Recents in Beach

કોશનું સ્વરૂપ- કોશ એટલે શું?| Kosh nu svrup

 

કોશનું સ્વરૂપ, કોશ એટલે શું? તેની વ્યુત્પત્તિ સમજાવો?

 

પ્રસ્તાવના:-


   કોશ, કોષ એટલે કે ભંડાર કે સંગ્રહ, આ બંને શબ્દની જોડણી ઋગ્વેદમાં છે. એની બે મુખ્ય વ્યુત્પત્તિઓ બતાવવામાં આવે છે. કેટલાકે ‘કોશ’ શબ્દના મૂળમાં ‘કુશ’ ધાતુ પ્રયોજાયો છે તો કેટલાકે ‘કૃ’ ધાતુ પ્રયોજ્યો છે. પરંતુ એ બંનેનાં અર્થ સરખા છે. ‘કોશ’ શબ્દનો અર્થ ઘેરવું, ઢાંકવું, પોતાનામાં રાખવું.


 

  સમય જતાં કોશનો અર્થ પોતાનામાં રાખવું એ રીતે જોતા કોઠારમાં ડોલ, વાટકો, મિયાન, ઢાંકણું, ક્યારો, ઝોળી, ખોલ વગેરે જેમાં કોઈપણ વસ્તુ ભરવામાં આવે પણ પાછળથી શબ્દના અર્થમાં સંકોચ થતાં જે દ્રવ્ય, આભૂષણ વગેરે ભરવામાં વપરાય એવો ભંડાર કે ખજાનો એવો અર્થ લેવામાં આવ્યો. સમય જતા ‘ગ્રંથ’ શબ્દ પ્રચલિત બન્યો. ગ્રંથ એટલે જેમાં ગાથાઓ, છંદ વગેરેનો સંગ્રહ કરવામાં આવે તે અને તેનાં આધારે જે ગ્રંથ પાછળથી કોશ શબ્દના અર્થમાં સીમિત થયો. જેથી શબ્દનો સંગ્રહ જેમાં કરવામાં આવે તે કોશ શબ્દ પ્રયોજાયો. તે પહેલા નીઘનંટુ, નામમાલા, માલા, શબ્દનો અભિધાન વગેરે શબ્દો શબ્દકોશમાં પ્રયોજાયેલા જોવા મળે છે.


 

  આમ, શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયો ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તેમજ અન્ય ભાષા-ભાષીના સમુદાયને જે – તે ભાષાની સમજ આપવા વિવિધ પ્રકારના કોશ રચનાની પ્રવૃત્તિઓ હાથ ધરાયી છે. એ માટે જ સંસ્કૃતમાં અભિધાન નીઘનટુ શબ્દ પ્રયોજાયેલ છે. સંસ્કૃત સાહિત્યમાં કોશની પરંપરા વૈદિક સંહિતા જેટલી પ્રાચીન છે. સાંપ્રત નીઘનટુ જે સંસ્કૃતનો પ્રાચિનતમ ગ્રંથ ગર (કોશ) છે. વેદના છ અંગભૂત શાસ્ત્રોમાં નીરુક્તની ગણના થઇ છે. અને એ નિરુકત તે નીઘનટુની સમજ આપનાર છે. તેથી તો નિરુકત અને નીઘનટુએ એક જ ગણાય છે. નીઘનટુ એ ઋગ્વેદ મંત્રોનો સંગ્રહ છે. અન્ય વેદોના મંત્રોના શબ્દ સંગ્રહો પણ છે. જેમ કે તૈતરીય ભટ્ટ ભાષાના ભાષ્ય-સંહિતામાં ઘણા નીઘનટુ નીર્વચનોમાં ઉલ્લેખો કર્યા છે. તે પરથી પંડિત ભગવતની ધારણા અન્ય વેદાંગની જેમ શાખા પર નીઘનટુ હશે અને તેના નીર્વચનો આચાર્યએ કર્યા છે.



 

કોશનું સ્વરૂપ- કોશ એટલે શું?|



  “નીઘનટુ એટલે પ્રકાશ વ્યક્ત કરનાર. વૈદિક મંત્રોમાના અજાણ્યા થઇ ગયેલા શબ્દોના અર્થ પ્રકાશિત કરનાર તે નીઘનટુ.” નીઘનટુ એ સંસ્કૃત સાહિત્યનો પ્રાચીન શબ્દકોશ છે. સંસ્કૃત વ્યાકરણની પાણિનીએ ‘શબ્દાનુંશાસન’ કોશમાં ધાતુનો સંગ્રહ કરેલ છે. જે આખ્યાતાનો કોશ છે. અન્ય નામ, સંગ્રહો અને આખ્યાન સંગ્રહો પાણિનીનાં સમયમાં લગભગ કાલભષ્ટ થઇ ગયા ત્યારે અમરસિંહ કૃત ‘અમરકોશ’ નામના પ્રસિદ્ધ કોશનો મૂળ નામ પણ ‘નામલિંગાનું શાસન’ છે. એમાં ત્રણ કાંડ છે. તેથી એને (ત્રીકાંડ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા સમય પછી જ્યારે કોશ મળ્યો ત્યારે ‘અમરકોશ’ ને ‘દેવકોશ’ પણ કહેવામાં આવ્યો. ‘અમર’ ‘દેવો’ હોવાના કારણે ‘અમરકોશ’ શબ્દનો અર્થ લેવામાં આવ્યો.


 

  અંગ્રેજીમાં ડિક્ષનરી શબ્દના મૂળમાં પણ લેટિન શબ્દ Dicere છે. જેનો અર્થ કહેવું કે બોલવું એવો થાય છે. અને એ શબ્દનો સમૂહ અર્થ તે ‘Dictionary’ એવો થયો. સમય જતા કોશ માટે વિવિધ શબ્દ પ્રચલિત બન્યા. જેમાં ‘Lexicon’ નો પણ સમાવેશ થાય છે. આ શબ્દનો મૂળ ગ્રીકનો ધાતુ ‘Legein’ સાથે સબંધ ધરાવે છે. એનો અર્થ પણ કહેવું કે બોલવું જ થાય છે, અને એનાથી જ ગ્રીક ભાષામાં ‘Lexis’ શબ્દ બન્યો છે જેનો અર્થ ‘શબ્દ’ જ થાય છે. અંગ્રેજીમાં ‘Glossary’ પણ કહે છે. ‘Glossary’ નો મૂળ ગ્રીક શબ્દ ‘Glossar’ છે. જેનો અર્થ છે. ‘શબ્દ જેનો અર્થ કે જેની વ્યાખ્યા અપેક્ષિત છે તે ગ્લોક્ષાર.’ અંગ્રેજીમાં હાલમાં ‘થિયોરસ’ શબ્દ પ્રયોજવા લાગ્યા તેનો મૂળ ગ્રીક શબ્દ ‘ખજાનો કે ભંડાર’ એવો થાય છે. અરબી-ફારસી, ઉર્દૂ શબ્દકોશને ‘લુગત’ કહે છે. આ લુગત શબ્દ મૂળ અરબી ભાષામાં છે. એનો અર્થ થાય છે. બોલવું અને એ જ આધાર પર પ્રાચીન અરબીમાં લુગતનો પ્રયોગ શબ્દ માટે થયો અને શબ્દનો સંગ્રહ તેને ‘લુગત’ કહેવાયો.

 


કોશની વ્યાખ્યા:-

 

  શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચય રૂપ સાહિત્ય ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તેમજ અન્ય ભાષા-ભાષી-સમુદાયને તે ભાષાની સમજ આપવા કોશ રચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત અભિધાન અથવા નીઘનટુ પર્યાય પ્રયોજાય છે. કોશ ઉપરાંત પર્યાય વાચક શબ્દ જોઈએ તો નીઘનટુ શબ્દનો અભિધાન, નામમાલા વગેરે પરંતુ નીઘનટુ એટલે પ્રકાશ વ્યક્ત કરનાર ઉપરાંત વૈદીક મંત્રોમાના અજાણ્યા થઇ ગયેલા- અર્થ પ્રકાશિત કરનાર જે સંસ્કૃત ભાષાના જૂનામાં જુના સંગ્રહો છે. કોશની વ્યાખ્યા જુદી જુદી રીતે આપવામાં આવી છે જે નીચે મુજબ છે. જેમાં (૧) “અર્થ અથવા પર્યાય સહીત શબ્દો એકત્ર કરવામાં આવ્યા હોય તેને શબ્દકોશ કહે છે.

 

(૨) સંસ્કૃતમાં કોશની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે: શબ્દકોશ એટલે ”અર્થ સહીત શબ્દ સંકલનરૂપ કોશમ”

 

(૩) અંગ્રેજીમાં એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર કોશની વ્યાખ્યા નીચે મુજબ છે:

  “કોશ એક એવો ગ્રંથ છે, જેમાં કોઈ ભાષાના શબ્દ અને એમના અર્થ અથવા તો એક જ ભાષામાં અથવા તો બીજી ભાષામાં સામાન્ય રીતે વર્ણાનુક્ર્મ પ્રમાણે આપવામાં આવ્યા હોય છે. ઘણું ખરું શબ્દોના ઉચ્ચારણ એમની વ્યુત્પત્તિ અને એમના પ્રયોગોના વિવરણ પણ એમાં હોય છે.”


 

(૪) અનેક પંડિતોએ પોતાના લખાણોમાં કોશના નામ પર શબ્દ કોશની પરિભાષા આપી છે જે કંઈક આ પ્રમાણે છે:

    “કોશ એટલે એવો ગ્રન્થ જેમાં વર્ણાનુક્ર્મથી શબ્દો તથા એમના અર્થો અપાયા હોય.” પણ આપણે કેટલાંક કોશ જોઈએ છીએ ત્યારે જણાય છે કે આ કોશની સર્વ સમાવેશી પરિભાષા નથી.

 

  ધ્યાન રાખવાની બાબત એ છે કે શબ્દ કોશમાં સમાનાર્થી શબ્દો અને વિલોમ શબ્દો- કોશમાં વિરોદ્ધ શબ્દો અથવા પ્રવિષ્ટિઓ (શબ્દ પ્રવેશ)નાં માધ્યમથી એ વિષયને સમજાવવામાં આવતો હોય છે. નામકોશ કે પરિચય કોશમાં વ્યક્તિ, સ્થળ વગેરેના પરિચય અપાયા હોય છે એ જ રીતે સંસ્કૃત ઉદ્વરણ કોશમાં ઉદ્વરણ- સુક્તિઓ શ્લોકોના કરાયા હોય છે. આ રીતે જોતા બધી બાબતને લક્ષમાં રાખીએ તો શ્લોકની એક સર્વસાધારણ વ્યાખ્યા આપવી ઘટે છે. પરંતુ જો કોશની વ્યાખ્યા બાંધવી હોય તો આ રીતે આપી શકાય.

 

(૫) ‘કોશ’ એવા સંદર્ભ ગ્રંથને કહેવામાં આવે છે જેમાં ભાષા વિશેષના શબ્દાદીનો સંગ્રહ હોય અથવા સંગ્રહની સાથે એનામાં એના અર્થ પર્યાયી વાચી કે વિરોધાર્થી અર્થ અપાયા હોય અથવા વિશિષ્ટ કે વિભિન્ન વિષયોની પ્રવિષ્ટિઓની વ્યાખ્યા, નામો, પરિચય કે કથનોનું સંકલન ક્રમબદ્ધ રૂપમાં કરવામાં આવ્યું હોય,”

 

  ઉપરોક્ત વ્યાખ્યામાં ‘ક્રમબદ્ધ’ શબ્દ વિશેષ ધ્યાન ખેંચે છે. કોશનો મોટેભાગે ક્રમબદ્ધની જગ્યાએ વર્ણાનુક્ર્મ (વર્ણ કે અક્ષરની ક્રમિકતા)નો પ્રયોગ કર્યો છે. પરંતુ વિશ્વની બધી જ ભાષાઓમાં કોશ હંમેશા વર્ણાનુક્ર્મથી બનાવ્યા નથી એટલા માટે જ અહીં વર્ણાનુક્ર્મની જગ્યા એ ક્રમબદ્ધ શબ્દ પ્રયોજાયો છે. વાસ્તવમાં ક્રમબદ્ધતા- ભાષામાં આદિ વર્ણના ક્રમથી અત્ય વર્ણના અનુક્રમથી અક્ષર સંખ્યાના અનુક્રમથી તેમજ વિષયક્રમ એવા અંગોથી હોઈ શકે.

 

  અહીં કોશની વ્યાખ્યા બધા પ્રકારના કોશોને લાગુ પડે એવી અતિ વ્યાપક પરંતુ કામ ચલાઉ અપાય છે. જુદા-જુદા કોષોની સરળ રીતે વ્યાખ્યા આપી શકાય. પણ બધા કોષોને એક સાથે લાગુ પાડી શકાય તેવી વ્યાખ્યા આપી શકાય એમ નથી. વધારેમાં વધારે કોશ એટલે ‘શબ્દનો સંગ્રહ’ એમ કહી શકાય.  





ટૂંકા પ્રશ્નો -ટૂંકા સવાલ અને વિકલ્પ 



૧) સંસ્કૃત સાહિત્યમાં કોશની પરંપરા કેટલી જૂની છે?

->વૈદીક સંહિતા જેટલી

 

૨) વૈદિક મંત્રોમાના અજાણ્યા થઇ ગયેલા શબ્દોના અર્થ પ્રકાશિત કરનાર એટલે.....

-> ‘નીઘંટુ’

 

૩) સંસ્કૃત સાહિત્યનો પ્રાચીન શબ્દકોશ કયો છે?

-> “‘નીઘંટુ’”

 

૪) સંસ્કૃત વ્યાકરણકાર પાણિનીએ કયો શબ્દ કોશ આપ્યો છે?

-> શબ્દાનુંશાસન

 

૫) ‘અમરકોશ’નાં રચિયતા કોણ છે?

-> અમરસિંહ

 

૬) ‘અમરકોશ’નું મૂળ નામ શું છે?

-> ‘નામલીન્ગાનુંશાસન’

 

૭) ‘ત્રીકાંડ’ તરીકે કોને ઓળખવામાં આવે છે?

-> ‘નામલીન્ગાનુંશાસન’

 

૮) અમર કોશ મળ્યો ત્યારે કયું નામ આપવામાં આવ્યું?

->’દેવકોશ

 

૯) અરબી, ફારસીઅને ઉર્દૂ ભાષામાં શબ્દકોશને કયા નામથી ઓળખવામાં આવે છે?

-> ‘લુગત’

 

૧૦) ‘કોશ’ શબ્દના મૂળમાં કયો ધાતું પ્રયોજાયો છે?

->‘કુશ’ ધાતુ કે ‘કૃ’ ધાતું – બંનેના અર્થ સરખાં છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ