કોશ રચના- કોશોનું વર્ગીકરણ:-
કોશોનું વર્ગીકરણ નીચેની
સાત બાબતો પર આધાર રાખે છે:
(૧) ઉદ્દેશ્ય, (૨) ભાષા,
(૩) પ્રવિષ્ટિ (પ્રવેશ, સામેલગીરી), (૪) કાળ, (૫) અર્થ, (૬) પ્રવિષ્ટિક્રમ, (૭)
વિશિષ્ટદ્રષ્ટિકોણ.
(૧) ઉદ્દેશ:-
કોશનો હેતુ સામાન્ય રીતે અર્થ, પ્રતિશબ્દ,
પર્યાય, વિરોધાર્થી, પરિચય, વિવરણ, પ્રયોગ, વયુત્પત્તી ઉચ્ચાર વગેરેનો સંગ્રહ
આપવાનો હોય છે. બે કે વધુ ભષાઓના તુલનાત્મક પારિભાષિક કોશોમાં પ્રતિશબ્દ પર્યાયી
હોય છે. વિરોદ્ધાર્થી કોષોમાં ક્રમશઃ પર્યાયી અને વિલોમ તથા વયુત્પતિ તેમજ ઉચ્ચારણ
કોષોમાં વયુત્પતી તથા ઉચ્ચારણ હોય છે. પ્રયોગમા તેનો ઉપયોગ સચવાયો હોય છે.
વિશ્વકોશોમાં કે જ્ઞાનકોષોમાં ઘણું ખરું કે માહિતી પરિચય હોય છે. વિષય કોશ જેવા કે
ભષાવિજ્ઞાન કોશ, વિજ્ઞાનકોશ, સમાજશાસ્ત્ર વગેરે કોશ હોય છે. વિવરણ કોશમાં ઉદ્દ્રરણ
સૂક્તિ કે શબ્દાનુંક્ર્મ આવે છે. કેટલાંક કોશ એવા પ્રકારના હોય છે કે જેમાં ફક્ત
વયુત્પતિ પરિચય (માહિતી) હોય છે. દા.ત. ‘સાર્થ જોડણીકોશ.’
(૨) ભાષા:-
ભાષાના આધાર પર એકભાષી, સમભાષી, દ્વિભાષી,
ત્રિભાષી તથા બહુભાષી કોશ હોઈ શકે છે.
(૩) પ્રવિષ્ટિ:-
પ્રવિષ્ટિનાં આધાર પર કોશની રચના થાય છે જેમાં
સામાન્ય શબ્દો, પારિભાષિક શબ્દો તથા પોરાણિક, એતિહાસિક, પોરાણિકનામો વગેરે તેમજ
રૂઢિપ્રયોગો અને કહેવતો આદિના અલગ-અલગ કોશ હોઈ શકે છે.
(૪) કાળ:-
કાળની દ્રષ્ટિએ એકકાલીન (જેમાં કોઈ એક કાળના
શબ્દો લેવામાં આવ્યા હોય.) એકકાલિક કોશ હોઈ શકે છે. જેમ કે બંગાળી ભાષામાં
‘ચલન્તિકા’ નામે એક કોશ મળે છે જેમાં વર્તમાન બંગાળી ભાષાના ‘ચલણી’ શબ્દ લેવામાં
આવ્યા છે. એતિહાસિક કે કાળક્રમિક કોશ પણ હોઈ શકે છે. આ કોશમાં એતિહાસિક કાળની
દ્રષ્ટિએ વિવરણ આપવામાં આવ્યું હોય છે. પૂણેથી પ્રસિદ્ધ થઇ રહેલો પ્રસિદ્ધ આ કોશ
કહી શકાય. બૃહદ ઓક્સફર્ડ ડિક્ષનરી આ પ્રકારમાં આવી શકે.
(૫) અર્થ:-
અર્થના આધાર પર સમાનર્થી, વિરુદ્ધાર્થી અથવા
વિલોમાંર્થી, અનેકાર્થી અને એકાર્થી વગેરે કોશ હોય શકે છે.
(૬) પ્રવિશિષ્ટ કર્મ:-
પ્રવિશિષ્ટઓ અથવા એન્ટ્રીઓના ક્રમની દ્રષ્ટિએ
આદિ વર્ણનુંક્રમ અનુસારી અથવા અક્ષર સંખ્યાને અનુસારી (ચીની ભાષાના કેટલાંય કોશ)
આવાં છે. સંસ્કૃત ભાષામાં પણ કેટલાંક કોષોમાં ક્રમમાં શબ્દો ગોઠવાયા છે. અંત્યાં
વર્ણનાક્ર્મ અનુસારી તેમજ ધાતુ ક્રમ અનુસારી કોશ રચનાઓ મળે છે. અરબીમાં ધાતુ
ક્રમને કેન્દ્રમાં રાખીને કોશની ગોઠવણ થઈ છે. દરેક ધાતુમાંથી બનતા શબ્દો અનેક એમના
અર્થ ધાતુનાં પેટામાં જ અપાયેલા હોય છે. તેની સાથે જુદા-જુદા વિષયોના વિષયાનુંસારી
કોશ હોય શકે છે. જેમાં સંસ્કૃત ભાષાનો (અમર કોશ) રાજેટનો (થીસો રસ) અને અપ્સરાનો
‘પર્યાયી કોશ’ વગેરેમાં હિન્દી ભાષામાં ‘મેરા પર્યાય કોશ’ તેમજ ‘સમાંતરકોશ’
વગેરેમાં પ્રવિશિષ્ટ ક્રમને આધારે બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ- અલગ વિષયોનાં
અલગ-અલગ શબ્દો હોય છે.
(૭) વિશિષ્ટ દ્રષ્ટિકોણ:-
કોશ બે પ્રકારના હોય છે. જેમાં (૧) સામાન્ય
અને (૨) ભાષા વિજ્ઞાની. સામાન્ય કોશ કે જેમાં સમાનર્થી કોશ, વિરુદ્ધાર્થી કોશ,
અનેકાર્થી કોશ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ભાષા વિજ્ઞાની કોશમાં અર્થીય ઘટક,
પ્રયોગ અને રૂપાંતરણ વિશિષ્ટતા વગેરે હોય છે.
દા.ત. અર્થીય ઘટક એટલે :
માતા=
માનવ+પુરુષ+વયસ્ક+સંતાન વગેરે....
ભાષા વિજ્ઞાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રવિશિષ્ટમાં
પપ્રેરણાર્થ રૂપ બનશે કે નહિ, સકર્મક છે તો તેનાથી અકર્મક બનશે કે નહિ અથવા અકર્મક છે તો તેનાથી સકર્મક બનશે
નહિ, આજ્ઞાર્થ રૂપ બનશે કે નહિ કેવળ પ્રયોગી છે કે નહિ. વિશેષણ છે તો વિશેષ્ય અથવા
વિધેય વિશેષણ અથવા બન્ને અથવા કોની સાથે સહપ્રયોગ થઇ શકે છે વગેરે બાબતો આપવામાં
આવે તે ભાષા વિજ્ઞાન અને વ્યાકરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોઈ શકે છે, જેમાં ભારોભાર
અનુવાદ થાય તે મશીન માટે અપેક્ષિત દ્વિભાષી કોશમાં સામાન્ય અને ભાષા વૈજ્ઞાનિક
કોશો બંનેનો અમુક હદ સુધી સમન્વય થાય છે.
એક બીજી દ્રષ્ટિએ વિચારીએ તો કોશ બે પ્રકારના
છે.
૧) સામાન્ય અને
૨) વિશ્વ કોશિય
સામાન્ય કોશમાં અર્થ વગેરે હોય છે, તો
વિશ્વકોશમાં નામ કે માહિતીને વધુ લક્ષમાં લઇ વિસ્તૃત પરિચય તેમજ માહિતી વગેરે હોય
છે. વિશ્વકોષને ‘જ્ઞાનકોશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
FAQ/ ટૂંકા સવાલ જવાબ
૧. કોશનું વર્ગીકરણ કેટલી
બાબતો પર આધાર રાખે છે?
-> સાત બાબતો પર
(૧.ઉદ્દેશ, ૨.ભાષા, ૩.પ્રવિષ્ટિ, ૪.કાળ, ૫.અર્થ, ૬.પ્રવિષ્ટિકર્મ, ૭.વિશિષ્ટ
દ્રષ્ટિકોણ.)
૨.ભાષાનાં આધાર પર કોષનાં
કેટલાં પ્રકાર છે? કયા કયા?
-> પાંચ પ્રકાર
(૧.એકભાષી, ૨.સમભાષી, ૩.દ્વિભાષી, ૪.ત્રિભાષી, ૫.બહુભાષી.)
૩. પ્રવિષ્ટિક્રમના આધારે
હિન્દી ભાષામાં કયા કોશ મળે છે?
-> ‘મેરા પર્યાયકોશ’, ‘સમાંતરકોશ’
૪. વિશિષ્ટ દ્રષ્ટિકોણનાં
આધારે કોશ કેટલાં પ્રકારનાં હોય છે? કયા કયા?
-> બે પ્રકારના
(૧.સામાન્ય કોશ અને ૨.ભાષાવિજ્ઞાની.)
૫. અર્થ વગેરે કયા કોશમાં
હોય છે?
-> સામાન્ય કોશમાં
૬. વિશ્વકોશને બીજા કયા
નામથી ઓળખવામાં આવે છે?
-> ‘જ્ઞાનકોશ’
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈