અલંકારનાં પ્રકાર|Gujarati Alankaar

 ભાષાના- શબ્દના બે પાસાં – ધ્વનિશ્રેણી અને અર્થ. આપણે આ બંનેમાં આવી કોઈ વિશેષતા સાધીને અભિવ્યક્તિને વધુ આકર્ષક, વધુ સચોટ બનાવી શકીએ છીએ. તેથી અલંકાર પણ બે પ્રકારના હોય છે: (૧) શબ્દાલંકાર અને (૨) અર્થાલંકાર. જેમાં ધ્વનિ કે ધ્વનિશ્રેણીનું સોંદર્ય કે ચમત્કૃતિ અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દાલંકાર, અને અર્થને ઉપયોગમાં લઈને સચોટતા સધાય તે અર્થાલંકાર.

 

૧. શબ્દાલંકાર

 

  ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ, શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે, સોંદર્યા વિશિષ્ટ સંયોજનને કારણે ચમત્કૃતિ સધાય અને આ બધાને કારણે કાવ્યના, નાદ સોંદર્ય નીપજે, હોવાથી ‘શબ્દ’ આ અલંકારનાં સોંદર્યનો આધાર સોંદર્યમાં વધારો થાય ત્યારે તેને શબ્દાલંકાર કહે છે. પંક્તિમાં એક શબ્દને સ્થાને અન્ય શબ્દ પ્રયોજાતાં તેનું સોંદર્ય હણાઈ જાય છે.

 

૧) વર્ણાનુપ્રાસ:-

    કાવ્યમાં ધ્વનિસોંદર્ય, જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સોંદર્યનો વધારો કરે ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે.

 

ઉ.દા.- સાગરે ભાસતી ભવ્ય ભરતી,

       કામિની કોકિલા કેલિ કુંજન કરે.

 

  અહીં આ પંક્તિમાં પહેલી પંક્તિ વર્ણનું પુનરાવર્તન ધ્વનિસોંદર્ય ‘’ વર્ણનું અને બીજી પંક્તિમાં ‘’ છે, ‘વર્ણાનુપ્રાસ અલંકાર’ તેથી અહીં નીપજાવે છે.

 

અન્ય ઉદાહરણ:-

 ૧) પીગળે પીગળે પડછાયાના પ્હાડ.

 ૨) કાળું એનું કામ, કાળાં કરમનો કાળો મોહન.

 ૩) ગોતી, ભૂલી ભૂલી હું તને ભાળી હો વાલમાં, ગોતીને થાઉં ગૂમ.

 ૪) સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો.

 ૫) બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર.

 

 

૨). પ્રાસસાંકળી:-

  કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસસાંકળી અલંકાર કહેવાય છે.

 

ઉ.દા. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ.

 

  અહીં એક જ પંક્તિ છે. તેમાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ ‘આવ્યા’ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ ‘લાવ્યા’ વચ્ચે પ્રાસ જોઈ શકાય છે. જાણે આ પ્રાસ બે ચરણોને જોડતી સાંકળ હોય તેવું લાગે છે. તેથી અહીં ‘પ્રાસસાંકળી’ અલંકાર છે તેમ કહેવાય.

 

અન્ય ઉદાહરણ:-

૧) વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.

૨) પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ.

૩) વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેંતે વેંતે....

૪) વરણ સહુથી રંક, અંક રાજાથી ઝાઝો.

૫) કામિનીને મન નેહે, દેહે શોભા જે નારી.

 

 

૩). યમક- શબ્દાનુંપ્રાસ અલંકાર:-

 

  જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દ ખંડ પંક્તિમાં પુનરાવર્તન પામે અને તેને કારણે પંક્તિમાં- કાવ્યમાં ચમત્કૃતિ કે નાદ સોંદર્ય નીપજે ત્યારે એ અલંકારને શબ્દાનુંપ્રાસ અથવા યમક અલંકાર કહે છે. જેમકે..


ઉદા.   આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી?


   અહીં ‘તપેલી’ શબ્દનું પુનરાવર્તન ચમત્કૃતિ જન્માવે છે. પહેલા વપરાયેલા ‘તપેલી’ શબ્દનો અર્થ ‘એક વાસણ’ થાય છે. ‘તપેલી’ શબ્દ બીજી વાર પ્રયોજાયો છે ત્યારે તેનો અર્થ ‘ગરમ થયેલી’-નો છે, અને ત્રીજી વાર ‘તપેલી’ શબ્દ વપરાયો છે ત્યારે ‘ગરમ થવું’ નો લાક્ષણિક અર્થ ‘ગુસ્સે થવું’ સાથે જોડાઈને ‘ગુસ્સે થયેલી’-નો સંદર્ભ છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે.

(૨) આજ મહારાજ પર ઉદય જોઇને, ચંદ્રનો હ્રદયમાં હર્ષ જામે સ્નેહધન, કુસુમવન, વિમલ પરિમલ ઘન, નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે.

(૩) પાટણ પૂરી હાલ તુજ આવા.

(૪) અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે.

(૫) જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં.

(૬) હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે..

(૭) જાન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ.

(૮) મને ગમે નાં કોઈ વાદ, પછી હોય સમાજવાદ કે સામ્યવાદ.



Gujarati Alankar na Prkaar


 

૨. અર્થાલંકાર:-


અર્થ એ તેનો આંતરિક દેહ છે, શબ્દ એ બાહ્ય દેહ છે અર્થ દ્વારા ચમત્કૃતિ સધાય, હોવાથી એ જ ‘અર્થ’ આ અલંકારનો આધાર કાવ્યના સોંદર્યમાં વધારો થાય ત્યારે તેને અર્તાલંકાર કહે છે. અર્થનો અન્ય શબ્દ પ્રયોજાય તો સોંદર્યનો હાનિ પહોચતી નથી.

 

મહત્વનાં પારિભાષિક શબ્દ:-

(૧) ઉપમેય:- કવિ અથવા સર્જક જે બાબત વિશે વાત કરવા માંગે છે, જે વસ્તુને અન્ય સાથે સરખાવે છે તેને કહેવાય છે ‘ઉપમેય’.

 

(૨) ઉપમેયને જે વસ્તુ સાથે સરખાવે, ઉપમાન: કવિ અથવા સર્જક જે બાબતને આધારે વાત કરવા માંગે છે તેને ‘ઉપમાન’ કહે છે.

 

(૩) પ્રકૃતિ વેગ, સ્વભાવ, ક્રિયા, સાધારણ ધર્મ: ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સમાન ગુણ, એ બાબતને સાધારણ ધર્મ કહે છે. અભેદ કલ્પી, સાધારણ ધર્મને કારણે જ બે જુદી બાબતો વચ્ચે તુલના કરી શકાય છે કે તે અંગેની કલ્પના કરી શકાય છે.

 

 

૧) ઉપમા:-

   તુલના- જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને સરખામણી કરવામાં આવે ત્યારે તે અલંકારને ઉપમા અલંકાર કહેવાય છે. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચે- સમી-સમો, શું-શી-શો, પેઠમ, પેઠે, સરખું-સરખી-સરખો, જેવું-જેવી-જેવો.  સાધારણધર્મની તુલના દર્શાવવા જેમકે, વગેરે જેવા ઉપમાવાચક શબ્દો પ્રયોજાતા હોય છે. ‘સમોવડ, સમું.

 

ઉદા.

   દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

 

  અહીં ‘સુંદર’ ઉપમાન વચ્ચે ‘ચંદ્ર’ ઉપમેય અને ‘દમયંતીનું મુખ’- સાધારણ ધર્મને આધારે સરખામણી કરવામાં આવી છે, અહીં ઉપમેય, આમ, ઉપમાવાચક શબ્દ દ્વારા કરવામાં આવી છે. ‘જેવું’ આ સરખામણી તેથી અહીં ઉપમા અલંકાર, સાધારણ ધર્મ તથા ઉપમાવાચક શબ્દ એમ ચારેય ઘટક છે, ઉપમાન છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) ભમરા સમો આ ભમતો પવન.

(૨) ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા

(૩) કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આતમનાવ.

(૪) અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.

 

 

૨) રૂપક:-

  જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એમ દર્શાવવા માંગતા હોય ત્યારે સર્જક એ બંને અભેદ્ત્ત્વ છે તેમ દર્શાવે છે. અભેદત્વ દર્શાવવા માટે જે પ્રયુક્તિ- ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા યોજે છે તેને રૂપક અલંકાર કહેવાય છે.

ઉદા.

  દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે.

 

  અહીં ઉપમેય વચ્ચે એક ‘ચંદ્ર’ અને ઉપમાન ‘મુખપ્રતા એમ એક જ- ‘મુખ ચંદ્ર’ અભેદતા દર્શાવવા- મુખ રૂપી’ પરંતુ વચ્ચે સરખામણી કરવામાં આવી નથી. ‘ચંદ્ર અને ‘મુખ’ અહીં બાબત તરીકે રજૂ કરાયા છે, તેથી અહીં રૂપક અલંકાર છે. એમ કહેવાયું છે. ‘મુખ એ જ ચંદ્ર છે’ અથવા ચંદ્ર

 

  વિશેષ્ય દ્વારા પણ- ક્યારેક આ સબંધ વિશેષણ દર્શાવાય છે જેમકે,

   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા.

 

    અહીં એટલે કે વિશેષણ નાં સુર જગાડવાની વાત કરવામાં આવી છે. ‘વાણી રૂપી વીણા’ દ્વારા ‘વીણાની વાણી’ અભેદતા- વચ્ચેની એક રૂપતા ‘વીણા’ અને ઉપમાન ‘વાણી’ વિશેષ્યના સબંધ દ્વારા ઉપમેય દર્શાવવામાં આવી છે તેથી અહીં રૂપક અલંકાર છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) દુઃખના ઊગ્યા છે ઝીણા ઝાડ જો.

(૨) મારે મન લાયબ્રેરી લોકશાહીનું મંદિર છે.

(૩) ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત, જિંદગી!

 

 

૩) ઉત્પ્રેક્ષા:-

   શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને, જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના સૂચવવા, જાણે અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચેની સંભાવના, ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે હ, લાગે, શકે, રખે, સખે વગેરે ઉત્પ્રેક્ષા વાચક શબ્દો પ્રયોજાય છે.

 

ઉદા.

   દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય!

 

  અહીં હોય તેવી ‘ચંદ્ર’ એ ઉપમાન ‘મુખ’ ઉપમેય ઉપમાન છે. ‘ચંદ્ર’ એ ઉપમેય છે અને ‘દમયંતીનું મુખ’ તેથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. કલ્પના કરવામાં આવી છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) ઝાંખા ભુરા ગિરી ઉપરનાં એકથી એક શૃંગ,

    વર્ષા કાલે જલધિજલનાં હોય જાણે રંગ.

 

(૨) એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂંફાડા મારતી ઊભી થઇ ગઈ.

 

(૩) એ અંધારી રાતે ડોસાનું રોવું એવું લાગતું કે જાણે સામા કાંઠાનો પેલો વગડો જ વલપતો ન હોય !

 

 

૪. વ્યતિરેક:-

 

 જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં કોઈક ગુણધર્મની બાબતમાં ચડીયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને પરંતુ આ અલંકારમાં સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન ચડીયાતું હોય છે. વ્યતિરેક અલંકાર કહે છે. તેમાંથી ચમત્કૃતિ નીપજે છે, ચડિયાતા ગણાતા ઉપમાનને ઉપમેય કરતાં ઉતરતું દર્શાવવામાં આવે છે જેમકે,

ઉદા.

  દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે

 

  જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેયને ઉપમાન કરતાં ગુણ, ક્રિયા કે ભાવની બાબતમાં અધિક દર્શાવવાનો પ્રયત્ન આ અલંકારમાં કરવામાં આવે છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર?

(૨) વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

    માડીનો મેઘ બારે માસ રે!

(૩) બ્હેની, કમળ થકી એ કોમળું રે! અંગ છે એનું!

(૪) કોકિલા થઇ કાળી, એ કામિનીનો કંઠ સાંભળી.

 

 

૫). અતિશયોક્તિ:-

  જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે.

ઉદા.

  મહારાજ ચંદ્રને નીરખતાં પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા.

 

  અહીં મહારાજની પ્રેયસી તેની સુંદરતાને સચોટતાથી રજૂ કરવા કવિએ તેનો ઉલ્લેખ, પરંતુ ઉપમેય છે નો જ નિર્દેશ થયો છે. ‘ચંદ્ર’ એટલે કે અહીં માત્ર ઉપમાન કરવાને બદલે માત્ર ઉપમાન ચંદ્રને જ રજૂ કર્યું છે. એટલે કે ઉપમેય દ્વારા ઉપમાનનું નીગરણ થયું છે. નો લોપ થયો છે ‘પ્રેયસી’ અને ઉપમેય તેથી અહીં અતિશયોક્તિ અલંકાર છે.

 

અન્ય ઉદાહરણ:-

 

 (૧) (ઉપમાન-તાંતણો, ઉપમેય-પ્રેમ) કાચે તે તાંતણે હરિજીએ બાંધી.

 

  (૨) (દીકરી-ઉપમેય) આ કમુતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જશે. (કોયલ-ઉપમાન)

  (૩) (આગ-ઉપમાન, ગરમી-ઉપમેય) સીમમાં આગ ઝરતી હતી, વૈશાખ મહિનો હતો.

 

 

૬). શ્લેષ:-

   જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થસોંદર્ય નીપજતું હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહે છે, જેમકે,

 

ઉદા.

  રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે.

 

  અહીં ‘કર’ શબ્દના બે અર્થ થાય છે. (૧) વેરો, (૨૦ હાથ. અહીં એક જ શબ્દના પ્રયોગ દ્વારા- (ક) તે એક જ શબ્દના બે અર્થ અને, (ખ) તેના કારણે આખા વાક્યના બે અર્થ થાય છે- તેથી આ ઉક્તિમાં ‘કર’ શબ્દને કારણે અર્થ જન્ય ચમત્કૃતિ નિષ્પન્ન થાય છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) વર્ષા તમારી રાહ જુએ છે. (વર્ષા-વરસાદ, વર્ષા છોકરીનું નામ)

 

(૨) એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માં ને! (માં-જનની, જન્મ ભૂમિ)

 

(૩) ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે.

   (જીવન, જિંદગી,પાણી)

(૪) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.

 

 

 

૭). સજીવારોપણ અલંકાર:-

 

   જયારે કોઈ જડ કે અમૂર્ત બાબત પર ચેતનત્વનું આરોપણ કરવામાં આવે, તે સજીવ છે તે રીતે અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહે છે. જેમ કે,

 

ઉદા.

  માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો.

  ‘ચિત્કાર’ એટલે ‘ચીસ’, એક કરુણ તીવ્ર અવાજ. પણ અહીં લેખકે ‘ચિત્કાર’ પર ચેતનત્વનું સજીવતત્વનું આરોપણ કર્યું છે અને જાણે તે કોઈ સજીવની જેમ કોઈનો પીછો પકડતો હોય-તેવું નિરૂપણ કર્યું છે.

 

અન્ય ઉદાહરણ:-

(૧) અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં’રાજ નર્મદાની જળસપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે.

(૨) લળી લળીને હેત કરતાં વાંસના ઝુંડના ઝુંડ.

 

(૩) ઓઢી અષાઢના આભલાં જંપી જગની જંજાળ

 

(૪) ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય.

 


૮). વ્યાજસ્તુતિ:-

 

  જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણને બહાને નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહે છે.

 

ઉદા.

  જાદવ સ્ત્રી તાળી દેઈ હંસે, ધન્ય નગર આવો નર વસે,

  કીધાં હશે વ્રત-તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર

 

  દેખીતી રીતે અહીં કોઈ વ્યક્તિની (સુદામાની) પ્રશંસા છે કે જે સ્ત્રીએ અનેક વ્રત-તપ કર્યા હશે તેને જ આવો પતિ મળે, જ્યાં આ નર વસતો હશે, તે નગર ધન્ય છે. પણ પ્રથમ ચરણ જુઓ, તેમાં ‘તાળી દેઈ હંસે’ દ્વારા નિંદા સૂચવવામાં આવી છે. અર્થાત્ અહીં સ્તુતિ-પ્રશંસાને બહાને નિંદા છે કે આવા પુરુષને કઈ સ્ત્રી પસંદ કરે! તેથી અહીં વ્યાજસ્તુતિ અલંકાર છે.

 

અન્ય ઉદાહરણ:-

 

(૧) ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા.

 

(૨) કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે પાપ જન્મોનાં.

 

(૩) શું તમારી બહાદુરી! ઉંદર જોઇને નાઠયા

 

(૪) તમે ખરા પહેલવાન! ઊગતો બાવળ કુદી ગયા.

 

(૫) છગન માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે.

 

 

૯) અનન્વય:-

   જ્યારે કોઈ વાત સચોટતાથી મૂકવી હોય ત્યારે અન્ય કોઈ બાબત સાથે સરખામણી કરીને, કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સધાય છે. પરંતુ ક્યારેક એવું થાય છે કે સરખામણી કરવા માટે અન્ય કોઈ યોગ્ય બાબત-ઉપમાન ન મળે ત્યારે મૂળ બાબત- ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાય ત્યારે તેને અનન્વય અલંકાર કહે છે.

ઉદા.

  માં તે માં

 

  જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.

 

 

અન્ય ઉદાહરણ:-

 

(૧) મનેખ જેવા મનેખ નેય કપરો કાળ આવ્યો છે.

 

(૨) ગિલાનો છકડો એટલે ગિલાનો છકડો.

 

(૩) હિમાલય તો હિમાલય છે.

 

(૪) અબળાની શક્તિ તે અબળા જેવી.

 

(૫) સાગર સાગર જેવો છે, આકાશ આકાશ જેવું છે.

 

 

 


માત્રામેળ છંદ માટે અંહી ક્લિક કરો  





     

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ