Recents in Beach

ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ|Chrotari Bolina lakshno

 

ચરોતરી બોલીની વિશેષતાઓ

 

   મધ્યગુજરાતની મહી નદીની આસપાસના વિસ્તારને ચરોતરના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ચરોતરના પ્રદેશની બોલીને ચરોતરી બોલી તરીકે ઓળખવામાં આવે છે. ચરોતરી બોલી, પટની બોલી સાથે ઘણી સામ્યતા ધરાવે છે. આ ઉપરાંત ચરોતરી બોલીની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે જે નીચે મુજબ છે:

 


*ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ


 

૧. ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ:-


 

(અ) ‘અ’, ‘ચ’, ‘છ’, ‘જ’, ‘ઝ’ નાં સ્પર્શ સંઘર્ષી ઉચ્ચારણ થાય છે.

દા.ત.

 ખેતરો > ત્સેતરાં

છોકરો > ત્સોકરો

ઝાડ > દ્ઝાડ  વગેરે......

 


 

(બ) ‘હ’ શ્રુતિનો સાર્વત્રિક કૃતિઓ

દા.ત.

મારો > મ્હારો

મગ > મહગ

કઢી > કહ્ઢી

 


 

(ક) ‘ય’ શ્રુતિનું વધુ ઉપયોગ જોવા મળે છે.


દા.ત.

આંખ > આંખ્ય

લાગ > લાગ્ય

બારણું > બાયણું

માણેક > માણ્યેક  વગેરે....

 


 

(ડ) ‘ડ’ અને ‘ણ’ પૂર્વેના ‘ર’ નો ‘ય’ થાય.


દા.ત.

સારડી > સાયડી

ચાકરડો > ચાકયડો  વગેરે....



 

ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ




૨.વ્યાકરણ વિષયક વિશેષતાઓ

 

(અ) ‘અ’કારાન્ત નામોને બહુનામોમાં ‘ઓ’ પ્રત્યય લાગે છે.

 

દા.ત.

માણસો > માંહણાં

ઢોર > ઢોરાં

ખેતરો > ખેતરાં

 



 

(બ) પંચમી વિભક્તિનાં ‘થી’ પ્રત્યયને બદલે ‘હિ’નો ઉપયોગ જોવા મળે છે.

 

દા.ત.

ક્યાંથી > ત્યાંહિ

 




(ક) સહાયકારક ક્રીયાપદોમાં ‘છ’ના રૂપોમાં અત્ય સ્વરો લુપ્ત થાય છે.

 

દા.ત.

હું જાઉં છું > હું જાત્સ

તે મારે છે > તે માત્સ

હું નિશાળે જઉં છું > હું નેહાર જાત્સ

તે આવે છે > તે આવત્સ

 



 

(ડ) સંભાવના અને વર્તમાન કાળના બીજા પુરુષ એક વચનના રૂપો પહેલા પુરુષ જેવા હોય છે.


દા.ત.

તું કેમ મારે છે > તું કેમ મારું છ

તું આવે છે > તું આવુંત્સ

 

 


૩. ચરોતરી બોલીનાં શબ્દભંડોળ નીચે મુજબ છે.


દા.ત.

બાજુ > ગમ

આગળ > અગાડી

લડવું > વડવું

થોડી > છાની

તપેલી > છકુરિયું

મુસાફરી > સફારી

કચરો > ફોગચો

જીવડુ > ડુડું ...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ