પ્ર. મધ્યકાલીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો ભેદ જણાવો.(વૈષમ્ય જણાવો- તફાવત જણાવો)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પરિચય પછી
અર્વાચીન યુગમાં પ્રવેશતા જાણે કોઈ સાંકડી કેડી ત્યજીને અનેક રાજમાર્ગવાળા નવા અને
વિશાળ પ્રદેશમાં આવી ચઢ્યા હોઈએ એમ લાગ્યા વગર રહે નહિ. આ બંને યુગના સાહિત્ય
પ્રભાવોમાં તુલનાત્મક અવલોકન કરતા બંને વચ્ચેની ભેદરેખા જોવા મળશે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિસ્તૃત અંત
દયારામના અવસાન સાથે આવે છે. પણ અર્વાચીન યુગના પ્રથમ કવિ દલપતરામ પુરા અર્વાચીન
લાગતા નથી,
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદય તો સોલંકી
યુગના ભવ્ય જાહોજલાલીમાં થયો પણ પછી તેનો વિકસતો પરાધીન દિશામાં થયો.
અર્વાચીન ગુજરાતી સાહિત્યનુ પ્રેરકબળ પાશ્ચાત્ય
સંસ્કૃતિ અને સાહિત્ય હતા. તેમણે ઝડપથી ગુજરાતી સાહિત્યનુ નવું સ્વરૂપ ઘડી આપ્યું.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ ગુજરાતની
અસ્મિતામાંથી થયો હતો. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ભારતીય અને વૈશ્વિક છે.
આટલી વ્યાપકતા મધ્યકાળમાં ન હતી. હવે આપણે મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી
સાહિત્ય કઈ રીતે જુદું પડે છે તેનો વિગતે પરિચય મેળવીએ.
*મધ્યકાલીન સાહિત્ય અને
અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો ભેદ:-
૧. સાહિત્યિક વારસો: પ્રભાવ:-
મધ્યકાલીન ભાષા સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ
ભાષા સાહિત્યનો વારસો ને વૈભવ લઇ અવતરે છે એને આધારે જ પ્રગતી કરે છે.
અર્વાચીન ગુજરાતી સાહિત્ય સંસ્કૃતમાં પ્રશિષ્ટ
સાહિત્યના વારસાને વિસરી જતું નથી, પણ ધાર્મિકને બદલે કલાત્મક પ્રશિષ્ટ કૃતિઓને
અને ધર્મ તત્વજ્ઞાનને ઉજાડે છે. પણ એના નવા રૂપરંગમાં તો પાશ્ચાત્ય સાહિત્યનો જ
પ્રબળ પ્રભાવ છે. અર્વાચીન સાહિત્ય એ અંગ્રેજી સાહિત્યની ભેટ છે.
૨. યુગભાવના:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુસ્લિમ શાસનના
પ્રતિકાર સંપર્ક અને સમન્વય પરિસ્થિતિનું સર્જન કરે છે. ‘રણમલ છંદ’, ‘કાન્હ્ડદે
પ્રબંધ’ માં મુસ્લિમ પ્રતિકાર દેખાય છે.
તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય અંગ્રેજી શાસનનાં
અમલ અને સંસ્કાર સુધારા તથા સાહિત્યના પ્રભાવ અને સંપર્કનું સર્જન છે. અર્વાચીન
સાહિત્યના આદ્ય પ્રણેતા નર્મદને અન્ય સાહિત્યકારની કવિતામાં અંગ્રેજ પ્રતિકાર
દેખાય છે. અંગ્રેજોના સંપર્ક અને શાસનને કારણે સુધારાયુગ સર્જાય છે.
૩. ધર્મ તત્વ:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યએ તત્કાલીન ધર્મો અને
સંપ્રદાયો, ધર્મ ગુરુઓને ધર્મગ્રંથોનું સાહિત્ય હતું. જૈન, વૈષ્ણવ, શૈવ, શાક્ત,
પુષ્ટિ, સ્વામિનારાયણ અનેક કવિઓ વગેરે ધર્મ સંપ્રદાયો. નરસિંહ, મીરાં, કબીર,
દયારામ, ભોજો વગેરે સંતો અને રામાયણ, મહાભારત, પુરાણો, ગીતા વગેરે ધર્મગ્રંથોનું એ
સર્જન હતું.
અર્વાચીન યુગ એવું ધાર્મિક ને સાંપ્રદાયિક નથી
હોતું. અર્વાચીન યુગમાં તત્વજ્ઞાન, ધર્મ, માનવધર્મ અને વાદોનું સાહિત્ય જોવા મળે
છે. કલાપીના સ્વીડન બોર્નનાં ધર્મ વિચાર, કાંતમાં ખ્રિસ્તી દર્શન તો ગાંધી દર્શન
અને ગાંધીજી ગાંધીયુગ સર્જે છે.
૪. લોક સાહિત્ય:-
મધ્યકાળમાં લોકિક કથા રસ અને લોક સાહિત્યનુ
સર્જન થયું છે. લોકગીતો-કથાગીતો, લોકકથાઓનો મંગલ પાર મધ્યકાળમાં ઉતર્યા છે.
અર્વાચીન યુગમાં લોકસાહિત્યનું સર્જન સ્વાભાવિક
રીતે જ અલ્પ છે. પણ એનું સંશોધન સંપાદન- વિવેચન નર્મદથી શરુથઇ ઝવેરચંદ મેઘાણીમાં
પરાકાષ્ટએ પહોંચે છે. મધ્યકાલીન પદ્યવાર્તાનો પ્રવાહનો અર્વાચીન યુગમાં બંધ થઇ જાય
છે, પણ એ વસ્તુ પરની ‘સિહાસન બત્રીસી’ જેવી વાર્તાઓ ગદ્ય દેહે પણ આસ્વાદ્ય છે.
ગુજરાતી ચલચિત્રો મધ્યયુગનાં લોકસાહિત્ય અને
લોકિક કથાઓના વારસા અને મનોહર રૂપે જનતા સમક્ષ ધરી દે છે ને લોકપ્રિય બનાવે છે.
મધ્યકાળમાં લોકવાર્તા અને પદ્યવાર્તાનું સ્થાન
અર્વાચીન યુગમાં ગદ્યવાર્તાનું સ્થાન અર્વાચીન યુગમાં ગદ્યવાર્તા, નવલકથા લે છે.
અને સૌથી વધુ લોકપ્રિય કથારૂપ બની રહે છે.
૫. સાહિત્ય ભાવન:-
મધ્યકાલીન યુગમાં રાસો, કથા, આખ્યાન, ભજન, કિર્તન, ગરબી, ગરબા અને રાસની સંસ્કૃતિ પ્રવૃત હતી.
એ દ્વારા ધર્મ સંસ્થા સમુહ જીવન આનંદ પ્રમોદના હેતુપાર પડતા અને એવા સાહિત્ય સ્વરૂપની કૃતિઓ રચાતી. આ રીતે મધ્યકાલીન સાહિત્ય વાંચવાનું ઓછું હતું પણ ભાગ લેવાનું વધારે સાહિત્ય હતું.
અર્વાચીન યુગનું સાહિત્ય વાચ્ય-પાઠ્ય બની ગયું.
માત્ર ભજન, ગરબી કે ગરબા જેવું સમૂહગાન છે. સંઘ નૃત્ય છે. પણ મોટે ભાગે અર્વાચીન
સાહિત્ય એ સંસ્કૃતિને સામુહિક મટીને વ્યક્તિગત સાહિત્ય પ્રવૃત્તિ બની ગયું છે. આજે
નાટક, દ્રશ્ય-શ્રાવ્ય સમૂહ માધ્યમને બદલે વાંચ્ય સાહિત્ય થયું છે.
૬. આશ્રય:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય રાજ્યાશ્રય,
મહાજનશ્રય, લોકાશ્રયને આધારે રચાયેલું ને ટકેલું હતું.
અર્વાચીન યુગમાં આ આશ્રયો મળ્યા હતા પણ કવિ
સ્વાશ્રય બને છે અને સ્વતંત્રતા પણ બને છે. આજના સાહિત્યકારોને એવોર્ડથી નવાજવામાં
આવે છે. ક્યારેક કોઈ સ્થાનો તો ક્યારેક કંઈ સંસ્થા આ સંસ્કાર દ્વારા આવા એવોર્ડ
આપવામાં આવે છે. આ રીતે સાહીત્યકારોની કદર થાય છે.
૭. અભિવ્યક્તિ:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન સાહિત્યના
પ્રમાણમાં સીધું, સાદું, સરળ અને સહજ હતું.
અર્વાચીન યુગનું સાહિત્ય સંકુલ, જટિલ, પરોક્ષ,
કૃત્રિમ અને કલા આયાસ યુક્ત છે. તેનું સ્વરૂપ વિષય વસ્તુ, અભિવ્યક્તિ અને ભાષાશૈલી
મધ્યકાલીન સાહિત્યના મુકાબલે જુદી છે.
૮. મુદ્રણયંત્ર:-
મધ્યકાળમાં મુદ્રણયંત્ર તે વખતનું સાહિત્ય
કાંઠોપ કંઠ કે હાથ પોથીઓમાં સચવાતું અને તેને પ્રચાર માધ્યમોને લાભ મળતો ન હતો.
એથી એ લોક કંઠે ગુંથાઈને સુગેય બનવું અને સમુહ રહેતું.અર્વાચીન યુગમાં મુદ્રણયંત્ર
આવ્યા સાહિત્યના પ્રાગટ્યને પ્રચારના માર્ગ મોકળો કર્યો. કવિ જાતે લોકો પાસે
પહોંચી જાય છે.
૯. માધ્યમ:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યપ્રધાન છે.
ગદ્યમાં તો ભાગ્યે જ કોઈ કૃતિ મળી છે. બાકીનું બધું જે પદ્યમાં આ સમયમાં વાર્તાઓ
પણ પદ્યમાં જ કહેવાતી.
જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગદ્યપ્રધાન
છે. ગદ્યનાં સ્વરૂપો નિબંધ, નવલકથા, નાટક, વાર્તા, વિવેચન, ચરિત્ર વગેરેનું આ
સમયમાં ખેડાણ થયું છે.
૧૦. જીવનનો ઉલ્લાસ:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મપ્રધાન હતો.
ધર્મ જ મુખ્ય વિષય હતો. આ સમય અનુસાર ધર્મના રંગે રંગાયેલું હતું. ધર્મો,
સંપ્રદાયો અને સંતોનું જ સાહિત્ય હતું. આ સમયના સાહિત્યમાં જીવનના ઉલ્લાસનો અભાવ
હતો.
જ્યારે અર્વાચીન સાહિત્યને પ્રધાન સુખ જીવનનો
ઉલ્લાસ છે. અર્વાચીન યુગમાં જીવનનો ઉલ્લાસ ભરપુર જોવા મળે છે. ધાર્મિકતાને સ્થાને
સામાજિક પ્રકૃતિનો આનંદ, સંસ્કૃતિ તથા અસ્તિત્વવાદ, અતિવાસ્તવ, મહત્વાકાંક્ષા વગરે
ઉમેરાય છે, અને આકર્ષક રૂપે રજૂ થાય છે.
૧૧. ભાષા શૈલી:-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લોકો સમક્ષ રજૂ
કરવાનો હોય. પ્રત્યક્ષ કથનશૈલી પરલક્ષી પદ્યશૈલી અને અન્યાશની ઓછી કલાત્મક સાહિત્ય
કવિઓ પણ ઓછા જ પ્રતિભાશાળી હતા, જે લોકો સમક્ષ કૃતિ રજૂ થતી હતી, તે લોકો પણ
અશિક્ષિત હતા તેમાં મધ્યકાલીનની ભાષા સીધી સાદી અને સરળ હતી.
જ્યારે અર્વાચીન સાહિત્ય પરલક્ષીતાને પાત્ર
નાટ્યાત્મકતા અને કલા પ્રપંચથી મુક્ત છે. અર્વાચીન યુગના સાહિત્યકારો કવિ અને
પંડિતો છે. અને વાચકો પણ જ્ઞાની અને સુજ્ઞ હતા. એમને નજરમાં રાખીને જ સાહિત્ય
રચાયું.
૧૨. કલાદ્રષ્ટિ:-
મધ્યકાળમાં કલાસભાનતાને કવિત્વનું નહિવત છે, તે
પોતાને કવિ ગણતા જ નથી. એમણે કવિતા કરવી નથી. ભક્તિ કરવી છે એ વખતના સાહિત્ય
દ્વારા કલાત્મક કલાભંગ કાવ્યશાસ્ત્ર અભ્યાસ પણ થોડાકને જ હતું.
જ્યારે અર્વાચીન કવિઓ તો સભાન, સુશિક્ષિત,
કવિપદ વાસુ, ક્લાજ્ઞાની સાહિત્યકારો છે. અર્વાચીન યુગના સાહિત્યકારે સાહિત્યને
સાહિત્ય ખાતર સેવે છે. તેઓ સાહિત્યિક કારકિર્દી માટે લખે છે. ઇષ્ટ સાહિત્યથી
પરિચિત અને પ્રભાવિત છે.
૧૩. સાહિત્ય સ્વરૂપો:-
મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે પદ્ય સ્વરૂપો છે.
પદ, ઊર્મિ કાવ્યો જ એ પદ, ભજન, કિર્તન, થાળ, આરતી, હાલરડું, રાસ, ગરબી, સ્તુતિ,
દુહા, સાખી, છપ્પા, પ્રભાતિયા, કાફી, ચાબખા, પદો, રાજીયા અને મરસિયા જેવા અનેક
રૂપો મળે છે.
અર્વાચીન સાહિત્યમાં ગદ્યનાં સ્વરૂપો પણ ખેડાય
છે. મધ્યકાળનાં કથા સ્વરૂપો, અર્વાચીન કાળમાં મહાકાવ્ય, નવલકથા, ઊર્મિકાવ્ય,
વાર્તા, ચરિત્ર સ્વરૂપો પ્રગટ્યા છે, એમાં પણ નાટકો, એકાંકી, પદ્યનાટકો, ગદ્યસંવાદ
વગેરે સ્વરૂપો પણ જોવા મળે છે.
અર્વાચીન યુગમાં કવિતાક્ષેત્રે વિદેશી સ્વરૂપો
પણ ખેડાયા છે, જેમાં સોનેટ, પ્રસસ્તી, કરુણ, હાયકુ ખૂબ ખેડાયા છે. અને ખંડ
કાવ્યનું નવું સ્વરૂપ પણ સર્જાયું છે.
૧૪. સમકાલીન રંગપુર્ણી:-
મધ્યકાલીન સાહિત્ય તત્કાલીન જીવનનો સાહિત્યિક
દસ્તાવેજો એ સમયે ધ્યાનમાં રાખવા સાહિત્ય રચાયું.
અર્વાચીન સાહિત્યમાં યુગ ચેતનાનો ધબકાર અનુભવાય
છે. ગાંધીયુગના સર્જક ર.વ. દેસાઈ યુગમૂર્તિ વાર્તાલાપ બને છે, તો ઝવેરચંદ મેઘાણી
યુગવંદના કરે છે. અર્વાચીન સાહિત્ય મધ્યયુગના સાહિત્ય કરતા વધુ સારી રીતે સામાજિક
કે રાજકીય રીતે પણ રજૂ કરે છે. અર્વાચીન સાહિત્ય એ જીવનની સમીક્ષા કલાત્મક રીતે
કરવાનું સ્વીકારે છે.
૧૫. સાહિત્યકારોનું વૈશીષ્ટિક:-
અર્વાચીન સાહિત્યકારોમાં વૈશિષ્ટય વિશેષ છે.
મધ્યકાલીન સંતોને મન ભક્તિ- જ્ઞાન પ્રોઢ મુખ્ય
હતાં અને કાવ્યનું આનંદ ઓછો હતો.
જ્યારે અર્વાચીન કવિઓ નિજાનંદી છે. કલાદ્રષ્ટિ
ધરાવે છે અને વિશિષ્ટરૂપ ગુણની કૃતિ સર્જે છે.
આ રીતે મધ્યકાળમાં અર્વાચીન સાહિત્યના ધોરણે
મધ્યકાળ કરતા ઊંચા છે. આ યુગમાં કલાની જ કદર થાય છે. તેથી તેની સાહિત્ય સૃષ્ટિ
શ્રેષ્ઠ છે.
2 ટિપ્પણીઓ
આપ ગુજરાતી સાહિત્યની અને અભ્યાસની સારી સહાય કરો છો, માર્ગદર્શક બનો છો, હાર્દિક અભિનંદન..
જવાબ આપોકાઢી નાખોકોમેન્ટ કરવા બદલ આભાર આપનો - આવી જ રીતે કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ આગળ પણ વધારો એવી અપેક્ષા, અને અન્ય મિત્રો જેમણે જરૂર હોય એમના સુધી આ પોસ્ટ શેર કરીને મોકલો એવી અપેક્ષા રાખું છું
કાઢી નાખોPlease do not Enter any Spam Link in the Comment box.😈