્થે ભારતમાં આવેલી અંગ્રેજ, ફ્રેંચ,ડચ અને પોર્ટુગીઝ પ્રજાઓએ કેટલાંક
સમય વ્યાપારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે સ્પર્ધા અને સંઘર્ષ ચાલ્યો. આ સંઘર્ષને
અંતે અંગ્રેજો પોતાના વ્યાપારી અને રાજકીય કુનેહને પરિણામે ૧૯મી સદીના
પૂર્વાર્ધમાં સત્તા જમાવવામાં સફળ થઇ ગયાં.
ગુજરાતમાં એ વખતે મોગલ સત્તા સ્થપાઈ ગઈ હતી.
ગુજરાતના ઘણા પ્રદેશોઉપર મરાઠાઓ અને પેશ્વાઓ હકુમત સ્થાપવાના પ્રયત્નોને પરિણામે
દેશી રજવાડાઓની સાથે સંઘર્ષ ચાલ્યા કરતો હતો. આ સંઘર્ષને પરિણામે બ્રિટિશ
કંપનીસરકારે ધ્યાનગિરી કરી અને “સહાયકારી લશ્કરી યોજના” અમલમાં મૂકી અને પરિણામે
ભારતના ઘણા રાજ્યોના સંરક્ષણનાં બોઝની સાથે ભારતના સમગ્ર રાજ્યતંત્ર પણ અંગ્રેજોના
હાથમાં આવી ગયું. ગુજરાતની પ્રજા મરાઠાઓના લશ્કરના રંજાડવાના ભયના કારણે ત્રાસી ગઈ
હતી. તેવા સમયે અંગ્રેજોનું શાસન સ્થપાતા પ્રજાએ શાંતિ, સલામતી, સ્થિરતાઓ અનુભવી
એને કારણે પરદેશી શાસનની ગાંઠ મજબૂત થતી ગઈ તેનો ખ્યાલ કોઈનેય ન આવ્યો. જેથી ૧૯મી
સદીના મધ્યભાગમાં તો અંગ્રેજ શાસનની સત્તા સમગ્ર ભારતમાં સ્થપાઈ ગઈ.
સમય જતા છિન્ન- ભિન્ન બની ગયેલી ભારતીય પ્રજાને
આ શાંતિ અને સલામતી ભર્યા શાસનની ચૂકવવા પડેલી કિંમતનો ખ્યાલ આવતો ગયો તેમ તેમ
તેનો વિરોધ થવા લાગ્યો. ઈ.સ.૧૮૫૭માં થયેલ ઐતિહાસિક ક્રાંતિ તે અંગ્રેજ શાસન સામે
ભારતીય પ્રજાનો સંગઠિત પ્રતિકાર પ્રબળ ચિહ્ન રૂપ હતું. આ ઐતિહાસિક ક્રાંતિ કંપની
સરકારે દબાવી દીધી હતી તેમ છતાં તેની સ્થિતિ પણ ડામાડોળ બની હતી. તેમ બીજા વર્ષે
ભારતનો રાજ્ય વહીવટ ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ પાસેથી પોતાના હાથમાં લીધો મહારાણી
વિક્ટોરિયાએ.
૨. અંગ્રેજી પ્રજાનો સંપર્ક:-
અંગ્રેજી પ્રજા સ્વભાવે સ્ફૂર્તિવાળી અને સતત
પ્રવૃત્તિશીલ હોય એનો સંપર્ક આપણી પ્રજાને લાભદાયક નીવડ્યો. અંગ્રેજ પ્રજાનો સાશન
વિસ્તાર વધતા તાર-ટપાલ અને રેલ્વે વ્યવહાર જેવી અનુકૂળતાઓ અનિવાર્ય બની ગઈ હતી. આ
અનુકૂળતાઓ વધી જતા પ્રજાનો પરસ્પરનો સંપર્ક વધ્યો. અને બંને પ્રજા વચ્ચેનું અંતર
ઘટ્યું. આજ સમયે મુદ્રણયંત્રનું આગમન થતા વર્તમાનપત્રો, પુસ્તકો દ્વારા જ્ઞાન-
પ્રચારની મોટી અનુકૂળતાઓ ઊભી થઇ.
જીવન પ્રત્યેની ઉપેક્ષા અને પ્રારબ્ધવાદમાં
દ્રઢ શ્રદ્ધાને કારણે નિષ્કાર્ય અને અકર્મણ્ય બની ગયેલી ભારતીય પ્રજાએ અંગ્રેજી
પ્રજાની રીત-ભાત, રિતી-રીવાજ, વિચાર શૈલી જોઈ એમની કામ કરવાની નિષ્ઠા જોઈ જેથી
પોતાના સમાજમાં પડેલા જડતાં, આળશ, વહેમ જેવા દુષણો અને મર્યાદાઓનું પ્રથમવાર ભાન
થયું, પરિણામે હિન્દુ સમાજમાં સુધારાનો શળવળાટ શરુ થયો. નવું જ્ઞાન મેળવવા અને
ભોતિક સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તે સજાગ બની અને સુધારકો, કેળવણીકારો, સામાયિકોએ આ
મહાકાર્યને ઉત્સાહભેર ઉપાડી લીધું. આમ, નવા યુગના મંડાણ થયાની સાથે જ પ્રજા જીવનની
નવી દિશા ઉગરી ગઈ.
૩. ગુજરાતમાં ચાલી રહેલી સુધારા પ્રવૃતિઓ:-
ગુજરાતના સુધારા પ્રવૃતિના પ્રણેતા સુરતની સરકારી
શાળાના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતા. આ ઉપરાંત પડુંરામ, દલપતરામ માસ્તર, દીનમણી
શંકર શાસ્ત્રી અને દામોદર દાસ આ ચાર પણ સુધારાની ઝુબેશમાં સક્રિય રહ્યાં હતા. આ
બધા ભેગા મળીને ૧૮૪૪માં ‘પુસ્તક પ્રસારક મંડળી’ સ્થાપી એ જ વર્ષે મુંબઈથી શીલાછાપ
યંત્ર મંગાવી સુરતમાં પહેલ-વહેલ છાપખાનું શરુ કર્યું. દુર્ગારામ મહેતાએ માનવધર્મ
સભર સ્થાપીને તેમણે ધર્મના નામે પ્રચલિત જડ ખ્યાલને દુર કરવા પ્રયત્નો કર્યા. આ
ઉપરાંત મૂર્તિપૂજા, ઉચ્ચ-નીચના ભેદભાવ, ભૂતપ્રેત, વહેમો વગેરે પ્રત્યે લાલબતી ધરી
આ સાથે અનેક સુધારક મંડળીઓ, મુદ્રણયંત્ર, શાળાઓ, પુસ્તકાલયો, વર્તમાનપત્રો,
સામયિકો વગેરેએ આ સુધારા ઝુંબેશ પ્રવૃત્તિએ પોતપોતાની રીતે આરંભી લીધી.
દલપત, નર્મદના સમયમાં સુધારા પ્રવૃતિએ અસાધારણ
વેગ પકડ્યો હતો. દલપતરામે સુરતમાં ગુજારખાન ચઢાઈ ૧૮૫૧ જ્ઞાનનું સુધારક વિષયક
વ્યાખ્યાન આપ્યું હતું. કરશનદાસ મૂળજીએ ‘સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક ૧૮૫૫માં શરુ
કરી એ જમાનામાં ધાર્મિક સામાજિક દુષણોને પ્રકાશમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા. તે
માટે અનેક વિરોધો હોવા છતાં ચાલુ રાખે છે. નર્મદ ૧૮૫૪માં ‘બુદ્ધિ વર્ધક સભા’માં
જોડાઈ છે, અને એમાં સુધારા વિષયક લખાણો અને ભાષણો દ્વારા સક્રિય ફાળો આપવા લાગ્યા.
બાળવિવાહ અને વિધવાવિવાહ સામે એણે અસાધારણ ઝુંબેશ ઉપાડી અનેક સામાજિક વિરોધ વચ્ચે
તેમણે ગણપત નામના બ્રાહ્મન ઝૂંબેશ ઉપાડી અનેક સામાજિક વિરોધો વચ્ચે દિવાળી નામની
વિધવાનું પુનઃ લગ્ન કરાવી દાખલો બેસાડ્યો, એટલું જ નહિ એક અસહાય વિધવાને પોતાના
ઘરમાં આશ્રય આપીને તેમજ બીજી એક વિધવા નર્મદા ગોરી સાથે લગ્ન કરી એમણે એક જાગ્રત
સુધારકને શોભે એવી અડગતા અને હિમત બતાવી. આ ઉપરાંત બીજા અનેક નાં-મોટા સુધારકો આ
ક્ષેત્રમાં પોત-પોતાનો યશ કિંચિત ફાળો આપી રહ્યા હતાં. ૧૮૬૨માં અસંખ્ય વૈષ્ણવોના
પીઠબળ વાળા જગુનાથ મહારાજ સામે મુંબઈની અદાલતમાં ‘મહારાજ બાઈબલ કેશ’ ચાલ્યો ત્યારે
સામાજિક વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. એમાં કરશનદાસને મળેલા અસાધારણ વિજયી તે જણવાની સમાજ
સામે સુધારાનો જ વિજય હતો.
૪. અંગ્રેજી કેળવણી:-
અર્વાચીન સાહિત્યના ઉદયનું સોથી મોટું પરિબળ
હોય તો તે અંગ્રેજી કેળવણી, તે સમયે ભારતમાં કોઈ એક ભાષા ન હતી. ભારતની પ્રજાને
દેશી પદ્ધતિએ સંસ્કૃતિ કે ફારસી ભાષાનું જ્ઞાન આપવાને બદલે અંગ્રેજી પદ્ધતિએ
શિક્ષણ આપવાનું અંગ્રેજોએ અમલ કર્યો. મુંબઈ, કલકત્તા, મદ્રાસમાં યુનિવર્સીટીની
સ્થાપના કરી ૧૮૨૦માં બોમ્બે એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ અમદાવાદ,
વડોદરા અને જૂનાગઢમાં પહેલ-વહેલીવાર કોલેજો સ્થપાઈ. ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો
ઊંચી સંસ્કારી નોકરીઓ મેળવવા માટે અંગ્રેજી કેળવણી લેવા માટે આકર્ષાયા હતાં.
આમ, એકબાજુ સુધારાની ઝુંબેશ વધતી જતી હતી. તો
બીજી બાજુ નવી કેળવણીનો પ્રસાર પણ થતો હતો જેના પરિણામે આપણા જીવનને સાહિત્યને
અનેક લાભ જ્યાં અંગ્રેજી કેળવણીનાં કારણે પશ્ચિમનાં સાહિત્યનો પરિચય થવા માંડે છે,
જેથી નવલકથા, નિબંધ, આત્મકથા, ઉર્મીકથા જેવા નવા સ્વરૂપો ખેડાવા માંડ્યા,
સાહિત્યને ભાષા એમ બંનેના વિકાસમાં અંગ્રેજી કેળવણીનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ
રહ્યો છે.
દા.ત.: દલપતરામ જેવા કવિએ
પણ આધુનિકીકરણ પ્રક્રિયા રૂપે ગુજરાતમાં વહેતા જતા યંત્ર ઉદ્યોગનાં પ્રચારથી
પ્રભાવિત થયા છે. અંગ્રેજી કેળવણીએ અંગ્રેજ સંપર્કને કારણે આવેલી યંત્ર સહયતાને
તેઓ રાષ્ટ્રની પ્રગતિનું કારણ ગણાવે છે.
૫. ગુજરાતી સાહિત્ય સર્જન પરત્વે અસર:-
વિદ્વાન અંગ્રેજ અધ્યાપકોના સંપર્ક તેમજ
પ્રજાના પરિશીલનથી આપણા સાહિત્યકારોને અંગ્રેજી સાહિત્ય જેવું જ સાહિત્ય સર્જવાની
તમન્ના જાગી. ત્યારે કવિ નર્મદને પ્રણય, પ્રકૃતિ, દેશાભીમાન જેવા નવતર વિષયો પર
કાવ્યનું સર્જન કર્યું. નર્મદે ગદ્યનો આરંભ કરી નિબંધ, નવલકથા, નાટક વગેરે ગદ્ય
સ્વરૂપોનું ખેડાણ કરવાની દ્રષ્ટિ અને પ્રેરણા પશ્ચિમના શિક્ષણ સંસ્કારોને કારણે
પ્રાપ્ત થઇ હતી જેમાં ગુજરાતી સાહિત્ય પ્રથમ એતિહાસિક નવલકથા કરણ ઘેલો બની સૃજન
પ્રોત્સાહન તેના લેખક નંદશંકર મહેતાને અંગ્રેજ અધિકારી રસેલે જ આપ્યું હતું.
દલપતરામ જેવા અર્વાચીન યુગના અગ્રણી કવિને
અંગ્રેજી કેળવણીનો લાભ ન મળ્યો હતો, તો પણ ફાર્બસ જેવા સાહિત્યને ઇતિહાસના શોખીન
અધિકારીના ઘનિષ્ઠ સંપર્કથી તેમના સાહિત્ય સર્જનને નવી દિશા અને નવો વેદ સાંપડ્યો
હતો. આ યુગમાં તત્કાલીન, સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રવૃત્તિ
પ્રવાહનું સીધું પ્રતિબિંબ સાહિત્યમાં પણ ઝીલાવા લાગ્યું એટલું જ નહિ, સાહિત્યકારો
વધારે સભાન બન્યા અને સાહિત્યની ઉપાસના કરવા તરફ વળ્યા.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈