Recents in Beach

ફિલ્મ નિર્માણની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ|Film nirman na vividh tabkka

પ્રશ્ન:- ફિલ્મ નિર્માણની પ્રક્રિયા વિગતે વર્ણવો અથવા ફિલ્મ નિર્માણની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ વિગતે ચર્ચો.

 

 ફિલ્મની ભેટ એ દુનિયાને મળેલી મનોરંજનની સૌથી મોટી ભેટ છે. આ દુનિયા સ્વપ્નની દુનિયા છે. આજે દુનિયામાં સર્વ લોકોને સિનેમાનું આકર્ષણ છે. ટેલીવિઝનનાં આગમન પછી સિનેમાનું જગત લોકોના ઘરમાં આવી ગયું છે. અને આજે પ્રત્યેક ઉંમરના પ્રત્યેક વર્ગના લોકોને સિનેમા આકર્ષે છે. સિનેમાના જગતમાં અવનવું બન્યા જ કરે છે. વાસ્તવિક જીવનમાં જોવા મળતું કે નહિ જોવા મળતું દરેક પ્રકારનું મનોરંજન ફિલ્મના માધ્યમથી લોકોને આજે ઘર બેઠા જોવા મળે છે. આ ફિલ્મ લોકો પર, લોકોના માનસ પર ગજબનો પ્રભાવ પાડે છે. ફિલ્મના આ બધા દ્રશ્યોને નાટકીય ઢબે ભજવીને યાંત્રિક ઉપકરણોની મદદથી ઝડપવામાં આવે છે. કલાકારો અને કસબીઓની મહેનતનું પરિણામ આપણે દર્શક તરીકે બે-ત્રણ કલાક આ ફિલ્મને માણીએ છીએ. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને જાણવી-જોવી, સમગ્ર દ્રશ્ય નિર્માણની કથાના પ્રોસેસમાંથી પસાર થવું તે ખરા અર્થમાં જાણવાની ઉત્સુકતાતો રહે જ છે. અનેક લોકોને મળતા મનોરંજન પાછળ અનેક લોકોની મહેનત અને આજીવિકા સમાયેલી છે. વ્યવસાયક્ષેત્રે આ માધ્યમ ખુબ જ વિકસ્યું છે. આપણે ત્યાં સિનેમા માધ્યમને ફિલ્મ ઉદ્યોગ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આપણને સહજ પણે જ કુતુહલ થાય કે સિનેમાનું આગમન થયે વર્ષો થયા. શતાબ્દિ ઉજવાયી. ભારતીય સિનેમાના પિતામહ તે દાદાસાહેબ ફાળકે એમણે પ્રથમ ૧૯૧૩ માં સૌપ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’નું નિર્માણ કરીને લોકોને આ સિનેમાનું ઘેલું લગાડ્યું. ત્યારથી લઇ ને આજ દિન સુધી લોકોને ફિલ્મનું ઘેલું રહેલું છે. દિન-પ્રતિદિન તેનું આકર્ષણ વધી રહ્યું છે. ફિલ્મ નિર્માણ સામાન્ય લોકો માટે હંમેશા વિસ્મયનું માધ્યમ રહ્યું છે. આજે કોઈ જગ્યાએ ફિલ્મનું શુટિંગ થતું હોય તો લોકોનાં ટોળેટોળા આ શુટિંગ જોવા ભેગા થતા જોવા મળે છે. લોકોને જાણવું એ હોય કે પડદા પર દેખાતા દ્રશ્યો કઈ રીતે નિર્માણ પામતાં હોય છે.

 

 ભારતમાં ફિલ્મનિર્માણની શરૂઆત ઇ.સ.૧૯૧૩ આસપાસ થઇ ત્યારે દેશના લોકોમાં અક્ષરજ્ઞાન પ્રમાણમાં ઓછું હતું. ફિલ્મમાં ઉપસતા દ્રશ્યો નિર્માણ પ્રક્રિયાની કઈ લોકોમાં કઈ ખાસ સમજ ન હતી. લોકોમાં કોતુંક હતું. પરિણામે આ ફિલ્મ નિર્માણ પાછળની પ્રક્રિયાને વર્ણવતા લેખો દાદાસાહેબ ફાળકેએ લખ્યાં હતા અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષક વર્ગ પણ વધ્યો છે. પરંતુ ફિલ્મ નિર્માણ વિશે જાણવાની ઇન્તેજારી કે ઉત્સુકતા લોકોમાં હજી એવીને એવી જ છે. ફિલ્મ નિર્માણ વિષે લખતા પ્રકાશનોની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે. લોકો પાસે ફિલ્મ નિર્માણની પ્રારંભિક માહિતી પણ નથી હોતી. આ બધાને ખ્યાલમાં રાખીને એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ કૃતિ સાથે ફિલ્મનિર્માણની પ્રક્રિયાની ચર્ચા પણ સમજાવવામાં આવી છે અને એ એટલું આજે પ્રસ્તુત પણ છે.

 

  ફિલ્મ નિર્માણ એ સામુહિક કે સમૂહગત પ્રક્રિયા છે. અનેક પ્રકારના કસબીઓ, જાણકારો, કલાકારો એકબીજા પર અવલંબીને અનેક પ્રકારના કાર્યો આ ફિલ્મ નિર્માણની પ્રક્રિયા દરમિયાન કરે છે. તેમાં બધા જે- તે વિષયનાં નિષ્ણાતો હોય છે, અને બધા વિષયની કામગીરી અલગ-અલગ હોય છે. જેથી આ બધી કામગીરીને જાણવી જોઈએ અને સમજવી રહે છે. અનેક લોકોના કાર્ય પર દેખરેખ રાખવાની છે. આમ, દેખરેખ રાખનાર વ્યક્તિ તે દિગ્દર્શક કે ડિરેક્ટર/ડાયરેક્ટર હોય છે. અને આ દિગ્દર્શકની સુચના મુજબ બધા કસબીઓ કે કલાકારો કાર્યો કરે છે. સાચા અર્થમાં જોઈએ તો આ ફિલ્મ દિગ્દર્શકની કલ્પનાનું જ પરિણામ છે. ફિલ્મ નિર્માણ પ્રક્રિયા શીખવી એ અત્યંત પ્રેક્ટીકલ પ્રોસેસ છે. દરેક પ્રેક્ટીકલની એક થીયરી હોય છે. અહીં આપણે પહેલાં થીયરીનો અભ્યાસ કરીશું. પરંતુ થીયરી વાંચવી અને પ્રેક્ટીકલ કરવું એ બંને બાબતો અલગ-અલગ છે.

 

  ફિલ્મમાં કામ કરવું એટલે યંત્રો સાથે કામ કરવું. આ યંત્રો પર અવલંબતી કલા છે. બીજી બધી કલાઓ કરતા ફિલ્મ અલગ પડે છે. આ બધા પાછળ કોઈ એક વ્યક્તિનું નિદર્શન હોય છે. આ નિદર્શન કરનાર તે દિગ્દર્શક. તે જ બધાનો સંયોજનકાર બની રહે છે. દિગ્દર્શક ફિલ્મની વાર્તાને પસંદ કરે છે. વાર્તાને આધારે પટકથા તેયાર થાય છે. આ પટકથામાં દિગ્દર્શક પોતે જ કલ્પનાનું ચિત્ર ઘડે છે. તેની વાર્તાને અનુરૂપ પછી સંવાદો લખાય છે. દિગ્દર્શક પાત્રને અનુરૂપ અભિનેતા, અભિનેત્રી અને અન્ય સહાય કલાકારોની પસંદગી કરે છે. આમ જે ફિલ્મ સર્જવાની હોય તેનું કાર્યક્રમ પ્રમાણે અલગ-અલગ રીતે વિવિધ લોકોને સોંપવામાં આવે છે. આ બધા સહકાર્યકરોના નામો પ્રેક્ષકો ફિલ્મના આરંભે કે અંતે ક્રેડીટ ટાઈટલ્સમાં જેમણે-જેમણે ફિલ્મ નિર્માણનાં સમયે પોતાની કલાનો વિનિયોગ કર્યો છે કે સહયોગ આપ્યો છે. એ બધા જ સહયોગીઓ કે કાર્યકરોના નામ દર્શાવવામાં આવે છે.

 

  પટકથાને આધારે સેટ ડીઝાઇન દ્રશ્યને અનુરૂપ સેટ સ્ટુડીયોમાં તેયાર કરાવડાવે છે. ક્યારેક વાસ્તવિકતા લઇ આવવા માટે કોઈ એવું સુંદર મકાન કે અન્ય સ્થળો પણ પસંદગી કરે છે. ક્યારેક Outdoor દ્રશ્યો માટે Location પણ શોધી કાઢે છે. અમુક દિગ્દર્શકો વધુ ચોકસાઈના આગ્રહી હોય છે. અમુક દ્રશ્યોને અમુક જાતનો જ ઉઠાવ આપવા માંગતા હોય તો તે પ્રમાણે તેઓ કાળજી લેતા હોય છે. ખાસ કરીને તેનું કામ નિષ્ણાતો દ્વારા જ થતું હોય છે. સેટ તેયાર થાય છે. કલાકારો નિયત કરેલા વસ્ત્રમાં સંવાદો બોલે છે અને દિગ્દર્શકની સુચના અનુસાર અભિનય કરે છે. તે કેમરામેનને સમજાવે છે અને તે મુજબ કેમેરા ગોઠવવાય છે. પ્રકાશ આયોજનની તે પ્રમાણે રચના હોય છે. આ દ્રશ્યોને એક પછી એક કેમેરા વડે ફિલ્મની રાસાયણિક પટ્ટી પર મુદ્રાંકિત કરવામાં આવે છે. ફિલ્મનું શુટિંગ દિગ્દર્શકની સુચના અનુસાર પૂરું થતા ફિલ્મની પટ્ટીને લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થતા તે પટ્ટી જોવા માટેની પ્રથમ Print તેયાર થાય છે પછી તેનું સંકલન કે Editting થાય છે. ફિલ્મની આ ઘણી જ મહત્વની પ્રક્રિયા થાય છે. અહીં સંકલન કરતી વખતે પટ્ટીની સાથે ધ્વનીને પણ સંયોજવામાં આવે છે. એ સંયોજનથી દ્રશ્ય-શ્રાવ્ય પટ્ટી બને છે. પાછળથી તેમાં દ્રશ્યને અનુરૂપ Back-ground સંગીત અથવા વિશિષ્ટ ધ્વ્નીસંકેતો ઉમેરવામાં આવે છે. આવી સંકલિત કરેલી પટ્ટીને Projectar દ્વારા જોવાથી ફિલ્મ સળગસૂત્ર રૂપે દેખાય છે, અને પ્રેક્ષકો એ ફિલ્મને માણે છે. આ થયું બિલકુલ સામાન્ય ફિલ્મ નિર્માણની પ્રક્રિયાનું ટૂંકું સ્વરૂપ. હવે આપણે વિગતે ચર્ચા કરીશું.


 

Film nirman



૧) Screen Play- પટકથા લેખન:-

 

  નિર્માતા અને દિગ્દર્શક કોઈ એક ફિલ્મના સર્જન માટે સૌપ્રથમ કોઈ Story કે વાર્તાની પસંદગી કરે છે. સામાન્ય રીતે આપણે ત્યાં અને પરદેશમાં પણ નવલકથાઓને ફિલ્મ નિર્માણ માટે વધુ પસંદ કરવામાં આવે છે. ક્યારેક કોઈ પ્રસંગ કે ઘટનાને પસંદ કરી તેની આસપાસ વાર્તાની ગૂંથણી કરવામાં આવે છે. સત્યજીત રાયે ‘પથેલ પાંચાલી’નું નિર્માણ કરી. આ કૃતિ નવલકથા તરીકે જાણીતી હતી. ‘સતરંજ કે ખિલાડી’- ફિલ્મનું સર્જન થયું, ત્યારે તેની મૂળ વાર્તાની સાથે-સાથે જનરલ ઓતરામો કે વાજીદલી શાહની વાતને પણ જોડવામાં આવેલું છે. પરદેશમાં અનેક પ્રતિષ્ઠિત નવલકથાઓ અને નાટકો પરથી પણ ફિલ્મ નિર્માણ પામે છે. ‘ટાઈટેનિક’ જેવી ફિલ્મ માટે વાસ્તવિક, એતિહાસિક ઘટનાને નજર સમક્ષ રહીને ફિલ્મનું નિર્માણ કરવામાં આવે છે.

 

  તો સૌપ્રથમ નિર્માતા કે દિગ્દર્શક એક વાર્તા કે Storyની પસંદગી કરે છે. તે પરથી પટકથા લખવાનું કાર્ય થાય છે. ક્યારેક દિગ્દર્શક પોતે પણ Story લખતો હોય છે. ફિલ્મ સર્જન સમયે મોટા ખર્ચની આવશ્યકતા રહે છે, તે કાર્ય નિર્માતાને ફાળે જાય છે. જેને આપણે Film Producer કહીશું. નાંણા વગર કોઈ પણ ફિલ્મ શક્ય નથી. નાણાની વ્યવસ્થા કરનાર વ્યક્તિની અતિ-આવશ્કતા રહે છે. ક્યારેક ફિલ્મમાં દિગ્દર્શક અન્ય પાત્રને ઉમેરતું પણ હોય છે. સત્યજીત રાયે ‘સતરંજ કે ખિલાડી’ મુનશી પ્રેમચંદજીની ટૂંકી વાર્તા ઉપરથી Story સર્જેલી છે. પ્રેમચંદજીની વાર્તામાં તો ચારથી વધુ પાત્રો નથી જ્યારે સત્યજીતે તો નાના-મોટા પાત્રોનો વિસ્તાર કર્યો છે. દિગ્દર્શક પોતાની અનુકુલતા પ્રમાણે ફેરફાર પણ કરે છે. જ્યારે નિર્માણ થાય છે ત્યારે ઘણુબધું ઉમેરાય છે અને બાદ પણ થાય છે. સામાન્ય રીતે દિગ્દર્શક પ્રેક્ષકોને ખ્યાલમાં રાખીને ફિલ્મ બનાવે છે, અને પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડીને કઈ રીતે નાણા કમાવી શકાય એ તેનો મુખ્ય આશય હોય છે. આથી મહદઅંશે ફિલ્મ પ્રેક્ષકોને લક્ષ્યમાં રાખીને જ સર્જાતી હોય છે.

 

 પટકથા લેખન પછી બીજું ઉમેરાતું મહત્તવનું અંગ તે સંવાદ લેખન છે. કથાપ્રવાહને આગળ વધારવા માટે ચોટદાર સંવાદો આવશ્યક છે. ક્યારેક ફિલ્મમાં સંવાદ લખવાનું કાર્ય એક જ વ્યક્તિ કરે છે. આપણે ત્યાં ફિલ્મોમાં સંવાદ લેખનનું કામ વિશિષ્ટતા ધરાવતા લેખકો મોટે ભાગે કામ કરે છે, કેમકે સંવાદલેખન એ કુશળતા માંગતું કાર્ય છે. ક્યા પ્રકારના સંવાદો પ્રેક્ષકોને આકર્ષી શકે તે કુશળ સંવાદ્કારે કરવું રહ્યું. કેટલીકવાર વિશિષ્ટ પ્રકારના સંવાદો માટે ખાસ Scren તેયાર કરવામાં આવતા હોય છે. આ રીતે ફિલ્મોમાં સંવાદો ખુબ જ અગત્યના હોય છે. ઉ.દા.- અતિ લોકપ્રિય થયેલી ફિલ્મ ‘શોલે-Sholey’નાં સંવાદો આજે પણ લોકો હજી ભૂલ્યા નથી.

 

 નિર્માતા અને દિગ્દર્શકની નીચે સમગ્ર નિર્માણતંત્ર એક મોટો યુનિટમાં ગોઠવાય છે. નિર્માણતંત્રનું કામ બહુ મોટું છે, તેમાં મુખ્ય દિગ્દર્શક, સહાયક અને અન્ય નૃત્ય દિગ્દર્શક, ફોટોગ્રાફર તેને સહાય્કારોમાં તેને સહાયક કેમેરામેન, મુખ્ય અભિનેતા, અભિનેત્રીઓ, એક્સ્ટ્રા કલાકારો, નિર્માણ સહાયક, નિર્માણ મેનેજર, પબ્લિસિટી ડિરેક્ટર, પબ્લિસિટી સેક્રેટરી, કુશળ કેમેરામેન. સાઉન્ડ રેકોર્ડર-નિષ્ઠ, એડિટર, સંગીત સુપરવાઈઝર, સંગીતકાર અને બીજી બાજુ કલા નિર્દેશક તેમાં નિર્માણ, ખરીદ ડ્રાફ્સમેન, ડીઝાઇનમેં, નિર્માણ હિસાબનીશ, સહાયક, કોસ્યુમ ડિઝાયનર, હેર ડ્રેસર, મેક્પમેન અન્ય પ્રકારના સહાયકો આ રીતે ફિલ્મ નિર્માણની તંત્ર નિર્માણ કાર્ય થતું હોય છે.


 

૨) અંદાજીત બજેટ:-


   કોઈ પણ યોજના હોય, પ્રસંગ હોય, કોઈ મોટા લગ્ન સંમારભ હોય કે પછી ફિલ્મ નિર્માણ હોય આ બધામાં ચોક્કસ નાણાંકીય અંદાજ ધ્યાનમાં રાખવામાં આવે છે અને કોઈ પણ ફિલ્મ હોય તો તેનું પણ અંદાજીત બજેટ હોય છે. નિર્માતા પોતાની ફિલ્મના નિર્માણ માટે કેટલો ખર્ચ કરવા ધારે છે અને તેને આધારે કઈ-કઈ બાબત પર કેટલો ખર્ચ કરવા માંગે છે તેનું એક સૂચિત માળખું તેયાર કરવામાં આવે છે. ફિલ્મમાં અભિનેતા અને અભિનેત્રીઓનું મહત્તવ તો ખરું જ પણ સાથે અન્ય કલાકારો પણ ખરા અને એની સ્ટાર વેલ્યું કેટલી? મતલબ કે કોઈ કલાકાર એક ફિલ્મના કેટલા રૂપિયા લે છે. મતલબ કે અમુક કલાકારો કરોડોમાં કામ કરતાં હોય છે. તો કલાકારોનાં કાર્ય પ્રમાણે તેની પણ ગણતરી થાય છે. ફિલ્મનું મોટું બજેટ હોય તો મોટા કલાકારો પોષાય. કલાકારો પાછળ કેટલો ખર્ચ થશે ત્યારબાદ અન્ય કલાકારો તે બધાનો અંદાજીત બજેટને આધારે ખર્ચ તેયાર કરે છે. પહેલાં મુખ્ય કલાકારોને કેટલા રૂપિયા આપવાના છે તેનાં અંદાજ પછી ફિલ્મ નિર્માણ પાછળનો ખર્ચ અને તેનો અંદાજ લગાડવામાં આવે છે.

 

  પટકથાને આધારે જે દ્રશ્યો તેયાર કરવામાં આવે છે તે બધાને પણ અંદાજીત ખર્ચ લગાડવામાં આવે છે. ફિલ્મનું શુટિંગ સ્ટુડીયોમાં કરવાનું છે કે ડીઝાઈનો તેયાર કરીને કે સેટ તેયાર કરીને શુટિંગ કરવાનું છે તેના આધારે પણ ખર્ચનો અંદાજ લગાડવામાં આવે છે. કેટલા દ્રશ્યો છે, કેટલા સેટ નિર્માણ કરવાના છે તેને આધારે ફિલ્મ નિર્માણનો અંદાજીત ખર્ચ તેયાર થાય છે. આ બધી પ્રક્રિયા ફિલ્મ નિર્માણ પહેલા-પૂર્વે કરવાની હોય છે. કયા કયા દ્રશ્યો ભજવવાના હોય જેમાં કોઈ જેલ અંગેનો હોય, હોસ્પિટલ અંગેના હોય, મંદિરના હોય કે રેલ્વે પ્લેટફોર્મના કે એવા કોઈ એતિહાસિક દ્રશ્યોનો અંદાજીત ખર્ચનો અંદાજ કાઢવામાં આવે છે. આ ઉપરાંત સેટ્સની ડીઝાઇન, કોસ્યુમ ડીઝાઇન એનો પણ અંદાજ કાઢીને ખર્ચ તેયાર કરવામાં આવે છે.

 

  વળી, ફિલ્મ નિર્માણ માટે જે સ્ટોરી કે વાર્તાની પસંદગી થઇ હોય તે વાર્તાના લેખકને મળીને વાર્તામાંથી ફિલ્મ બનાવવાના કે ફીલ્માંતરના કાનૂની હક મેળવવાના હોય છે. સ્ટોરીના Writer પાસેથી સંમતી મળ્યા પછી તે વાર્તા પરથી ફિલ્મનું સર્જન થઇ શકે છે અને નિર્માતાએ લેખકને આર્થિક વળતર પણ આપવાનું હોય છે. એ પરસ્પરની સમજૂતીથી નક્કી થાય છે. પરદેશમાં તો વાર્તા લેખકને રોયલ્ટી રૂપે બહુ મોટી રકમ મળતી હોય છે અને લોકોમાં નામના પણ બહુ મેળવે છે. ભારતમાં પરદેશના લેખકોની સરખામણીમાં આર્થિક વળતર ઓછું મળે છે. કોઈ લેખકની વાર્તા પરથી પછી એની પટકથા વ્યવસ્થિત તેયાર થાય છે. નિર્માતા ખાસ Story નિર્માણ-લેખન વિભાગ પણ રાખતો હોય છે, જેમાં સંવાદ લખતા માણસો પણ કામ કરે છે. તેમાં ગીતકારોનો પણ સમાવેશ થાય છે. જે વાર્તા પરથી ફિલ્માંકન કરવાનું હોય તે વાર્તાનું નામ અથવા નિર્માતા કે દિગ્દર્શક જે નામે ફિલ્મ રજુ કરવા માંગતા હોય તે નામ ફિલ્મ પ્રોડ્યુસર એસોશિએશનમાં નોંધાવે છે અને જે નામ રાખે તે નોંધવામાં આવે છે. આ ફિલ્મનું નામ જે નોંધે છે તો આ નોંધાય રહેલા નામનો ઉપયોગ બીજો નિર્માતા ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી ઉપયોગ કરી શકતો નથી અને જો તે નામનો ઉપયોગ કરવો હોય તો જે નિર્માતાએ જે શીર્ષક મેળવ્યું તેની મંજુરી લેવી અતિઆવશ્યક બની રહે છે.

 

  કેટલીક વખત અમુક નિર્માતાઓ કે દિગ્દર્શકો તેમણે લગતા સારા શીર્ષકો પોતાને નામે નોંધાવી રાખતા હોય છે. અને આવા શીર્ષકોને કથા સાથે કોઈ સબંધ હોતો નથી. જ્યારે જરૂર જણાય ત્યારે નિર્માતા તેનો ઉપયોગ કરતો હોય છે. આટલી પ્રક્રિયા બાદ જુદા-જુદા વિભાગો હેઠળ ઘણા માણસો કામ કરતાં હોય છે. આપણે આગળ જોયું છે તેમ અહીં પણ દિગ્દર્શક વિભાગ એમાં દિગ્દર્શકને અન્ય સહાયક, કેમેરા વિભાગ, વાર્તા વિભાગ, સંગીત વિભાગ, નિર્માણ વિભાગ, વેશભૂષા વિભાગ, મેકપ અને કોસ્યુંમ વિભાગ, કલા વિભાગ, ધ્વનિ વિભાગ, એક્સન વિભાગ, ડાન્સ વિભાગ, મુખ્ય કલાકારો, એક્ટિંગ વિભાગ, સંચાલન વિભાગ આમ, નિર્માતાકારો ચાર્ટ બનાવીને તેના પર થતો માનવશ્રમ એ બધાનો અંદાજ લગાવીને અને તે બધા પાછળ થતા ખર્ચનો હિસાબ લગાડવામાં આવે છે. આ એક અનુમાન છે, તેમાં થોડી ઘણી વધ-ઘટ રહેવાની શક્યતા પણ હોય પરંતુ એ અંદાજ પહેલાથી બાંધવામાં આવે છે. ઉ.દા.-  નિર્માતા અને દિગ્દર્શકની રકમ, વાર્તાલેખક, પટકથા લેખક અને સંવાદ લેખકને આપવાની થતી રકમ. મુખ્ય કલાકારો અને અન્ય કલાકારોને આપવાની થતી રકમ. સંગીત, ગીત લેખક, નૃત્ય અને આ બધા સાધનોનો ખર્ચ. ઉ.દા.- કેમેરા, લાઈટ જેવા અન્ય સાધનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ, લોકેશનનો ખર્ચ, સેટ્સ ડીઝાઇનીંગ અને એ બધાનું એડીટીંગ, રેકોર્ડીંગ અને રીરેકોર્ડીંગનો ખર્ચ, પબ્લિસિટી, મટીરીયલ્સ અને ઇન્સોરન્સ, સોલીસેટર ફી, સેન્સર ફી અને અન્ય ખર્ચ. આ રીતે ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં ખર્ચ બાબતમાં અનેક પ્રકારના ખર્ચાઓનું ફિલ્મ નિર્માણ પહેલાં અંદાજીત બજેટ તેયાર કરવામાં આવે છે.

 

  શુટિંગનો પ્રારંભ અત્યાર સુધી આપણે ફિલ્મ નિર્માણની પ્રારંભિક પ્રક્રિયાની વાત કરી. હવે આ બધી કાર્યવાહી પૂરી થતા ખરેખર શુટિંગનો પ્રારંભ થાય છે. સ્ટુડીયોમાં નિર્માણ સ્ટાફના બધા કલાકારો હાજર હોય છે. પટકથાનાં પરિવેશ મુજબ તેયારીઓ થઇ ગઈ હોવી જોઈએ. કલાકારો સજ્જ છે. બધું તેયાર થયા બાદ દિગ્દર્શક દ્રશ્યને કથા એન્ગલથી ઝડપવાનું છે તે મુજબ કેમેરા ગોઠવવાની સુચના આપે છે. કેમેરામેન તે પ્રમાણે પ્રકાશનું આયોજન કરે છે. સાઉન્ડ રેકોર્ડીસ્ટ તે પણ તેયાર હોય છે. તે પહેલાં હવે કલેપબોર્ડનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ અતિમહત્વનો છે. કલેપબોર્ડ એ સામાન્ય કાળી પાટી અથવા પાટિયાની મદદથી બનાવવામાં આવેલ હોય છે. આ પાટિયા પર ફિલ્મનું નામ, દ્રશ્યનો નંબર, શોટ અને ટેકના નંબર ચોકથી લખી લેવામાં આવે છે. પાટિયાને વધારે એક હાથો બેસાડવામાં આવેલો હોય છે. દરેક શોટ લેતી વખતે એ પાટિયું કેમેરાની સામે લેવામાં આવે છે, અને દિગ્દર્શકની સુચના સંભળાય પછી કલેપ-બોય, દ્રશ્યો નંબર, શોટ અને ટેકના નંબર જાહેર કરે છે અને ફટાક અવાજ સાથે હાથો પાટિયા ઉપર પછાડે છે, આ ફટાક અવાજ ધ્વનિ મુદ્રણ યંત્રમાં નોંધાય જાય છે. ધ્વનિ પટ્ટી પર શોટ નિશાન ટાંકાય છે. ફિલ્મની બે પટ્ટીઓની સમાન કામમાં જોડતી વખતે એ નિશાન અને ચિત્રની ફ્રેમ સાથે જોડી દેવામાં આવે છે. પાટિયા ઉપર લખેલા નંબર કેમેરા દ્વારા ઝડપાયને દ્રશ્યમાં દેખાય છે. આ જે નંબર લખેલા હોય છે તે જ બધી વિગત કલેપ ચાર્ટમાં ભરી હોય છે. પરદેશમાં ક્યારેક કાળા પાટિયાને બદલે સફેદ રંગના પાટિયા પસંદ કરે છે, અને રંગીન સ્કેચપેનથી નંબરોની વિગત નોંધાય છે. આપણે ત્યાં કલેપબોર્ડ કાળા રંગના જ ઉપયોગમાં લેવાય છે અને ચોકથી નંબર નોંધાય છે. કલેપ ફિલ્મના પ્રારંભમાં કોઈ મહત્વની વ્યક્તિ દ્વારા અપાવીને શુટિંગનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. સામાન્ય સંજોગોમાં દિગ્દર્શકનો સહાયક આ કલેપ આપવાનું કાર્ય કરતો હોય છે. આ ક્લેપને આધારે જ બધું સંગઠનનું કાર્ય થતું હોય છે. તેના દ્વારા દ્રશ્યોની માહિતી મળતી હોય છે.

 

  અહીં દ્રશ્યો ઝડપવામાં કેમેરામેનનું કાર્ય અત્યંત મહત્વનું છે. પ્રત્યેક દ્રશ્યને ઝડપવા માટે કેમેરાની પોઝીશનને ફેરવતા રહેવું પડે છે. આ બધું પરિશ્રમ અને સમય માંગી લે એવું કામ છે. આ બધા કલાકારોએ દિગ્દર્શકની સૂચના મુજબ જ કામ કરવાનું રહે છે. આ દિગ્દર્શકની સાથે સાથે કેમેરામેન પણ બધું સમજીને કામ કરતો હોય છે. દિગ્દર્શક કેમેરામેન લોંગ શોટ, મીડ શોટ, ક્લોસપ કયા દ્રશ્યો ઝડપવાનાં છે એની સૂચના મુજબ કેમેરામેન કામ કરતો હોય છે. કેટલાક દ્રશ્યો ઝડપવા માટે કેમેરા સ્ટેન્ડ પર ગોઠવાયેલા હોય છે. આ સ્ટેન્ડ ઊંચું-નીચું પણ કરી શકાય છે. કેટલાક કેમેરા ચારે બાજુ ફરી શકે એવા હોય છે. કેટલાક કેમેરાને આગળ પાછળ લઇ જવા માટે ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રોલીને આગળ પાછળ લઇ જવા માટે ક્રેઇન કે પ્લેન જેવા ટ્રોઇન કેમેરા પણ આવી ગયા છે. આ રીતે ફિલ્મના નિર્માણમાં કેમેરામેનનું કાર્ય ખૂબજ મહત્વનું છે.


 

૩) અભિનય-Acting:-


   દ્ર્શ્યમાની કથાને સંવાદ પૂર્ણ રીતે રજૂ કરતું એક મહત્વનું અંગ અભિનય. અભિનય કલાકારોએ કરવાનું હોય છે. પણ એ કથાને અનુરૂપ અને દિગ્દર્શકની સૂચના અનુસાર કરતો હોય છે. કયા પાત્રને કઈ રીતે રજૂ કરવું તેનું સ્પષ્ટ દિગ્દર્શકની કલ્પનામાં હોય છે. એટલે એના મનમાં જે કલ્પનાનું પાત્ર છે તેને અનુરૂપ જ દિગ્દર્શક કલાકાર પાસે એવો જ આગ્રહ રાખે છે. એમાં દિગ્દર્શક અભિનેતાની મોલીકતાનો પણ લાભ લેવો જોઈએ પણ પ્રમાણમાં રહેલી અભિનય એટલે વાસ્તવિક કે કાલ્પનિક પાત્રને જીવંત કે મૂર્તિમંત કરવું. વાર્તાકારે જે શબ્દોથી ચીતરેલી વાર્તા સૃષ્ટિને રજુ કરવાની કલા તે અભિનય. અને તે પણ માત્ર જોનારને સજીવ લાગવું જોઈએ. તેનો આધાર કલાકાર અને વળી પ્રેક્ષકોને ગમવું પણ જોઈએ. નાટક અને ફિલ્મના અભિનયમાં ફેર એ છે કે નાટકમાં અભિનય કરવો પ્રમાણમાં અઘરો છે. જ્યારે ફિલ્મમાં બરાબર ન થયું હોય કોઈ પાત્ર બરાબર ન ભજવી શકાયું હોય તો Re-take કે તેને ફરી કરી શકે છે. અભિનયમાં મર્યાદા જાળવવી પણ જરૂરી છે. જે કોઈ ચિત્રમાં બહુ રંગ પૂરવાથી ચિત્ર જ્યારે બગડી પણ જાય એવું જ અભિનયમાં છે. ક્યારેય હાવભાવમાં અતિશયોક્તિ ન જોઈએ. કેમકે અતિશયોક્તિથી અવળી અસર પડે છે. અભિનેતાને પોતાનો અવાજ પણ લાવવા માટે કેળવવો રહ્યો. આજે ધ્વનિ મુદ્રણની અત્યંત આધુનિક ટેકનિકને કલાકારોને ઉત્તમ રીતે પોતાનો અવાજ કરવાની સારામાં સારી સગવડો મળી રહે છે. આપણે ત્યાં ભાવવાહી સંવાદો બોલતા કલાકારો બહુ ઓછા હોય છે. અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, સંજીવકુમાર, નાનાપાટેકર વગેરે પોતાના અવાજને કારણે જ સુવિખ્યાત થયા છે. ચેહરો સુંદર હોય એ સારીવાત છે પરંતુ અવાજનો ચહેરો પણ સુંદર જોઈએ. ચેહરા પર ભાવ લાવવા એ કલાકારની મોટામાં મોટી સિદ્ધી છે. તમે ન બોલો અને તમે માત્ર અભિનય દ્વારા જ ચેહરા ઉપરના ભાવ શ્રેષ્ઠત્તમ રીતે પ્રદર્શિત કરી શકો એમાં જ તમારા અભિનયની ક્ષમતા છે. સારા કલાકારો બોલ્યા વગર માત્ર હાવભાવ દ્વારા જ ભાવને અભિવ્યક્ત કરતા હોય છે.


 

૪) ફોટોગ્રાફી:-


અભિનય અને દિગ્દર્શકે સર્જેલા વાસ્તવને ઝડપવાનું મહત્ત્વનું કાર્ય ફોટોગ્રાફર કરે છે. પ્રારંભની ફિલ્મમાં સ્થિર તસ્વીર કલા હતી. એક જ જગ્યાએ ફિલ્મોમાં કેમેરાને એક જ જગ્યાએ ફીટ કરી સામેના પુરા કદના પાત્રો એવી રીતે કલાકારો ઝડપવામાં આવતા, પછી ધીમે-ધીમે વિજ્ઞાનની શોધને કારણે ફિલ્મ પડદા પર હાલતા-ચાલતા દેખાય તેવી શોધ થઇ. પહેલાં બ્લેક & વાઈટમાં ફિલ્મો થઇ પછી રંગીન ફિલ્મોની શોધ થઇ. રંગીન ફિલ્મોની શોધ થઇ ત્યારે ગ્રેવા કલરનું ચલણ હતું. હવે બધા ઇષ્ટમેડ કલરનો ફિલ્મમાં ઉપયોગ કરે છે. ફોટોગ્રાફીમાં ગેજ પણ વધુ મહત્ત્વનું છે. ૮m.m, ૧૬mm, ૩૫mm આ બધા ગેજોમાં ફિલ્મોનું નિર્માણ થતું રહ્યું છે. દરેક ગેજ પ્રમાણે ફિલ્મની ફોટોગ્રાફી માટે અલગ-અલગ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. સિનેમા સ્કોપ અને ૭૦mm માટેનો ગેજ ૩૫mm હોય છે. પણ સિનેમા સ્કોપમાં વિશિષ્ટ પ્રકારના લેન્સથી આ ફ્રેમમાં દ્રશ્યના રૂપાંતરથી ફ્રેમની Size બદલવામાં આવે છે. અહીં સિનેમા સ્કોપનું એ લાર્જ કે મોટું કરેલું રૂપ જોવા મળે છે.

 

  ફિલ્મની શુટિંગ માટે કેમેરાઓ ભાડે પણ મળતા હોય છે. કેમેરામેનને સહાયકો હોય છે. વિશિષ્ટ સ્ટેન્ડ દ્વારા કેમેરા રાખવામાં આવે છે. ક્યારેક કેમેરાને આગળ પાછળ લઇ જવા માટે Rolling ઉપર કેમેરા ગોઠવવામાં આવે છે. કેમેરામાં ભરવામાં આવતો રોલ-શેલ્યું ફિલ્મની પટ્ટીને શેલ્યુંલોઈડ કહે છે. આ પટ્ટી કચકડાની હોય છે. જે પારદર્શક હોય છે. પટ્ટીની બન્ને તરફ નાના-નાના ચોરસ જેવા કાંણા હોય છે જેને પરફોરેશન કહેવામાં આવે છે. આ પરફોરેશન દ્વારા કેમેરા અને પ્રોજેક્ટમાં રાખવામાં આવેલા દાંતાવાળા ચક્રોમાં પટ્ટી બરાબર પકડાય રહે છે. અને ફિલ્મની પટ્ટી સતત ફરતી રહે છે અને તેજ આપણને દ્રશ્ય સ્વરૂપે હાલતું-ચાલતું દેખાય છે.

 

  શુટિંગ માટેની ફિલ્મ પટ્ટી અનેક અલગ અલગ કંપનીઓ બનાવે છે. આપણેત્યાં જે વધુ ઉપયોગમાં લેવાય છે તે ‘કોડક’ કંપનીની ફિલ્મ હોય છે. આ ફિલ્મ કોરી હોય છે. શુટિંગ માટે કેમેરામાં તેને લોડ કરવામાં આવે છે. દરેક ફિલ્મને તેની દ્રશ્યને ગ્રહણ કરવાની ક્ષમતા (Speed) હોય છે. જેવા પ્રકાશમાં શુટિંગ કરવાનું હોય તો High Speed Film પસંદ કરવામાં આવે છે. કેમેરામેન પ્રકાશ આયોજનને ખ્યાલમાં રાખીને કેટલી Speed ની ફિલ્મ જોઇશે તે પ્રમાણે કામ કરતો હોય છે.

 

  ક્યારેક આપણે ફિલ્મમાં એવું જોઈએ છીએ કે બે વ્યક્તિ દોડતા હોય કે બે વ્યક્તિ ધીમી ચાલે ચાલતા હોય. આ બધામાં પણ ટેકનીકનો ઉપયોગ થતો હોય છે. દા.ત. Slow motion અથવા Fast Motion ટેકનીક. આ બંને motion કેમેરા દ્વારા થતી ટેક્નિક છે. કેમેરાની સામાન્ય ગતિ ૧ Second માં ૨૪ ફ્રેમના હિસાબે ચાલતી હોય છે. અને તેને કારણે જ દ્રશ્યો હાલતા-ચાલતા દેખાય છે. દ્રશ્યો કેટલી Second+minitનું છે તેની જાણકારી મેળવીને કેમેરાની ગતિ કેટલી રાખવી તે કેમેરામેન નક્કી કરે છે. ક્યારેક ફિલ્મમાં કોઈ દ્રશ્ય ફ્રીઝ શોટને કારણે સ્થિર થઇ જતું હોય છે તે આ પણ એ ટેક્નિક કેમેરા દ્વારા થતી નથી પરંતુ ફિલ્મની Prize તેયાર કરતી વખતે લેબોરેટરીમાં કરવામાં આવતી પ્રોસેસ આજે આપણે જે ફિલ્મ જોઈએ છીએ તેમાં ફોટોગ્રાફીની કમાલ જ છે. આજે તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.

 

   ગીતનું ચિત્રીકરણ ફિલ્મમાં ગીતોનું ફિલ્માંકન કે ચિત્રીકરણ ખુબ જ મહત્ત્વનું અંગ છે. ગીતો એ પ્રેક્ષકોને જકડી રાખતું માધ્યમ છે. ફિલ્મમાં શ્રેષ્ઠ ગીતોને કારણે ફિલ્મ હિટ જતી હોય છે. પહેલાં ગ્રામોફોન હતા આજે બધું બદલાયું છે. પહેલા રેડિયો હતું, T.V. આવ્યું અને આજે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન આવ્યા અને બધું બદલાયું છે. ગીતોનું શુટિંગ કરવું તે માટે વિશેષ પ્રશિક્ષણ અપાય છે. પહેલાં ગાયકો પાસે ગવડાવીને Recording પહેલાથી કરી લેવામાં આવે છે. પછી Audio ટેપ તેયાર કરીને સાંભળવા માટે રાખવામાં આવે છે. આ ગીતો ઉપર જો કોઈ પ્રકારનું ખાસ નૃત્ય તેયાર કરવાનું હોય તો તે ગીતોની Audio કેસેટ, નૃત્ય દિગ્દર્શકને રાખવામાં આવે છે. અને તે સંગીત અને તાલ સાંભળીને ફિલ્મ માટે નૃત્ય તેયાર કરે છે. નૃત્ય માટે તમામ step તે તેયાર કરે છે. આ માટે કલાકારો Stituation, સ્થળ, શબ્દો બધું જાણી સમજીને નૃત્ય તેયાર કરે છે. નિશ્ચિત દિવસે ગીતનું શુટિંગ કરવામાં આવે છે. પહેલાં તેનું રીહર્સલ થાય છે પછી તેનું ફિલ્માંકન થાય છે. ગીતના શુટિંગ બાદ સંકલનકાર દ્રશ્ય અને શ્રાવ્ય પટ્ટીઓને નિશ્ચિત કરે છે.

 

  ફિલ્મની કળા એ સમૂહ માધ્યમની કળા છે. બધું પૂરું થઇ ગયા પછી સંકલન ખુબ અગત્યનું છે. તેને આપણે અંગ્રેજીમાં Editing કહીએ છીએ ફિલ્મ નિર્માણનું શુટિંગ પૂરું થયા પછી આ Editing અત્યંત ટેક્નીકલ અને મહત્ત્વની પ્રક્રિયા છે. શુટિંગ થયેલી એટલે કે દ્રશ્યો ઝડપાયેલી ફિલ્મને રાસાયણિક પ્રક્રિયા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જ્યાં Printને પ્રોસેસ કરીને તેની નેગેટીવ (Nagetive) તેયાર કરવામાં આવે છે. તેને લેબોરેટરીમાં Develop માટે મોકલવામાં આવે છે. લેબોરેટરી સંચાલક Print તેયાર કરીને આપે છે. આ સંકલન ખુબ જ અગત્યનું છે. આપણે ફિલ્મ જે સ્વરૂપમાં જોઈએ છીએ તે સંકલનનું પરિણામ છે. સંકલન વગર ફિલ્મનું નિર્માણ પૂરું થતું નથી. સંકલન એ ફિલ્મની પૂર્ણાહુતિ છે. આ સંકલનનું કામ ખુબ જ અગત્યનું છે. આપણે જે ફિલ્મ જોઈએ છે સંળગ જોઈએ છીએ. ફિલ્મ શુટિંગ વખતે એટલું હોતું નથી. તેમાં કલાકારોની પસંદગી, અનુકુળતા ક્યારેક દ્રશ્ય પહેલું છેલ્લા અને છેલ્લું દ્રશ્ય પહેલા દરેક લેવાયેલા શોટ અલગ-અલગ હોય છે. આ બધાને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી દ્રશ્યને યથાયોગ્ય જોડવાની પ્રક્રિયા છે. સંકલન આ Editing એ અત્યંત પ્રેક્ટીકલ બાબત છે. સંકલનકાર પ્રથમ Print ને સંકલિત કરીને દિગ્દર્શકને અને યુનિટના અન્ય સભ્યોને બતાવે છે. અને તે બધાનાં અભિપ્રાય મેળવ્યા પછી આખરી સંકલન નેગેટિવ ઉપર થાય છે. તેમાં ધ્વનિનું યોગ્ય મિશ્રણ, Back-ground Music અન્ય Effect યોગ્ય રીતે પ્રયોજવા તથા ફિલ્મ સેન્સર થઇ ગયા પછી સેન્સર બોર્ડ સુચવેલા ક્ટ્સ પ્રમાણે કટિંગ કરીને Print તેયાર કરવા સુધીનું કામ સંકલનકારે બજાવવાનું હોય છે. પૂર્ણ મુદ્રણનું કામ પણ ક્યારે સંકલનકારે કરવાનું હોય છે. આમ, સંકલનનું કામ માત્ર વાંચવાથી સમજમાં ન આવે તેનો પ્રત્યક્ષ અનુભવ કરીને જ અનુભવવા. આ ઉપરાંત ફિલ્મની જાહેરાતો Distribyutarને આપવાના કામો વગેરે પણ એક લાંબી પ્રોસેસ છે. આપણે અહીં જે ફિલ્મ નિર્માણની પ્રક્રિયા જોઈ છે તે ખુબ જ ટૂંકમાં જોઈ છે. ખરી રીતે તો ફિલ્મ નિર્માણની પ્રક્રિયા એ જાતે અનુભવની વસ્તુ છે, માત્ર વાંચવા કે લખવાની પ્રક્રિયા નથી.    

 



આવી જ વધુ પોસ્ટ માટે અમને Follow કરી લેજો જે થી તમને નવી પોસ્ટ આવતા ખબર મળી જાય ને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ બીજી કયા પ્રકારની પોસ્ટ અમે મુકીએ એ માટે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ