વિશ્વસાહિત્યની વ્યાખ્યા:-
જેની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી હોય, લાંબા સમય
સુધી ટકી રહી હોય તેવા હોમર, દાંતે, સર્વાંન્ટીસ, શેક્સપીયર, ગ્યુઇથે જેવાની
સાહિત્યકૃતિઓનો ભંડાર તે વિશ્વ સાહિત્ય.
હચેસન મેકોલે પસીનેટનાં મતે
વિશ્વસાહિત્યના મુખ્ય ત્રણ લક્ષણો.
૧. સાહિત્યની સનાતનતા
૨. ચિંતનાત્મક વિવેક બોધ
૩. બાહ્ય પ્રકૃતિ અને
મનુષ્ય સાથેના તેના સબંધોનું સોંદર્યલક્ષી સમાસ્વાદન
વિશ્વસાહિત્ય એ સંકોચમાંથી
વિસ્તાર તરફની ગતિ
સમગ્રતા અને અખીલાયનો આગ્રહ
વિશ્વસાહિત્ય રાષ્ટ્રીય નહિ
પણ વેશ્વિક અને શાશ્વત કવિતાની વાત કરે છે.
ટાગોર વિશ્વસાહિત્યમાં
વ્યક્તિતાનો નહિ પણ સમગ્રતાનો મહિમા કરે છે, એમાં ‘Individual man’ નહિ પણ ‘Total
man’ જોવાનું છે.
રાજકારણ, અર્થકારણ આદિએ
પાડેલી તિરાડો પુરવામાં વિશ્વસાહિત્ય સહાયક બની શકે.
ગ્યુઇથે એમ કહ્યું
વિશ્વસાહિત્યમાં બધા જ સાહિત્ય એક થઇ રહેશે.
આર્નોલ્ડ- સીમિત કે સંકુચિત
સાહિત્યમાંથી બહાર નીકળીને વિશ્વના વિશાળ સાહિત્ય સાગરમાં ઝંપલાવવાની વાત કરે છે.
આર્નોલ્ડ કહે છે “વિવેચન
એટલે વિશ્વમાં જે ઉત્તમ જણાય છે અને ગણાય છે તેના અભ્યાસ અને પ્રચારનું નીરમર્મ
સાહસ” આમ કહીને તે વિશ્વના પરિશીલન અને તેમનાં ઉત્તમ માનસોના પ્રચારની વાત કરીને
વિશ્વ સાહિત્યના વિભાવનાને જ પૃષ્ટિ આપે છે.
સીમિત સાહિત્યમાંથી નીકળી
વિશ્વના વિશાળ સાહિત્ય સાગરમાં ખાબકવાની વિભાવના એ વિશ્વસાહિત્યના હાર્દમાં રહેલી
વાત છે.
ગ્યુઇથે ‘Welt Literature’ કહે છે.
વિશ્વ સાહિત્યમાં ‘Individual Person’ નહિ પણ ‘Total
Person’ જોવાનો છે. ૧૭૯૮માં ફેડરિક સ્લેગલે વિશ્વ કાવ્યનો ખ્યાલ રજુ કર્યો એમાં
એણે વિશ્વ નાગરિકતાવાદ સાથે તુલનાત્મક સાહિત્યનો સંકેત પણ સમાવી લીધો છે.
ગ્યુઇથે વિશ્વસાહિત્યનો જ વિભાવ રજૂ કર્યો તેના
મૂળિયાં આ રીતે ફેડરિક સ્લેગ્લના વિશ્વ કાવ્યની વિભાવનામાં જોઈ શકાય એમ છે.
ગ્યુઇથે કહ્યું
વિશ્વસાહિત્યનો ખ્યાલ એ ભોગોલિક ખ્યાલ નથી એ માને છે કે એ ખ્યાલ માનસ શાસ્ત્રી
કોટિનો અને રસલક્ષી છે. બધા જ રાષ્ટ્રોની આધ્યાત્મિક કે રસલક્ષી તૃષા
વિશ્વસાહિત્યના જ્ઞાનસમુચ્ચયથી ગુજારી શકાય એમ એ માને છે તેમાં ઔચિત્ય છે.
માનવમાં જે સર્વસામાન્ય અને
સર્વમાન્ય છે, તેનું ઉત્તમ રૂપ સર્જકો પોતાની કૃતિમાં નિરૂપણ કરે છે. આ નિરૂપણ
રસલક્ષી કળાત્મક અને ઉત્તમ હોય એવો એનો આગ્રહ છે. આમ વિશ્વસાહિત્યની ગેટેની વાતમાં
કલા અને સર્જકતાની કદર કરાય છે.
માનવ-જાતના કલ્યાણ માટે ને
રસલક્ષી-બુદ્ધિ તથા સંવેદનના વિકાસ માટે ઘડતર માટે વિશ્વસાહિત્યનો ખ્યાલ ઉપયોગી
અને અનિવાર્ય છે.
વિશ્વસાહિત્યનો ખ્યાલ આપણને
સર્વ પ્રકારની સંકુચિતતામાંથી મુક્ત કરે છે.
દેશ દેશના અને પ્રજા
પ્રજાના ભેદભાવને મટાડીને માનવીય અભિગમ પ્રગટાવવાની ભવ્ય ભાવના પણ રહેલી છે.
સાહિત્યો એક થાય ત્યારે
રાષ્ટ્ર વેશ્વિક મેળામાં પોતાનાં સુંદર ભાગ ભજવી શકે.
ગેટેએ સંકુચિત થતાં આવતા
રાષ્ટ્રવાદની સામે વિશ્વસાહિત્યની ભાવના સાકાર કરવાનો સૂત્રોચાર કર્યો હતો.
ટાગોર કહે છે, સંસારના પ્રયોજન સામે સાહિત્યવડે નિસપ્રયોજનવાળો સંસાર રચવો શક્ય છે. માણસમાં જે કંઈ મહાન છે, નિત્ય છે તે આવા સાહિત્યો વડે ટકે છે, ને માનવના વિરાટ સ્વરૂપને આપમેળે ઘડે છે.
મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદ રેખા Click Her
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈