‘અ’ કાર આદિ કોશક્રમનું મહત્વ:-
૧) શબ્દને પ્રથમ
વર્ણાનુક્ર્મ પ્રમાણે તેમજ બારાક્ષરીનાં ક્રમમાં ગોઠવવામાં આવ્યા હોય છે.
દા.ત.:- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ....... વગેરે
એ જ પ્રમાણે વ્યંજનને પણ શબ્દમાં વર્ણાનુક્ર્મ
પ્રમાણે ગોઠવવામાં આવે છે.
૨) શબ્દકોશમાં સૌથી પહેલાં
‘અ’ થી શરુ થતા અને સૌથી છેલ્લા ‘હ’ થી શરુ થતાં શબ્દો આવે છે. ‘ક્ષ’ એ ક્+ષ નો
જોડાક્ષર હોવાથી ‘ક્ષ’ નું સ્થાન ‘ક’ પછી આવે છે. તે જ પ્રમાણે ‘જ્ઞ’ માં જ્+ઞ નો
જોડાક્ષર હોવાથી ‘જ્ઞ’ થી શરુ થતાં શબ્દો ‘જ’ ના ક્રમમાં આવે છે.
૩) ‘ક’ થી ‘હ’ સુધીનાં અક્ષરને
શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે.
‘ક’ વર્ણનો બારાક્ષરી પ્રમાણે આ રીતે ગોઠવી
શકાય.
ઉ.દા.:- ક, કં, કા, કં, કિ,
કિં, કી, કીં, કુ, કું, કૂ, કૂં, કૃ, કૃં, કે, કેં, કૈ, કૈં, કો, કોં, કૌ, કૌં,
ક્ર, ક્રં
૪) જો શબ્દમાં પ્રથમ અક્ષર
સરખો હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો પણ અક્ષર સરખો હોય તો ત્રીજા અક્ષર
પ્રમાણે આગળ વધવું.
દા.ત. વિપદ, વિષય, વિષમ.
આ ત્રણમાં ‘વિ’ પ્રથમ અક્ષરે છે, બીજા નંબર પર
‘પ’ અને ‘ષ’ છે. ‘પ’ ‘ષ’ પહેલાં આવે છે. બે ‘ષ’ ત્યારબાદ આવે છે. જેથી પાછળનાં
બંને શબ્દમાં ત્રીજા અક્ષરને જોવો પડે છે. ત્રીજા અક્ષરમાં ‘ય’ અને ‘મ’ આવે છે.
વર્ણાનુંક્રમ પ્રમાણે જોતાં ‘મ’, ‘ય’ કરતાં પ્રથમ આવતો હોવાથી ‘વિષમ’ શબ્દને પ્રથમ
લેવો પડે છે, જેથી ત્રણેય શબ્દને જો ક્રમમાં ગોઠવીએ તો વિપદ, વિષમ, વિષય એ પ્રમાણે
ગોઠવણ કરવી પડે.
૫) જે- તે અક્ષરનો
બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરુ થાય છે તેમાં જોઈટ (જોડાક્ષરોના)
ક્રમયણ, વર્ણાનુંક્રમ, પ્રમાણે જ નક્કી થાય છે. જેમકે સ્મિત અને સ્થિર.
આ બંનેમાં ‘થ’ પ્રથમ અને ‘મ’ પછી આવતો હોવાથી
ક્રમ પ્રમાણે મુકતા ‘સ્થિર’ પ્રથમ આવે છે અને ત્યારબાદ ‘સ્મિત’ શબ્દ આવે છે.
૬) સ્વરોનાં ક્રમ પણ
બારાક્ષરી પ્રમાણે નક્કી થાય છે. બારાક્ષરીના પ્રમાણે પ્રથમ તો કક્કાવારી મુજબ
શબ્દકોશમાં તેને કેવી રીતે મુકવામાં આવે છે તે પણ જરૂરી છે.
દા.ત.:- સ્વર જોઈએ તો,
બારાક્ષરીનાં ક્રમ પ્રમાણે નીચે મુજબ છે.
અ, અં, અ:, આ, ઇ, ઈ, ઉ, ઊ,
એ, ઐ, ઓ, ઔ.
એ જ પ્રમાણે વ્યંજનોનો ક્રમ જોઈએ તો:-
ક-ક્ષ, ખ, ગ, ઘ, ઙ, ચ, છ,
જ-જ્ઞ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ,
હ, ળ. (આ છે ગુજરાતી ભાષાના ૩૬ વ્યંજનો)
‘ઙ,ઞ, ણ, ળ’ આ અક્ષરોથી શરુ
થતા શબ્દો ન હોવાથી ફક્ત આ વર્ણોને ક્રમ પ્રમાણે મૂકી આ વર્ણથી કોઈ પણ શબ્દ શરુ
થતો નથી, એવી નોંધ મુકવામાં આવેલી હોય છે.
કોશનું કોઈ પણ પાનું ખુલતાં પહેલાં મોટે ભાગે
શબ્દોની બે ઉભી હારો બનાવેલી હોય છે.
શબ્દની પહેલી હારને મથાળે મુકેલો શબ્દ તે એ
હારની શરુઆતનો અને શબ્દની બીજી હારના મથાળે મૂકેલો હોય તો તે હારના અંત ભાગનો અર્થ
વિનાનો શબ્દ હોય છે એના આધારે એ પાનાં ઉપર કયા અક્ષર સુધીના એટલે કે કયા શબ્દથી
કયા શબ્દ સુધીના શબ્દો સમાવવામાં આવ્યા છે તેનો ખ્યાલ મળી રહે છે. શબ્દકોશ આ રીતે
અર્થ અને જોડણી તો બતાવે જ છે. તે સાથે એ કઈ ભાષાનો છે, તેમજ તેની વ્યાકરણીય ઓળખ-
નામ- સર્વનામ, વિશેષણ, લિંગ વગેરે સંક્ષેપ અક્ષરોથી બતાવેલ હોય છે. દા.ત.:-
સંસ્કૃત હોય તો ‘સં’, ‘સ.’ એવા સંક્ષેપ અક્ષર કોશની શરૂઆતમાં આપ્યા હોય છે.
શબ્દ કોશમાં શબ્દ કઈ ભાષામાંથી કેવીરીતે ઉદ્ભવે છે, તે પણ બતાવવામાં આવ્યો હોય છે.
દા.ત.:- મધરાત શબ્દ
સં. મધ્યરાત્રી શબ્દ પરથી બનેલો છે. એટલે સં. એ શબ્દ બતાવે છે કે સંસ્કૃતમાં
મધ્યરાત માટે મધ્યરાત્રિ શબ્દ વપરાય છે અને તેમાંથી મધ્યરાત શબ્દ ઉદ્ભવેલો છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈