Recents in Beach

ગુજરાતી ભાષા કોશ કેવીરીતે જોવો|Shbd Kosh kevirite jovo

 

કોશ કેવીરીતે જોવો:-

 

  કોશમાં નીચેની બાબતોનો સમાવેશ થયેલો હોય છે:


૧) શબ્દ ગુજરાતી સિવાયનો હોય તો સંસ્કૃત, અરબી, ફારસી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી, મરાઠી, કન્નડ, તેલુગુ વગેરેમાંથી કઈ ભાષાનો હોય તે ટૂંકા સંકેતથી બતાવવામાં આવ્યું હોય છે.

 


૨) શબ્દનો મુખ્ય અર્થ આપેલો હોય તે સાથે સમાનર્થી કહી શકીએ તેવા બીજા પર્યાયી પણ હોય અને જુદા જુદા નાના ફેરફારો સાથે વપરાતા બીજા અર્થો પણ હોય.

 


૩) શબ્દ સાચી જોડણીમાં આવેલો હોય એટલે સાચી જોડણી જાણી શકાય.


 

૪) શબ્દની વ્યાકરણી ઓળખ આપી હોય એટલે કે શબ્દ સંજ્ઞાના વિશેષણ, ક્રિયાપદ, સર્વનામ, ક્રિયાવિશેષણ વગેરેમાં શું છે તે ટૂંકમાં બતાવ્યું હોય.

 


૫) જો સંજ્ઞા વાચક હોય તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગમાંથી કયા લિંગમાં છે તે બતાવ્યું હોય. જો ક્રિયાપદમાં હોય તો તે સકર્મક છે કે અકર્મક છે તે પણ બતાવ્યું હોય.

 


૬) શબ્દકોશ સાથે પરિશિષ્ટ હોય તો વધુ રૂઢિપ્રયોગ વધુ સામાન્ય જ્ઞાન, કહેવતો, અશુદ્ધ શબ્દો એવું પણ આપવામાં આવ્યું હોય છે.


 

ગુજરાતી ભાષા કોશ

 


  ગુજરાતી ભાષાનાં ભાષાશાસ્ત્રી કેશવરામ કાશિરામ શાસ્ત્રી જેવા કોશકારે શબ્દનાં ઉચ્ચારણ કેવા છે તે સંકેતથી બતાવ્યા છે. તેની સાથે કોશમાં શબ્દને વાપરી બતાવવામાં પણ આવતો.


 

  શબ્દકોશમાં શબ્દો, વર્ણનો, ક્રમ પ્રમાણે આપેલા હોય છે. અ,આ,ઇ,ઈ,ઉ.ઊ,ઋ,એ, ઐ, ઓ, ઔ, સ્વરો પહેલાં લઈને શબ્દો ગોઠવ્યા હોય છે. ‘અં’ ને ‘અ’ માં જ સમાવેશ કર્યો હોય છે. તે જ રીતે ‘ક’ થી ‘હ’ સુધીના શબ્દને ક્રમમાં મુકેલા હોય છે. ક્ષ- ક્+ષ, જ્ઞ- જ્+ઞ, ‘ક્ષ’માં અને નો સમાવેશ થતો હોવાથી એને પછી અને જ્ઞ માં જ્+ઞ નો સમાવેશ થતો હોવાથી એને જ વાળા શબ્દોમાં સમાવેશ થતો હોય છે. એ જ પ્રમાણે ‘ત્ર’ ‘ત’ વાળા શબ્દોમાં અને ‘પ્ર’ ‘પ’ વાળા શબ્દોમાં સમાવેશ પામે છે. શબ્દકોશમાં શબ્દના એક કરતાં વધારે અર્થો આપેલા હોય છે. ક્યારેક તો એ શબ્દ મૂળ કઈ ભાષામાંથી કેવી રીતે બન્યો તે પણ આપેલો હોય છે, અને એ શબ્દથી વ્યાકરણી ઓળખ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગમાંથી કયો છે, તે (નામ) સંજ્ઞા, વિશેષણ, સર્વનામ વગેરેમાંથી કયા પ્રકારનો છે તે પણ ટૂંકા સંકેતથી આપવામાં આવેલ હોય છે.


 

   આપણા પ્રથમ કોશકાર ‘નર્મદ’ ‘નર્મકોશ’ નામની પ્રસ્તાવનામાં કોશનું મહત્વ વર્ણવતા લખે છે કે, “કોશથી જ ભાષા સંસ્કારી થઇ તે જ બળમાં વૃદ્ધિ પામે છે. ભાષાનો કોશ એ ભાષા બોલનારા લોકોની સ્થિતિના રૂપનો પ્રતિબિંબ છે, અને તેમના જ્ઞાત એશ્વર્ય ને દર્શાવનારો વિજય ધ્વજ છે.”

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ