Recents in Beach

કોણ જાણે ક્યારે કોની વાત બદલાય જાય|Tutela Dil ni vaat

 

કોણ જાણે ક્યારે કોની વાત બદલાય જાય છે અહીં

કોણ જાણે ક્યારે કોના સપના બદલાય જાય છે અહીં


વાતો પરથી તો લાગે પોતાના બધા

પણ એક સાથે બે નો વારો આવે ત્યારે જ ખબર પડે કોણ કેટલું ખાસ.


*કોઈના ખાસ બનીને કરી બેઠા ભૂલ અમે

શું ખબર અમારા ખાસ બનવાની રીત એમને પસંદ ન આવી


*અમે થોડી ઢીલ શું આપી,

 એમણે જિંદગીની દોરી જ બીજાના હાથમાં આપી દીધી.


*એ વાત કરે છે છેલ્લી વાર મળવાની

એમને ક્યાં ખબર મળીને જખમો તાજા થાય છે.


*કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તૂટી જાય,

ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઈ અંગત રૂઠી જાય,

શું દોષ આપું હું મારાં ઈશ્વરને,

જુનો રીવાજ છે કોઈ મળે છે તો કોઈ છૂટી જાય છે.


*આજ મને સમજાય છે ખરી રીતે,

કે સાચે જ આ દુનિયા મતલબની છે.

અહીં લોકો સાથ તો આપે છે પણ

જ્યાં સુધી તમારાથી બેસ્ટ એમણે ન મળે.

જ્યારે કોઈ તમારાથી બેસ્ટ મળી જશે

એ દિવસે તમારી સીધી વાતમાં પણ ભૂલો નીકળ છે.  

         

*મઝાક કરું છું કહી ને દિલની વાત કહી જાય છે અહીં લોકો,

કઇ નહિ કહીને ઘણું બધું છુપાવી જાય છે અહીં લોકો


-gujaratinots

  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ